AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત-ઈંગ્લેન્ડ શ્રેણીની વચ્ચે નવા કેપ્ટનની જાહેરાત, આ યુવા ખેલાડીને મળી જવાબદારી

ભારત અને ઈંગ્લેન્ડની સિનિયર મેન્સ ટીમ વચ્ચે હાલમાં 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. સાથે જ, ભારત અને ઈંગ્લેન્ડની અંડર-19 ટીમો વચ્ચે બે યુવા ટેસ્ટ મેચોની શ્રેણી પણ ચાલી રહી છે. આ શ્રેણીની બીજી મેચ પહેલા, એક ટીમે નવા કેપ્ટનની જાહેરાત કરી છે.

ભારત-ઈંગ્લેન્ડ શ્રેણીની વચ્ચે નવા કેપ્ટનની જાહેરાત, આ યુવા ખેલાડીને મળી જવાબદારી
India vs EnglandImage Credit source: Getty Images
| Updated on: Jul 19, 2025 | 10:18 PM
Share

ભારતીય સિનિયર ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની રોમાંચક શ્રેણી રમી રહી છે, જ્યારે યુવા ક્રિકેટરો વચ્ચે પણ મેચો ચાલી રહી છે. ભારત અને ઈંગ્લેન્ડની અંડર-19 ટીમો વચ્ચે બે મેચની યુવા ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ ડ્રો રહી. હવે બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ 20 જુલાઈ 2025થી ચેમ્સફોર્ડના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે રમાશે. આ મહત્વપૂર્ણ મેચ માટે ઈંગ્લેન્ડની અંડર-19 ટીમે પોતાની ટીમની જાહેરાત કરી છે.

ઈંગ્લેન્ડે નવા કેપ્ટનની કરી જાહેરાત

ભારતની અંડર-19 ટીમ સામેની પહેલી યુવા ટેસ્ટમાં હમઝા શેખ ઈંગ્લેન્ડનો કેપ્ટન હતો. હવે, થોમસ રીવને ટીમની કમાન સોંપવામાં આવી છે. સાથે જ યુવા બેટ્સમેન એડમ થોમસને પહેલીવાર ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જે ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવા માટે જાણીતા છે. રોકી ફ્લિન્ટોફ, જેક હોમ, એલેક્સ ગ્રીન અને જેમ્સ મિન્ટો જેવા ખેલાડીઓ પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે.

ટીમ ઈન્ડિયાની નજર ટેસ્ટ જીતવા પર

બીજી તરફ, ભારતીય અંડર-19 ટીમે તાજેતરમાં ઈંગ્લેન્ડ અંડર-19 સામે યુથ ODI શ્રેણી 3-2થી જીતીને પોતાની તાકાત બતાવી હતી. ત્યારબાદ પ્રથમ ટેસ્ટમાં ડ્રો થયા બાદ, તેઓ હવે બીજી મેચ જીતવા પર નજર રાખી રહ્યા છે. ટીમનું નેતૃત્વ આયુષ મહાત્રે કરી રહ્યો છે, જેના નેતૃત્વમાં ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. તેની સાથે વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા અને અભિજ્ઞાન કુંડુ જેવા પ્રતિભાશાળી ખેલાડીઓ છે, જેમણે પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની અંડર-19 ટીમ

થોમસ રીવ (કેપ્ટન), રાલ્ફી આલ્બર્ટ, વિલ બેનિસન, બેન ડોકિન્સ, રોકી ફ્લિન્ટોફ, એલેક્સ ફ્રેન્ચ, એલેક્સ ગ્રીન, જો હોકિન્સ, જેક હોમ, બેન મેયસ, જેમ્સ મિન્ટો, આર્યન સાવંત, જય સિંહ, એડમ થોમસ.

આ પણ વાંચો: IND vs PAK : ભારત-પાકિસ્તાન મેચ પહેલા મોટો હોબાળો, સ્ટાર ખેલાડીઓએ મેચ ન રમવાનો લીધો નિર્ણય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">