Breaking News: ભારતની શેરનીઓ તૈયાર! U19 મહિલા એશિયા કપ માટે ટીમ જાહેર, ફરી ચેમ્પિયન બનવા પર નજર
UAE માં યોજાનારા ACC U19 મહિલા એશિયા કપ માટે ભારતની 15 સભ્યોની ટીમ જાહેર થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે, ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરનારી ટીમ ઇન્ડિયાની કમાન એક યુવા વિકેટકીપર બેટરને સોંપવામાં આવી છે.

ભારતીય મહિલા U19 ટીમ એશિયા કપમાં ફરી એકવાર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ વચ્ચે U19 એશિયા કપ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.
સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE માં રમાનારા ACC U19 મહિલા એશિયા કપ માટે 15 સભ્યની ટીમ પસંદ કરવામાં આવી છે. યુવા વિકેટકીપર બેટર ભાવિકા અહિરેને ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે અનાદી તાગડે વાઇસ-કેપ્ટનની જવાબદારી સંભાળશે.
મહિલા સિલેક્શન કમિટીએ 28 નવેમ્બર 2026 ના રોજ ટીમની જાહેરાત કરી. ટીમમાં દેશના અલગ-અલગ ભાગોમાંથી આવતી ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ભાવિકા ઉપરાંત શ્રેયા એસ ચવ્હાણને પણ વિકેટકીપર તરીકે ટીમમાં જોડાઈ છે. આનાથી ભારતીય ટીમ પાસે વિકેટકીપિંગ માટે બીજો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે.
News
India U19 squad for ACC U19 Women’s Asia Cup announced.
More Details
https://t.co/5brQNRJtnG
— BCCI Women (@BCCIWomen) November 28, 2026
ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે ટીમ ઇન્ડિયા
ભારતીય U19 મહિલા ટીમનું તાજેતરના વર્ષોમાં એશિયાઈ અને વૈશ્વિક સ્તરે શાનદાર પ્રદર્શન રહ્યું છે. ટીમે વર્ષ 2024 માં ACC U19 મહિલા T20 એશિયા કપનું ટાઈટલ પોતાના નામે કર્યું હતું.
આ વખતે ભારતીય ટીમ તે જ સફળતાનું પુનરાવર્તન કરવા અને પોતાનું ટાઈટલ બચાવવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. આ ઉપરાંત ભારતે વર્ષ 2023 માં ICC U19 મહિલા T20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો.
આ ખેલાડીઓને મળ્યું ટીમમાં સ્થાન
15 સભ્યોની ભારતીય ટીમમાં કેપ્ટન ભાવિકા અહિરે અને વાઇસ-કેપ્ટન અનાદી તાગડે ઉપરાંત ઈરા જાધવ, નિધિ મહતો અને પૂર્વા સિવાચને જોડવામાં આવ્યા છે. આ સિવાય મહેક નરવસે, મૈત્રી મનિયાર, ઈશ્વરી અવસરે અને દીયા યાદવ પણ ટીમનો ભાગ છે.
સમૈરા રાઘવ, કુમારી પલક, ઉમા કાશવી, અચસા પરમાર અને પલક સિંહને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. ભારતીય ટીમમાં બેટિંગ, બોલિંગ અને વિકેટકીપિંગ માટે સંતુલિત વિકલ્પો રાખવામાં આવ્યા છે.
ACC U19 મહિલા એશિયા કપ માટે ભારતીય ટીમ: ભાવિકા અહિરે (કેપ્ટન, વિકેટકીપર), અનાદી તાગડે (વાઇસ-કેપ્ટન), ઈરા જાધવ, નિધિ મહતો, પૂર્વા સિવાચ, મહેક નરવસે, મૈત્રી મનિયાર, ઈશ્વરી અવસરે, દીયા યાદવ, શ્રેયા એસ ચવ્હાણ (વિકેટકીપર), સમૈરા રાઘવ, કુમારી પલક, ઉમા કાશવી, અચસા પરમાર, પલક સિંહ.
