ભારતને મળ્યો બીજો ‘વૈભવ સૂર્યવંશી’, 13 વર્ષના ખેલાડીએ 30 ઓવરની મેચમાં ફટકારી ત્રેવડી સદી
14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે આ લીગમાં રમનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો અને પછી સદી પણ ફટકારી. હવે બિહારના 13 વર્ષના બેટ્સમેને બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ ખેલાડીએ 30 ઓવરની મેચમાં ત્રેવડી સદી ફટકારી હતી.

14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ આખી દુનિયામાં પોતાની છાપ છોડી છે. IPL 2025 તેના માટે ખૂબ જ ખાસ હતું. તેણે નાની ઉંમરે ક્રિકેટની સૌથી મોટી લીગમાં ધૂમ મચાવી હતી. બિહારન આ યુવા ક્રિકેટરને ભારતીય ક્રિકેટનો ભવિષ્યનો સ્ટાર પણ માનવામાં આવે છે. હવે બિહારના વધુ એક યુવા બેટ્સમેનએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. બિહારના મુઝફ્ફરપુરના 13 વર્ષના યુવા ક્રિકેટર અયાન રાજે ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે.
અયાન રાજે ફટકારી ત્રેવડી સદી
ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ લીગની 30 ઓવરની મેચમાં સંસ્કૃતિ ક્રિકેટ એકેડેમી તરફથી રમતા, અયાને 327 રનની વિસ્ફોટક ઈનિંગ રમી, જેમાં તેણે 41 ચોગ્ગા અને 22 છગ્ગા ફટકાર્યા. આ ઈનિંગ માત્ર તેની પ્રતિભાનું પ્રદર્શન નથી, પરંતુ ભારતીય ક્રિકેટના ઉજ્જવળ ભવિષ્ય તરફ પણ નિર્દેશ કરે છે. આ મેચમાં અયાને 134 બોલનો સામનો કર્યો અને 244ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. અયાનની આ ઈનિંગમાં ફક્ત બાઉન્ડ્રી (ચોગ્ગા અને છગ્ગા) થી 296 રન આવ્યા, જે તેની આક્રમક બેટિંગ દર્શાવે છે.
વૈભવ સૂર્યવંશી સૌથી મોટી પ્રેરણા
અયાન રાજે પોતાની સિદ્ધિનો શ્રેય તેના નજીકના મિત્ર અને ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટાર વૈભવ સૂર્યવંશીને આપ્યો. અયાને કહ્યું, ‘વૈભવ ભાઈ મારી સૌથી મોટી પ્રેરણા છે. અમે બાળપણથી જ સાથે ક્રિકેટ રમી રહ્યા છીએ. તેણે આજે પોતાનું મોટું નામ બનાવ્યું છે અને હું પણ તેના પગલે ચાલી રહ્યો છું.’ તમને જણાવી દઈએ કે, અયાનના પિતા પણ એક ભૂતપૂર્વ ક્રિકેટર છે, જેમણે ભારત માટે રમવાનું સ્વપ્ન જોયું હતું. અયાન તેના પિતાનું સ્વપ્ન પૂરું કરવા માંગે છે.
Bright Future for Bihar! ⭐
Young talent Ayan Raj calls his childhood friend Vaibhav Suryavanshi his biggest inspiration!
“Every time I talk to Vaibhav bhai, I feel a spark. We grew up playing cricket together — now he’s made a name, and I’m chasing that same dream,” said Raj! pic.twitter.com/P8rEmcStWe
— OneCricket (@OneCricketApp) June 16, 2025
વૈભવ સૂર્યવંશી IPL 2025માં ચમક્યો
વૈભવ સૂર્યવંશીની જેમ, અયાન રાજ પણ બિહાર માટે ગર્વ બની ગયો છે. જ્યારે વૈભવે IPL 2025માં ગુજરાત ટાઈટન્સ સામે 35 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો, જેના કારણે તે IPLમાં સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બન્યો હતો. હવે અયાનની આ ઈનિંગ પણ કમાલ હતી. લાંબા સમયથી પ્રશ્નાર્થ હેઠળ રહેલું બિહાર ક્રિકેટ હવે આ યુવા સ્ટાર્સના દમ પર નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે.
આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ આ તારીખે મેદાનમાં ટકરાશે ભારત-પાકિસ્તાન, ICCએ જાહેર કર્યું ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ