ઓપરેશન સિંદૂર બાદ આ તારીખે મેદાનમાં ટકરાશે ભારત-પાકિસ્તાન, ICCએ જાહેર કર્યું ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ
ICCએ મહિલા ODI વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટનું આયોજન ભારત અને શ્રીલંકા કરશે. વર્લ્ડ કપ 30 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારત પોતાની પહેલી મેચ બેંગલુરુમાં શ્રીલંકા સામે રમશે. ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર ભારત અને પાકિસ્તાનની ક્રિકેટના મેદાનમાં થશે ટક્કર.

ICCએ મહિલા ODI વર્લ્ડ કપ 2025ના શેડ્યૂલની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટનું આયોજન ભારત અને શ્રીલંકા કરશે. વર્લ્ડ કપ 30 સપ્ટેમ્બરે બેંગલુરુમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચથી શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં ભારત 5 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ કોલંબોમાં રમાશે. 2013 પછી પહેલીવાર ભારતમાં મહિલા ODI વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે. તેમાં 8 ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 2 નવેમ્બરે રમાશે. આ સિવાય પાકિસ્તાનની બધી મેચ શ્રીલંકામાં રમાશે.
પાકિસ્તાન ભારતમાં નહીં રમે
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાનની બધી મેચ શ્રીલંકામાં રમાશે. 5 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયા કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાનનો સામનો કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચે હાઈબ્રિડ મોડેલ પર થયેલા કરાર મુજબ, પાકિસ્તાન વર્લ્ડ કપ દરમિયાન તેની બધી મેચ કોલંબોમાં રમશે. આ વર્ષની શરૂઆતમાં, ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની બધી મેચ પાકિસ્તાનને બદલે દુબઈમાં રમી હતી. આના જવાબમાં, PCBએ કહ્યું હતું કે પાકિસ્તાન નજીકના ભવિષ્યમાં ભારતમાં કોઈ મેચ રમશે નહીં.
ફાઈનલ મેચ 2 નવેમ્બરના રોજ યોજાશે
ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમ 1 ઓક્ટોબરથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ઓસ્ટ્રેલિયા ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે પોતાની પહેલી મેચ રમશે. આ પછી, ટીમ 8 ઓક્ટોબરે કોલંબોમાં પાકિસ્તાનનો સામનો કરશે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મહત્વપૂર્ણ મેચ 22 ઓક્ટોબરે ઈન્દોરમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં 28 લીગ મેચ રમાશે. આ પછી, ત્રણ નોકઆઉટ મેચ રમાશે.
The countdown begins ⏳
The full schedule for the ICC Women’s Cricket World Cup 2025 is out
Full details ➡ https://t.co/lPlTaGmtat pic.twitter.com/JOsl2lQYpy
— ICC (@ICC) June 16, 2025
પાકિસ્તાન ફાઈનલમાં પહોંચે તો મેચ કોલંબોમાં
વર્લ્ડ કપની મેચો ભારતના બેંગલુરુ, ઈન્દોર, ગુવાહાટી, વિશાખાપટ્ટનમ અને શ્રીલંકાના કોલંબોમાં રમાશે. પહેલી સેમીફાઈનલ 29 ઓક્ટોબરે ગુવાહાટી અથવા કોલંબોમાં રમાશે. જ્યારે બીજી સેમીફાઈનલ 30 ઓક્ટોબરે બેંગલુરુમાં રમાશે. ફાઈનલ 2 નવેમ્બરે બેંગલુરુ અથવા કોલંબોમાં રમાશે. જો પાકિસ્તાનની મહિલા ટીમ સેમીફાઈનલ અને ફાઈનલમાં પહોંચે છે, તો આ મેચો કોલંબોમાં આયોજિત કરવામાં આવશે.
આ પણ વાંચો: IND vs ENG : માતા ICUમાં, છતાં ગૌતમ ગંભીરે ઈંગ્લેન્ડ પાછા ફરવાનો નિર્ણય લીધો
