શું સિરાજ રડી રહ્યો છે? પ્લેઈંગ-11માં સ્થાન ન મળતા સામે આવ્યો Video, પૂર્વ ભારતીય ક્રિકેટરે ઉઠાવ્યો સવાલ
પ્લેઈંગ-11માંથી બહાર થયા બાદ મોહમ્મદ સિરાજનો સનગ્લાસ પહેરેલો એક વીડિયો સામે આવ્યો છે, જેના પર પૂર્વ ક્રિકેટરે 'શું તે રડી રહ્યો છે?' કહીને પોતાની પ્રતિક્રિયા આપી છે. બસ આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે.

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) બીજી ટેસ્ટમાં પણ ભારતની પ્લેઈંગ-11નો હિસ્સો ન બન્યો. આ રીતે 6 વર્ષમાં પહેલી વાર સિરાજ કોઈ વિદેશી સિરીઝમાં એક પણ મેચ રમ્યા વગર ઘરે પરત ફરશે.
વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) સાઈકલમાં 43 વિકેટ લઈને સિરાજ ભારતના સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડી રહ્યા છે. તેમ છતાંય તેને બંને ટેસ્ટ મેચોમાંથી બહાર રાખવામાં આવ્યો, જેની ઘણી ટીકા થઈ. જો કે, ભારતે અન્ય બોલરોના વધુ સારા ફોર્મનો હવાલો આપીને આ નિર્ણયનો બચાવ કર્યો છે.
મોહમ્મદ સિરાજ બહાર, ગુરનૂર બ્રાર અંદર
સિરાજ છેલ્લે ઓગસ્ટમાં શ્રીલંકા પ્રવાસ પર રમ્યો હતો, જ્યાં તે પોતાની લયમાં નહોતો દેખાયો અને બે ટેસ્ટ મેચમાં ચાર વિકેટ લીધી હતી. બીજી ટેસ્ટમાં ભારતે પ્રસિદ્ધ કૃષ્ણાને બહાર રાખ્યો પરંતુ ટીમ મેનેજમેન્ટે મોહમ્મદ સિરાજની જગ્યાએ ગુરનૂર બ્રારને તક આપી.
બીજી ટેસ્ટ મેચમાં ટોસ બાદ બ્રોડકાસ્ટ ટેલિકાસ્ટ પર મોહમ્મદ સિરાજ સનગ્લાસ પહેરેલો જોવા મળ્યો અને પૂર્વ ભારતીય ક્રિકેટર મુરલી કાર્તિકને લાગ્યું કે, આ ફાસ્ટ બોલર પોતાના આંસુ છુપાવી રહ્યો છે. કાર્તિકે કહ્યું કે, સિરાજ એક ભાવુક વ્યક્તિ છે અને અલગ-અલગ ફોર્મેટમાં સતત અવગણના થવાથી તેને કદાચ ઘણું દુઃખ પહોંચ્યું છે.
Ajiyanka Rahane said – “Mohammed Siraj is crying”.
Murli Karthik said – “Looking at the visuals, it certainly seems that way.”
Wait for Mohammad Siraj he is truly holding backs his emotion https://t.co/NV92TBN911
— VIKAS (@Vikas662005) November 27, 2026
Video થયો વાયરલ
આ દરમિયાન કાર્તિકે ‘સોની સ્પોર્ટ્સ’ પર ગંભીરતાથી વાત કરતાં કહ્યું, “શું તે રડી રહ્યો છે? કારણ કે; તે એક ભાવુક વ્યક્તિ છે. કેટલાક લોકો તો ત્યારે પણ ઠીક રહે છે, જ્યારે તેમને ટીમમાંથી બહાર કરી દેવામાં આવે છે. એમાંય કેટલાક એવા હોય છે, જે ખરેખર રમવા માંગે છે. તેમને એ વાતની પરવા નથી હોતી કે, તેમના પગમાં દુખાવો છે કે માથાનો દુખાવો… તેઓ પોતાનું સર્વસ્વ લગાવી દે છે. સિરાજ આવો જ ખેલાડી છે.”
સિરાજને ન્યૂઝીલેન્ડ કેમ લઈ ગયા?
તેમણે આગળ કહ્યું, “ક્યારેક તમે તમારા અંદરના દુઃખને છુપાવી લો છો, કારણ કે તેને વનડે મેચોમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ સામે પણ તેને બસ એક રીતે ‘પાછળથી યાદ કરીને’ ટીમમાં જોડવામાં આવ્યો હતો.
આવી વાતો એક ખેલાડીને ઘણું દુઃખ પહોંચાડે છે. જો તમને લાગે કે, તેનું ફોર્મ સારું નથી અથવા તે નેટ્સમાં સારી બોલિંગ નથી કરી રહ્યો, તો પછી તેને ટીમમાં કેમ પસંદ કર્યો અને ન્યૂઝીલેન્ડ કેમ લઈ ગયા?”
ક્રાઈસ્ટચર્ચમાં ફાસ્ટ બોલરોએ પહેલા દિવસે પોતાને સાબિત કર્યા
ન્યૂઝીલેન્ડ સામે ક્રાઈસ્ટચર્ચમાં બીજી ટેસ્ટના પહેલા દિવસે તમામ ભારતીય ફાસ્ટ બોલરોએ પોતાની ટીમમાં સ્થાન મળવાના નિર્ણયને સાચો સાબિત કર્યો. ગુરનૂર બ્રારે ડેવોન કોનવેને આઉટ કરીને પોતાની પહેલી વિકેટ લીધી, જ્યારે આકાશ દીપ અને અંશુલ કંબોજે ટોમ લાથમ-હેનરી નિકોલ્સને પેવેલિયન મોકલ્યા.
આકાશ દીપે રચિન રવિન્દ્રને પણ આઉટ કર્યો, જેનાથી ભારત મજબૂત સ્થિતિમાં આવી ગયું. જો કે, ભારત માટે અસલી પડકાર બીજી ઈનિંગમાં બોલિંગ કરવાનો રહેશે, જ્યારે સ્થિતિ ફાસ્ટ બોલિંગ માટે એટલી સાનુકૂળ નહીં હોય.
