AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG Weather: ભારત-ઈંગ્લેન્ડ મેચ પર વરસાદનું સંકટ, જાણો ચેસ્ટર-લે-સ્ટ્રીટનું હવામાન કેવું રહેશે !

ચેસ્ટર-લે-સ્ટ્રીટના મેદાન પર ટીમ ઈન્ડિયા 15 વર્ષ બાદ પછી આજે 01 જુલાઈ રમાવાની છે. રિવરસાઈડ સ્ટેડિયમમાં ભારતે અત્યાર સુધી માત્ર 2 વનડે મેચ રમી છે. બંને મેચ ઈંગ્લેન્ડ સામે હતી. વરસાદને કારણે એક પણ મેચનું પરિણામ આવી શક્યું નહોતું.

IND vs ENG Weather: ભારત-ઈંગ્લેન્ડ મેચ પર વરસાદનું સંકટ, જાણો ચેસ્ટર-લે-સ્ટ્રીટનું હવામાન કેવું રહેશે !
IND vs ENG WeatherImage Credit source: Getty Images
| Updated on: Jul 01, 2026 | 8:27 AM
Share

ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં છે. ગયા વર્ષે, ટીમ ઈન્ડિયાએ નવા કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં અહીં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમી હતી. આ વખતે, પાંચ મેચની ટી20 સિરીઝ નવા ટી20 કેપ્ટન શ્રેયસ અય્યરના નેતૃત્વમાં રમાશે. સિરીઝની પહેલી મેચ આજે બુધવાર, 1 જુલાઈના રોજ ડરહામ કાઉન્ટીના હોમ ગ્રાઉન્ડ રિવરસાઇડ સ્ટેડિયમ (ચેસ્ટર-લે-સ્ટ્રીટ) ખાતે રમાશે. ટીમ ઈન્ડિયા પહેલી વાર આ મેદાન પર ટી20 મેચ રમશે. પરંતુ શું આ મેચ થશે? શું ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં હવામાન સાથ આપશે? હવામાન આગાહી જોતાં, સંકેતો સારા નથી.

ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં હવામાન કેવું રહેશે?

ઇંગ્લેન્ડમાં ક્યારે વરસાદ પડશે તેની આગાહી કરવી મુશ્કેલ હોય છે. જોકે ત્યાં ઉનાળો છે. ઇંગ્લેન્ડમાં ઉનાળા દરમિયાન પણ વરસાદ ચાલુ રહે છે. તેના કારણે ઘણી ક્રિકેટ મેચો ઘણીવાર રદ કરવામાં આવે છે. આજની ભારત-ઇંગ્લેન્ડ મેચમાં પણ વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવેલી છે. બીબીસી વેધર પર એક નજર નાખતાં ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં આજનું સાંજનું હવામાન અનુકૂળ દેખાતું નથી.

ભારતીય સમય મુજબ રાત્રે 10:00 વાગ્યે શરૂ થશે મેચ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10:00 વાગ્યે શરૂ થશે. આનો અર્થ એ કે જ્યારે મેચ શરૂ થશે ત્યારે ઇંગ્લેન્ડમાં સાંજે 5:30 વાગ્યા હશે. બીબીસી વેધર સૂચવે છે કે ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં સાંજે 5:00 વાગ્યા પછી વરસાદની અપેક્ષા છે. આગાહી મુજબ, સાંજે 5:00 વાગ્યા પછી 43% વરસાદની શક્યતા છે. સાંજે 6:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા દરમિયાન, વરસાદની 66% શક્યતા છે. આ પછી પણ, આખી રાત સતત વરસાદ પડવાની 44થી 45 ટકા શક્યતા છે. આનો અર્થ એ છે કે ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગ્યે શરૂ થનારી અને સવારના 2 વાગ્યા સુધી ચાલનારી મેચ વરસાદને કારણે સંપૂર્ણપણે ખોરવાઈ શકે છે.

અગાઉની બંને મેચ પણ રદ કરવામાં આવી હતી

આ ચિંતા એટલા માટે પણ છે કે રિવરસાઈડ સ્ટેડિયમમાં ભારતીય ટીમનો અનુભવ સારો રહ્યો નથી. અહીં ભારત પ્રથમ વખત ટી20 મેચ રમશે. અત્યાર સુધી આ મેદાન પર ટીમ ઈન્ડિયાએ માત્ર 2 વનડે મેચ રમી છે. બંને વરસાદને કારણે સંપૂર્ણપણે ખોરવાઈ છે. પહેલી મેચ 2002માં નેટવેસ્ટ ટ્રોફી દરમિયાન રમાઈ હતી. જ્યારે બીજી મેચ 2011માં રમાઈ હતી. બંને મુકાબલામાં ભારતે પ્રથમ બેટિંગ કરી હતી. પરંતુ ઈંગ્લેન્ડની ઇનિંગ્સ દરમિયાન વરસાદ શરૂ થતાં મેચ રદ કરવી પડી હતી.

આ પણ વાંચો, Breaking News: ઈંગ્લેન્ડમાં વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ થશે કે નહીં? કેપ્ટન શ્રેયસ અય્યરે તોડી ચુપ્પી

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">