IND vs ENG 1st Test Day 4 Highlight: ચોથા દિવસની રમત સમાપ્ત, 209 રનના પડકાર સામે ભારતના એક વિકેટે 52 રનનો સ્કોર

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 12:19 AM

India vs England 1st Test Day 4 Live Highlight: વરસાદી વિક્ષેપ વચ્ચે રમાઇ રહેલી નોટિઘહામ ટેસ્ટ મેચમાં ગઇકાલે ત્રીજા દિવસની રમત ને પણ પ્રભાવિત કરી હતી. આજે ભારતીય બોલરો ઇંગ્લેન્ડ સામે દમ દેખાડવા પ્રયાસ કરશે.

IND vs ENG 1st Test Day 4  Highlight: ચોથા દિવસની રમત સમાપ્ત, 209 રનના પડકાર સામે ભારતના એક વિકેટે 52 રનનો સ્કોર

ભારતીય ટીમે (Team India) ચોથા દિવસે પણ રમતને પોતાના તરફી રાખી હતી. ભારતીય ટીમે દિવસના અંત પહેલા ઇંગ્લેન્ડની ટીમને સમેટી લેવામાં સફળતા મેળવી હતી. બાદમાં અંતિમ સેશનની રમત રમવા મળતા ભારત મજબૂત સ્થિતીમાં રહ્યુ હતુ.

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ચોથાની દિવસની રમત સમાપ્ત થવા દરમ્યાન ભારત મજબૂત સ્થિતીમાં લાગી રહ્યુ છે. ત્રીજા દીવસ બાદ ચોથા દિવસની રમત પણ ભારતના પક્ષમાં રહી હતી. જોકે જો રુટ (Joe Root)ના શતકે ભારતીય ટીમ (Team India) ને પરેશાન કરી ચુકી હતી. પરંતુ ભારતીય ટીમ માટે લક્ષ્ય સિમીત રહ્યુ હતુ. ભારતીય ટીમે મેચની અંતિમ ઇનીંગની શરુઆત કરતા, ઓપનર કેએલ રાહુલ (KL Rahul)ના રુપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. દિવસને અંતે એક વિકેટે 52 રનનો સ્કોર ભારતે કર્યો હતો. રોહિત શર્મા (Rohit Sharma) અને ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) રમતમાં હતા.

આ પહેલા આજે ચોથા દિવસની રમતની શરુઆત ઇંગ્લેન્ડે વિના કોઇ વિકેટે 25 રનના સ્કોર સાથે કરી હતી. જોકે એક બાદ એક વિકેટ પડવાનો ક્રમ જારી રહ્યો હતો. તો બીજી તરફ કેપ્ટન જો રુટ પોતાનો છેડો સાચવી રાખી શતક પુર્ણ કર્યુ હતુ. સાથે જ ભારત સામે સન્માન જનક પડકાર ખડકવામાં ઇંગ્લેન્ડને સફળતા મળી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 07 Aug 2021 11:32 PM (IST)

    ચોથા દિવસની રમત સમાપ્ત

    ભારતીય ટીમે ચોથા દિવસની રમતના અંતે 52 રનનો સ્કોર કર્યો હતો. રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા રમતમાં રહ્યા હતા. ભારત જીત થી 157 રન દુર

  • 07 Aug 2021 11:32 PM (IST)

    પુજારા એ ઓવરમાં ત્રીજી બાઉન્ડરી લગાવી

    રોબીન્સનની ઓવર દરમ્યાન પુજારા એક બાદ એક ત્રણ બાઉન્ડરી લગાવી હતી.

  • 07 Aug 2021 11:30 PM (IST)

    પુજારાએ લગાવી બાઉન્ડરી

    પુજારાએ બાઉન્ડરી લગાવી હતી. આ બોલ નો બોલ હોવાને લઇને ભારતને એક રન વધુ મળ્યો હતો.

  • 07 Aug 2021 11:15 PM (IST)

    કેએલ રાહુલ આઉટ થયો

    કેએલ રાહુલના રુપમાં ભારતે પ્રથમ વિકેટ ગુમાવી હતી. 209 રનના લક્ષ્યાંક સામે ભારતે 34 રનનો સ્કોર કર્યો હતો.

  • 07 Aug 2021 11:09 PM (IST)

    કેએલ રાહુલે લગાવ્યો ચોગ્ગો

    રોબિન્સનની ઓવર દરમ્યાન કેએલ રાહુલે બાઉન્ડરી લગાવી હતી.

    ભારત 33-0

  • 07 Aug 2021 10:41 PM (IST)

    કેએલ રાહુલ અને રોહિત શર્મા ક્રિઝ પર

  • 07 Aug 2021 10:19 PM (IST)

    ભારતને જીત માટે લક્ષ્યાંક 209 રન

  • 07 Aug 2021 10:17 PM (IST)

    ઓલી રોબિન્સ આઉટ થવા સાથે ટીમ ઓલઆઉટ

    ઇંગ્લેન્ડની ટીમ 208 રનની લીડ ભારત સામે મેળવી ને બીજી બેટીંગમાં ઓલઆઉટ થઇ ચુક્યુ છે. ઇંંગ્લેન્ડે કુલ 303 રનની ઇનીંગ રમી હતી. ભારતની પ્રથમ બેટીંગ ઇનીંગમાં 95 રનની  લીડને લઇને ભારતને 209 રનનો પડકાર મળ્યો છે.

  • 07 Aug 2021 10:06 PM (IST)

    બુમરાહ ઓન હેટ્રીક

    પહેલા સેમ કરન અને બાદમાં સ્ટુઅર્ટ બ્રોડને આગળના બોલમાં આઉટ કરીને સળંગ બે વિકેટ બુમરાહે ઝડપી હતી. બુમરાહે તેની 5 વિકેટ ઇનીંગમાં ઝડપી છે.

  • 07 Aug 2021 10:05 PM (IST)

    સ્ટુઅર્ટ બ્રોડના રુપમાં ઇંગ્લેન્ડની 9મી વિકેટ

    સ્ટુઅર્ટ બ્રોડ ને જસપ્રિત બુમરાહે આઉટ કરી પોતાની 5 મી વિકેટ ઝડપી હતી. બ્રોડ ગોલ્ડન ડક આઉટ થયો હતો.

  • 07 Aug 2021 10:01 PM (IST)

    સેમ કરનના રુપમમાં 8મી વિકેટ

    ઇંગ્લેન્ડની આઠમી વિકેટ પેવેલિયન પરત ફરી છે. સેમ કરન 32 રનની ઇનીંગ રમીને આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહે કરનના રુપમાં પોતાની 4 થી વિકેટ ઝડપી હતી.

  • 07 Aug 2021 09:43 PM (IST)

    જો રુટ આઉટ, બુમરાહે ઝડપી વિકેટ

    રુટના રુપમાં ઇંગ્લેન્ડ એ 7 મી વિકેટ ગુમાવી હતી. જો રુટે શાનદાર ઇનીંગ રમી હતી. ભારતની મજબૂત લીડ સામે વળતા જવાબમાં મોટી ઇનીંગ રમી દર્શાવી હતી. જો રુટની ઇનીંગને લઇ ઇંગ્લેન્ડ ભારત સામે પડકારની સ્થિતીમાં પહોંચી શક્યુ હતુ.

  • 07 Aug 2021 09:13 PM (IST)

    બાઉન્ડરી સાથે, કેપ્ટન જો રુટનુ શતક

    જો રુટેશાર્દૂલ ઠાકુરની ઓવરમાં બાઉન્ડરી લગાવી હતી. આ સાથે કેપ્ટન રુટે તેનુ શતક પુરુ કર્યુ હતુ. રુટે ટેસ્ટ કરિયરનુ 21 મુ શતક લગાવ્યુ હતુ.

  • 07 Aug 2021 09:07 PM (IST)

    કરનની વધુ એક બાઉન્ડરી

    સિરાજ ના બોલ પર સેમ કરને બાઉન્ડરી લગાવી હતી. આ સાથે ઇંગ્લેન્ડ બીજી ઇનીંગમાં 150 રન થી આગળ નિકળ્યુ હતુ.

  • 07 Aug 2021 09:02 PM (IST)

    સેમ કરને બાઉન્ડરી લગાવી

    સેમ કરને બાઉન્ડરી લગાવી હતી.  શાર્દુલ ઠાકુરના બોલ પર તેણે ચોગ્ગો મેળવ્યો હતો. આ પહેલા ભારતે સિરાજની ઓવરમાં રિવ્યૂ ગુમાવ્યો હતો.

  • 07 Aug 2021 08:59 PM (IST)

    ટી બ્રેક બાદ રમત શરુ

  • 07 Aug 2021 08:11 PM (IST)

    Ind vs Eng Live : ઇંગ્લેન્ડને પાંચમો ઝટકો લાગ્યો, ડેન લોરેન્સ આઉટ થયો

  • 07 Aug 2021 08:10 PM (IST)

    Ind vs Eng Live : શમીના બોલ પર લોરેન્સે માર્યો ચોગ્ગો

    મોહમ્મદ શમીના બોલ પર લોરેન્સે બાઉન્ડ્રી ફટકારી હતી. શમીએ બોલને મિડલ સ્ટમ્પની લાઇન પર રાખીને સ્વિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્વિંગ મળ્યો ન હતો અને બોલ લેગ સ્ટમ્પ તરફ જવા લાગ્યો, જેને લોરેન્સે ફ્લીક કર્યો અને ફાઇન લેગ પર ચોગ્ગો ફટકાર્યો. લોરેન્સની ત્રીજો ચોગ્ગો છે.

  • 07 Aug 2021 08:04 PM (IST)

    Ind vs Eng Live : ઇંગ્લેન્ડની લીડ 100 રન પાર

    ડેન લોરેન્સે તેની બીજી બાઉન્ડ્રી ફટકારી અને ઇંગ્લેન્ડની લીડ 100 રન પાર કરી ગઇ. લોરેન્સે જાડેજાની ઓવરના છેલ્લા બોલે સારો કટ કર્યો હતો અને બેકવર્ડ પોઇન્ટ ફિલ્ડરને ફટકારતી વખતે ચાર રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગે છે.

    ઇંગ્લેન્ડ - 195/4

  • 07 Aug 2021 07:37 PM (IST)

    Ind vs Eng Live : સિરાજને ચોથી સફળતા મળી

    ઈંગ્લેન્ડને ચોથો ઝટકો લાગ્યો, જોની બેયરસ્ટો આઉટ થયો.

    બેયરસ્ટોએ 30 રન (50 બોલ, 4 × 4), ઇંગ્લેન્ડ - 177/4 બનાવ્યા

  • 07 Aug 2021 07:11 PM (IST)

    Ind vs Eng Live : જોની બેયરસ્ટોનો વધુ એક ચોગ્ગો

    બેયરસ્ટો રનની ગતિ વધારવાના મૂડમાં હોય તેમ લાગે છે અને લગભગ દરેક ઓવરમાં ચોગ્ગા મેળવી રહ્યા છે. આ વખતે સિરાજની ઓવરના પહેલા જ બોલને ઈંગ્લેન્ડના બેટ્સમેને કટ કર્યો અને પોઈન્ટ પાસે બાઉન્ડ્રી મેળવી.

    ઇંગ્લેન્ડ - 158/3

  • 07 Aug 2021 07:07 PM (IST)

    Ind vs Eng Live : ઈંગ્લેન્ડ 152/3, લીડ 57 રન

    બોલિંગમાં પરિવર્તન આવ્યું છે અને હવે મોહમ્મદ શમી પાછો આવ્યો છે, જેના માટે આજનો દિવસ અત્યાર સુધી સારો રહ્યો નથી. ખાસ કરીને જો રૂટે તેની સામે સરળતાથી રન બનાવ્યા છે.

    જોની બેયરસ્ટોને પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો. શમીએ લાંબા બોલથી શરૂઆત કરી હતી, જે તદ્દન બહાર હતી. બેયરસ્ટોએ તેના પર બેટ ચલાવ્યું અને ચોગ્ગો ફટકાર્યો ઈંગ્લેન્ડના 150 રન પણ પૂરા થયા હતા.

  • 07 Aug 2021 06:59 PM (IST)

    Ind vs Eng Live : ભારતે પોતાનો રિવ્યુ ગુમાવ્યો

    આ ઇનિંગમાં ભારતે તેની બીજો રિવ્યુ ગુમાવ્યો છે. સિરાજનો બોલ બેયરસ્ટોનાં પેડ પર આવ્યો અને ઇંગ્લિશ બેટ્સમેને તેને સાઇડમાં રમવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ચૂકી ગયો અને અપીલ થઇ. અમ્પાયરે તેને નોટ આઉટ આપ્યો, ત્યારબાદ કોહલીએ DRSલીધો. રિપ્લે બતાવ્યું કે, બોલ લેગ સ્ટમ્પની બહાર હતો. ભારત પાસે હવે માત્ર એક જ રિવ્યુ બાકી છે.

  • 07 Aug 2021 06:48 PM (IST)

    Ind vs Eng Live : સિબલીએ 28 રન કર્યા (133 2×4 બોલ) ઈંગ્લેન્ડ 135/3

    ઇંગ્લેન્ડને ત્રીજો ફટકો મળ્યો, ડોમ સિબલી આઉટ. ભારતને આખરે સફળતા મળી છે અને સિબ્લીનો બચાવ ખરાબ શોટ સાથે સમાપ્ત થયો છે. બુમરાહનો બોલ અંદર તરફ આવી રહ્યો હતો, જેને સિબલીએ ડ્રાઇવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ સફળતાપૂર્વક ડ્રાઇવ કરી શક્યો નહિ. વિકેટની પાછળ કેચ થયો હતો, જ્યાં ઋષભ પંતે તેની ડાબી બાજુએ લાંબી ડાઇવ લગાવી શાનદાર કેચ લીધો હતો. સિબલી અને રૂટે ત્રીજી વિકેટ માટે 89 રનની ભાગીદારી કરી હતી.

  • 07 Aug 2021 06:45 PM (IST)

    Ind vs Eng Live : પંતનો શાનદાર કેચ, ત્રીજી વિકેટ પડી

    ઈગ્લેન્ડને લાગ્યો ત્રીજો ઝટકો, ડૉમ સિબલી આઉટ

    સિબલીએ 28 રન કર્યા (133 2×4 બોલ) ઈંગ્લેન્ડ 135/3

  • 07 Aug 2021 06:34 PM (IST)

    Ind vs Eng Live :બીજા સેશનની રમત શરૂ

    બીજા સેશનની રમત શરૂ થઈ ગઈ છે અને જો રૂટ ફરીથી પ્રથમ સેશનની પોતાની શૈલી ચાલુ રાખી રહ્યો છે. તેણે સિરાજના બોલ થી કવર ડ્રાઇવ કરી છે અને તે ડિફેન્સિવ થવાના કારણે ભારત પર દબાણ લાવવાની કોશિશ કરી રહ્યો છે.

  • 07 Aug 2021 06:08 PM (IST)

    લંચ સુધી ઇંગ્લેન્ડ 119/2

    ચોથા દિવસ પહેલા સેશનની રમત પૂર્ણ થઇ ચૂકી છે અને બંને ટીમ વચ્ચે આ સેશનમાં બરાબરની ટક્કર જોવા મળી રહી છે. ભારતે પહેલી અડધી કલાકમાં બે વિકેટ મેળવી પરંતુ ત્યારબાદ રુટે ડોમ સિબલી સાથે મળીને અર્ધશતક પાર્ટનરશીપ કરી ટીમને ભારતની લીડથી વધારે પહોંચાડવા સાથે લીડ પણ મેળવી. તેમની પાસે બીજા દાવમાં 24 રનની લીડ થઇ ગઇ છે.

  • 07 Aug 2021 05:33 PM (IST)

    જો રુટનુ અર્ધશતક

    ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટે મેચમાં કર્યો અર્ધશતક. રુટે શમીના બોલ પર થર્ડમેન તરફ ફોર મેળવી અને પોતાનુ 51મુ અર્ધશતક પૂર્ણ કર્યુ. રુટ સારી લયમાં દેખાઇ રહ્યા છે અને ભારતને લીડ જોઇતી હશે તો રુટને આઉટ કરવા પડશે

    ઇંગ્લેન્ડ - 118/2

  • 07 Aug 2021 05:19 PM (IST)

    ઇંગ્લેન્ડે મેળવી લીડ

    જો રુટ અને ડૉમ સિબલીએ ઇંગ્લેન્ડને ખરાબ સ્થિતિમાંથી બહાર કાઢયુ છે અને હવે ટીમે ભારતની લીડને સમાપ્ત કરતા લીડ મેળવી લીધી છે. રુટ અને સિબલી વચ્ચે અર્ધશતકીય પાર્ટનરશીપ થઇ ચુકી છે. અને બંનેએ ટીમને મજબૂતી આપી છે.

     ઇંગ્લેન્ડ -102/2 લીડ – 7 રન

  • 07 Aug 2021 05:05 PM (IST)

    રવિન્દ્ર જાડેજા એટેક પર

    બોલિંગમાં બદલાવ કરવામાં આવ્યો છે. પહેલીવાર સ્પીનર રવિન્દ્ર જાડેજા એટેક પર આવ્યા છે. પહેલા દાવની જેમ એક વાર ફરી જાડેજાએ નૉ બૉલ સાથે શરુઆત કરી છે. જો કે ત્યારબાદ તેમણે સિબલી સામે સ્લો બોલિંગ કરી.

  • 07 Aug 2021 04:52 PM (IST)

    રુટ- સિબલીની સારી પાર્ટનરશીપ

    રુટ અને સિબલી વચ્ચે એક સારી પાર્ટનરશીપ જોવા મળી રહી છે. આ પાર્ટનરશીપમાં રુટ સંપૂર્ણપણે હાવી છે અને વધારે રન તેમણે જ કર્યા છે. સિબલી ડિફેન્સિવ છે. અને ધીરજ સાથે બેટિંગ કરી રહ્યા છે.

  • 07 Aug 2021 04:49 PM (IST)

    શમીના બોલ પર રુટની ફોર

    એક તરફ મોહમમ્દ શમીએ આજે સારી શરુઆત કરી હતી. પરંતુ આ ઓવરમાં રુટે સતત બે ફોર કરી છે.આ ફોર સાથે રુટે પોતાની છઠ્ઠી ફોર કરી છે.

    ઇંગ્લેન્ડ 80/2

  • 07 Aug 2021 04:29 PM (IST)

    જો રુટે સિરાજની ઓવરમાં મેળવી ફોર

    ગઇ ઓવરમાં જો રુટ આઉટ થવાથી બચ્યા  તો આ વખતે તેમણે સિરાજની ઓવરમાં બે ફોર  મેળવી

    ઇંગ્લેન્ડ 65/2

  • 07 Aug 2021 04:20 PM (IST)

    ભારતના પક્ષમાં પહેલો અડધો કલાક

    આજનો અડધો કલાક ભારતના પક્ષમાં રહ્યો છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાઝે સારી બોલિંગ કરતા સતત દબાવ બનાવી રાખ્યો છે અને ઇંગ્લેન્ડના બેટ્સમેનને બેકફુટ પર રાખ્યા છે. પહેલી અડધી કલાકમાં 7 ઓવરમાં ઇંગલેન્ડે 22 રન બનાવ્યા, પરંતુ ભારતે 2 ઓવરમાં 2 વિકેટ મેળવી અને પોતાની સ્થિતિ મજબૂત કરી છે.

  • 07 Aug 2021 04:11 PM (IST)

    ઇંગ્લેન્ડને મળ્યો બીજો ઝટકો,જેક ક્રોલી આઉટ

    ભારતીય બૉલરે ઇંગ્લેન્ડને દબાવમાં લાવવાનુ શરુ કરી દીધુ છે. અને તેનુ પરિણામ વિકેટના રુપમાં મળ્યુ છે. આ વખતે સફળતા મળી. જસપ્રીત બુમરાહે આ વિકેટ લીધી. ગુમરાહનો બોલ ગુડ લેંથ પર હતો.  ક્રોલીએ તેને ડિફેંડ કરવાનો પ્રયાસ કર્યો પરંત ઋષભ પંતે ડાઇવ લગાવીને સારો કેચ કર્યો.

    ક્રોલીએ બનાવ્યા 6 રન (7બોલ, 1*4), ઇંગ્લેન્ડ-46/2

  • 07 Aug 2021 03:54 PM (IST)

    સિરાઝે અપાવી પહેલી સફળતા

    ઇંગલેન્ડને મળ્યો પહેલો ઝટકો, રોરી બર્ન્સ આઉટ

    બર્ન્સએ મેળવ્યા 18 રન (49 બોલ,3*4) ઇંગલેન્ડ -37/1

  • 07 Aug 2021 03:48 PM (IST)

    બર્ન્સને મળી પહેલી ફોર

    ઇંગલેન્ડના ઓપનરોએ ચોથા દિવસની શરુઆત સારી રીતે કરી છે અને બોલને બેટ સાથે સારી રીતે કનેક્ટ કરી રહ્યા છે. વાત ડિફેન્સની હોય કે સ્કોરિંગ શોટની. રૉરી બર્ન્સે આવા જ એક શોટ પર ચોગ્ગો મેળવ્યો.

    ઇંગ્લેન્ડ 34/0

  • 07 Aug 2021 03:35 PM (IST)

    ચોથા દિવસની રમત શરુ

    ચોથા દિવસની રમત શરુ થઇ ચૂકી છે અને નૉટિંઘમમાં અત્યારે થોડો તડકો નિકળેલો છે. જો એવુ જ રહ્યુ તો બેટિંગ માટે સ્થિતિ સારી થઇ શકે છે. સાથે જ મેચમાં પણ કોઇ તકલીફ નહીં આવે .મોહમ્મદ સિરાજે દિવસની શરુઆત કરી. કારણ કે કાલે તેમની ઓવરના પહેલા બોલ પછી રમત રોકવી પડી હતી.

    27/0

  • 07 Aug 2021 03:23 PM (IST)

    ભારતીય ટીમ તૈયાર

Published On - Aug 07,2021 11:35 PM

Follow Us:
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">