હવે ભારત-પાકિસ્તાનના ખેલાડી સાથે રમશે, તેઓ હાથ મિલાવશે અને એકબીજાને ગળે લગાવશે?
પૂર્વ ભારતીય ક્રિકેટર આર. અશ્વિનની ટીમ બિગ બેશ લીગની 15મી સિઝનમાં રમશે. રસપ્રદ વાત એ છે કે આ ટીમમાં પાકિસ્તાની ખેલાડી શાદાબ ખાન પણ છે. પ્રશ્ન એ છે કે, શું તે આ પાકિસ્તાની ખેલાડી સાથે રમશે?

હાલમાં એશિયા કપમાં ભારતીય અને પાકિસ્તાની ખેલાડીઓ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, ત્યારે ભારત અને પાકિસ્તાનના બે અગ્રણી ખેલાડીઓ એકસાથે રમવા માટે તૈયાર છે. આ ખેલાડીઓ બીજું કોઈ નહીં પણ ભારતના રવિચંદ્રન અશ્વિન અને પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાદાબ ખાન છે, જે બિગ બેશ લીગમાં એક જ ટીમ માટે રમશે.
ભારત-પાકિસ્તાનના ખેલાડી એક જ ટીમમાં
નિવૃત્તિ પછી, આર અશ્વિને બિગ બેશ લીગ ટીમ સિડની થંડર સાથે કરાર કર્યો છે, અને શાદાબ ખાન પણ આ ટીમનો સભ્ય છે. આનો અર્થ એ થયો કે જ્યારે ભારતીય અને પાકિસ્તાની ખેલાડીઓ એશિયા કપમાં હાથ મિલાવતા પણ નથી, ત્યારે ભારત અને પાકિસ્તાનના આ બે ખેલાડીઓ હવે હાથ મિલાવતા અને કદાચ સાત સમુદ્ર પાર ગળે પણ લગાવતા જોવા મળશે. પાકિસ્તાની મીડિયાએ એવા સમાચાર ફેલાવવાનું શરૂ કરી દીધું છે કે ભારતીય અને પાકિસ્તાની ખેલાડીઓ હવે એક જ ટીમ માટે રમશે.
View this post on Instagram
સિડની થંડર ટીમમાં અશ્વિનનો સમાવેશ
આર અશ્વિને સિડની થંડર સાથે કરાર કર્યો છે. ફ્રેન્ચાઈઝીએ ગુરુવારે સત્તાવાર જાહેરાત કરી હતી. બિગ બેશ લીગના સત્તાવાર ‘X’ હેન્ડલ પર સમાચાર પોસ્ટ કરવામાં આવ્યા હતા કે અશ્વિન ડેવિડ વોર્નરની આગેવાની હેઠળ સિડની થંડરમાં જોડાયો છે. બિગ બેશ લીગે તેની પોસ્ટમાં લખ્યું છે કે, ” બિગ બેશ લીગની ટીમ સિડની થંડરે લીગના ઈતિહાસમાં સૌથી મોટા કરારમાંથી એક પર હસ્તાક્ષર કર્યા છે. આર અશ્વિન BBL 15 માં રમશે. ”
ટીમમાં 4 વિદેશી ખેલાડીઓ
સિડની થંડરની ટીમમાં ચાર વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આમાં ઈંગ્લેન્ડના સેમ બિલિંગ્સ, પાકિસ્તાનના શાદાબ ખાન, ન્યુઝીલેન્ડના લોકી ફર્ગ્યુસન અને હવે ભારતના આર.અશ્વિનનો સમાવેશ થાય છે. અશ્વિનનો અનુભવ આ ટીમ માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. T20 ક્રિકેટમાં અશ્વિનને 333 મેચોમાં 317 વિકેટ લીધી છે. તેનો ઈકોનોમી રેટ ફક્ત 7.11 છે. તે નીચલા ક્રમમાં બેટથી પણ યોગદાન આપી શકે છે. તે પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાદાબ ખાન સાથે કેવી રીતે વાતચીત કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો: Virat Kohli : કમાણીના મામલે વિરાટ કોહલી સૌથી આગળ, શાહરુખ-સચિન-ધોનીને પાછળ છોડ્યા
