WTC Final 2023: ફાઈનલમાં રવિચંદ્રન અશ્વિનને નહીં હોય સ્થાન? ઓસ્ટ્રેલિયાએ બતાવ્યુ જાડેજા સાથે કોણ હશે ટીમમાં સામેલ
Team India: લંડનના ધ ઓવલ ગ્રાઉન્ડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ આગામી 7મી જૂનથી શરુ થનારી છે. આ દરમિયાન હાલમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પ્રેક્ટિશ કરીને ખૂબ પરસેવો વહાવી રહ્યા છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 7મી જૂનથી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ મેચ રમાનારી છે. લંડનના ધ ઓવલ ગ્રાઉન્ડમાં ટેસ્ટ ચેમ્પિયન બનવા માટે ટક્કર થનારી છે. આ માટે ભારતીય ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ખેલાડીઓ અંતિમ તબક્કાની તૈયારીઓ કરી રહ્યા છે. ભારતીય ટીમના ખેલાડીઓ પણ ખૂબ પરસેવો વહાવી રહ્યા છે. આ દરમિયાન ભારતીય દિગ્ગજ સ્ટાર રવિચંદ્રન અશ્વિન રમશે કે કેમ તેને લઈ ઓસ્ટ્રેલિયા અટકળો લગાવી રહ્યુ છે.
ઓસ્ટ્રેલિયન ટીમમાં હાલમાં ભારતીય ટીમના ફોર્મમાં રહેલા ખેલાડીઓથી ભયનો માહોલ છવાયેલો છે. ભારતીય સ્ટાર ક્રિકેટરો IPL 2023 દરમિયાન જબરદસ્ત ધમાલભર્યુ પ્રદર્શન કર્યુ હતુ, જેને લઈ ઓસ્ટ્રેલિયામાં ચિંતાના માહોલ છે. વિરાટ કોહલી અને શુભમન ગિલ જબરદસ્ત ધમાલ સિઝનની અંતમાં મચાવી ચૂક્યા છે.
ઓસ્ટ્રેલિયન કોચ માને છે, અશ્વિન નહીં રમે!
રવિન્દ્ર જાડેજા આઈપીએલ દરમિયાન પ્રભાવિત કરનારુ પ્રદર્શન કરી ચૂક્યો છે. રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ માટેની ભારતીય ટીમની અંતિમ ઈલેવનમાં સ્થાન મેળવશે. પરંતુ રવિચંદ્રન અશ્વિનને બહાર બેસવુ પડી શકે છે. ઓસ્ટ્રેલિયન સહાયક કોચનુ આમ માનવુ છે, તેમના મતે ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં બોલિંગ આક્રમણને લઈ કેવા સમીકરણ હશે એને લઈ બતાવ્યુ હતુ.
સહાયક કોચ ડેનિયલ વિટ્ટોરીએ બતાવ્યુ હતુ કે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પ્રેક્ટિશ સેશન દરમિયાન ટીમ મેનેજમેન્ટે ભારતીય સંભવિત બોલિંગ આક્રમણને લઈ ખૂબ ચર્ચા કરી હતી. વિટ્ટોરીએ કહ્યુ હતુ કે, અમે આની પર વાત કરી રહ્યા છીએ. મને લાગે છે કે રવિન્દ્ર જાડેજા રમશે કારણ કે તે ઉપયોગી બેટર પણ છે. ચોથો બોલર અને ઓલરાઉન્ડરને લઈ શાર્દૂલ ઠાકૂર અથવા અશ્વિનમાંથી એક હોઈ શકે છે. જોકે બંને સારા વિકલ્પ છે.
આ પણ વાંચોઃ IND vs AUS: જેની ખૂબ ચર્ચા ચાલી રહી છે તે Duke Ball ની શુ છે ખાસિયત, જે બોલ ઓસ્ટ્રેલિયાનો કરી શકે છે ખેલ ખતમ!
રવિચંદ્રન અશ્વિને લઈ વિટ્ટોરીએ કહ્યુ હતુ કે, અશ્વિન એક શાનદાર ખેલાડી છે. મોટેભાગે ટીમના માટે તે પ્રથમ પસંદગી હશે. પરંતુ ઓવલની પરિસ્થિતી મુજબ ટીમ સંયોજનને જોતા તેણે કદાચ બહાર રહેવુ પડી શકે છે. અશ્વિને ઈંગ્લેંડમાં અત્યાર સુધીમાં 7 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 18 વિકેટ ઝડપી હતી. અશ્વિન લંડનના ધ ઓવલ ટેસ્ટમાં માત્ર એખ જ મેચ રમી છે.