IND vs ZIM : ઝિમ્બાબ્વેએ કર્યો મોટો અપસેટ, T20માં ટીમ ઈન્ડિયાને ત્રીજી વખત હરાવ્યું
ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સામેની 5 મેચની T20 શ્રેણીમાં હાર સાથે શરૂઆત કરી છે. શ્રેણીની પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેએ તેમને રનથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમની બેટિંગ સંપૂર્ણપણે ફ્લોપ રહી હતી.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 શ્રેણીની શરૂઆત રોમાંચક મેચ સાથે થઈ છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ હતી. આ મેચ લો સ્કોરિંગ હતી, જ્યાં બંને ટીમના બેટ્સમેનો રન માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. જેના કારણે ટીમ ઈન્ડિયાને 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે, BCCIએ આ સિરીઝ માટે સિનિયર ખેલાડીઓને આરામ આપ્યો છે અને શુભમન ગિલની કેપ્ટન્સીમાં યુવા ટીમ આ પ્રવાસ પર છે.
ઝિમ્બાબ્વેની ટીમ 115 રનમાં ઓલઆઉટ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બોલરોએ પણ સારું પ્રદર્શન કર્યું હતું અને ઝિમ્બાબ્વેના બેટ્સમેનોને મેદાન પર ટકી રહેવા દીધા ન હતા. પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવર રમી શકી અને 9 વિકેટના નુકસાન પર માત્ર 115 રન જ બનાવી શક્યા. ઝિમ્બાબ્વે તરફથી ક્લાઈવ મડાન્ડેએ સૌથી વધુ અણનમ 29 રન બનાવ્યા હતા. જ્યારે ડીયોન માયર્સે 23 રનનું યોગદાન આપ્યું હતું. બ્રાયન જોન બેનેટે પણ 15 બોલમાં 22 રન બનાવ્યા હતા. બીજી તરફ ટીમ ઈન્ડિયા તરફથી રવિ બિશ્નોઈએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરને પણ 2 અને મુકેશ કુમાર-અવેશ ખાનને 1-1 વિકેટ મળી હતી.
Fantastic performance by Zimbabwe in the first T20I against India #ZIMvIND | : https://t.co/fo9Ow4hvG9 pic.twitter.com/s4TCUfdYSL
— ICC (@ICC) July 6, 2024
ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ રહી હતી
આ ટાર્ગેટના જવાબમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ શરૂઆતથી જ ખરાબ રહી હતી. ટીમ ઈન્ડિયાએ પાવર પ્લેમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી અને પછી ટીમના આ શરૂઆતી આંચકામાંથી કોઈ પણ બેટ્સમેન બહાર નીકળી શક્યો નહોતો. જેના કારણે 116 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 102 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ 31 રન બનાવ્યા. આ સિવાય કોઈ યોગ્ય બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. આ ખરાબ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાને ઝિમ્બાબ્વે સામે T20I ક્રિકેટના ઈતિહાસમાં ત્રીજી હારનો સામનો કરવો પડ્યો.
The match went down till the very last over but it’s Zimbabwe who win the 1st T20I.#TeamIndia will aim to bounce back in the 2nd T20I tomorrow.
Scorecard ▶️ https://t.co/r08h7yfNHO#ZIMvIND pic.twitter.com/FLlBZjYxCb
— BCCI (@BCCI) July 6, 2024
ત્રણેય ડેબ્યુટન્ટ સસ્તામાં આઉટ થયા હતા
આ મેચમાં અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ અને રેયાન પરાગે ટીમ ઈન્ડિયા માટે ટી20માં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ કોઈ પણ બેટ્સમેન લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો. અભિષેક શર્માએ 4 બોલનો સામનો કર્યો અને ખાતું ખોલાવ્યા વગર પોતાની વિકેટ ગુમાવી દીધી. આ પછી રિયાન પરાગ પણ પોતાની ડેબ્યૂ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. આ મેચમાં રિયાન પરાગે 3 બોલમાં માત્ર 2 રન જ રમ્યા હતા. જ્યારે ધ્રુવ જુરેલે 14 બોલનો સામનો કર્યો અને 1 ફોરની મદદથી માત્ર 6 રન બનાવ્યા.
આ પણ વાંચો: ખેલ જગત માટે દુઃખદ સમાચાર, મેચ દરમિયાન આ ખેલાડીને આવ્યો એટેક, પુત્રની સામે થયું પિતાનું મોત