WTC Final: ટીમ ઈન્ડિયા કોઈ કસર નહીં છોડે, કોહલી અને શુભમન ગિલ એક હાથે કેચની પ્રેક્ટિશ કરી રહ્યા છે-Video

Indian Team Catch Practice: ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલાની આખરી તબક્કાની તૈયારીઓ કરી રહ્યુ છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ખૂબ તૈયારીઓ કરી રહ્યા છે.

WTC Final: ટીમ ઈન્ડિયા કોઈ કસર નહીં છોડે, કોહલી અને શુભમન ગિલ એક હાથે કેચની પ્રેક્ટિશ કરી રહ્યા છે-Video
India Cricket Team fielding catch practice Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 6:24 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ધ ઓવલમાં ચેમ્પિયન બનવા માટે ટક્કર જામશે. 10 વર્ષ બાદ ફરી એકવાર ICC ટ્રોફી જીતવાનો મોકો ભારત સામે આવ્યો છે. ભારતીય મજબૂત ઈરાદાઓ સાથે મેદાનમાં ઉતરી રહી છે. ભારતીય સ્ટાર ક્રિકેટરો IPL 2023 દરમિયાન ફોર્મમાં જોવા મળ્યા હતા. જે ભારતીય ટીમ માટે મોટા ફાયદા રુપે જોવામાં આવી રહ્યુ છે. જોકે આમ છતાં પણ ફિલ્ડીંગમાં કોઈ કચાશ ના રહી જાય અને મોકો ફરી સરકી ના જાય એ માટે પૂરી તૈયારીઓ અંતિમ દિવસોમાં કરાઈ રહી છે.

ભારતીય ટીમના ખેલાડીઓ હાલમાં ખૂબ તૈયારીઓ કરી રહ્યા છે અને પરસેવો વહાવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ બેટિંગ, બોલિંગ ઉપરાંત ફિલ્ડીંગમાં ખૂબજ તૈયારી કરી રહ્યા છે. ફિલ્ડીંગમાં ખાસ કરીને મુશ્કેલ કેચને લઈને ટીમના ખેલાડીઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે. હારનુ કારણ બની શકે એવા કેચ ડ્રોપ ના થાય એ માટે પહેલાથી ટીમ દ્વારા કાળજી લેવાઈ રહી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

મુશ્કેલ કેચની પ્રેક્ટિશ

ટીમ ઈન્ડિયા દરેક વિભાગમાં તૈયારીઓને બારીકાઈથી કરી રહ્યુ છે. ભારતીય ટીમ કોઈ જ કસર હવે છોડવા માંગતુ નથી. ફાઈનલ આડે હવે માત્ર ચારેક દિવસનો જ સમય બચ્યો છે. આ ચાર દિવસના સમયમાં ભારતીય ટીમ અંતિમ તબક્કામાં તમામ કચાસ દૂર કરી દેવા માટે આકાશ પાતાળ એક કરવા સમાન પરિશ્રમ કરી રહી છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પર દરેક ક્ષેત્રે હાવી થવા માટે ઈરાદો રાખે છે, જે ટીમને ટ્રોફી સુધી પહોંચાડી શકે છે.

આ પણ વાંચોઃ  IND vs AUS: જેની ખૂબ ચર્ચા ચાલી રહી છે તે Duke Ball ની શુ છે ખાસિયત, જે બોલ ઓસ્ટ્રેલિયાનો કરી શકે છે ખેલ ખતમ!

ભારતીય ટીમમાં ફિલ્ડીંગ ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. આ માટે સ્લિપમાં પણ પૂરુ ધ્યાન તૈયારીઓ દરમિયાન આપવામાં આવ્યુ છે. ઈંગ્લેંડમાં બોલ સ્વિંગ ખૂબ થતો હોય છે. જેને લઈ બહાર અને આગળના બોલ પર સ્લિપમાં કેચ આવવાની સંભાવના વધારે રહે છે. આવી સ્થિતીમાં મહત્વના કેચ હાથથી છૂટવા ના જોઈએ એ જરુરી છે. કેચ ડ્રોપ કરવો મતલબ ટ્રોફી છૂટી જવાનો ડર રહેલો છે. બેટની કિનારી લઈને આવતા સ્વિંગ બોલની કિનારીને લઈ સ્લિપમાં રહેલો ફિલ્ડર યોગ્ય રીતે કેચ જજ કરી શકતો હોતો નથી, જેને લઈ કેચ ડ્રોપ થવાની સંભાવના વધારે રહે છે.

બે વર્ષ પહેલા પુજારાએ કેચ ડ્રોપ કર્યો હતો

અગાઉ વર્ષ 2021 માં રમાયેલી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભારતની રમત નબળી રહી હતી. જેને લઈ ભારતે ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમની કંગાળ બેટિંગ બાદ ચેતેશ્વર પુજારાની ભૂલ પર માછલા ધોવામાં આવ્યા હતા. પુજારાએ સ્લિપમાં કિવી બેટરનો કેચ ડ્રોપ કર્યો હતો. જે સમયે 55 રનની ન્યુઝીલેન્ડને જરુર હતી. આ સમયે થોડુક દબાણ ભારત વધારી શક્યુ હોત, પરંતુ એ મોકો સરકી ગયો હતો.

આ પણ વાંચોઃ  Dhoni એ ચાહકનો દિવસ બનાવી દીધો! ટ્રાફિક સિગ્નલ પર ફેનની માંગ પર કરી દીધુ આ કામ-Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">