IND VS WI: ભારતીય ખેલાડીઓ હવે નહીં છોડે કેચ? ડોમિનિકામાં ટીમ ઈન્ડિયાની ખાસ કેચિંગ પ્રેક્ટિસ, જુઓ Video

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈથી ડોમિનિકામાં પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થશે અને ટીમ ઈન્ડિયા તેની તૈયારીમાં કોઈ કસર છોડી રહી નથી. ખેલાડીઓ સખત પ્રેક્ટિસ કરી રહ્યા છે જેમાં ટીમની ફિલ્ડિંગને સુધારવા એક અલગ પ્રેક્ટિસ પણ શરૂ કરી હતી.

IND VS WI: ભારતીય ખેલાડીઓ હવે નહીં છોડે કેચ? ડોમિનિકામાં ટીમ ઈન્ડિયાની ખાસ કેચિંગ પ્રેક્ટિસ, જુઓ Video
Team India catching practice
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 8:36 PM

ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનાર બે મેચની ટેસ્ટ શ્રેણીની તૈયારીમાં વ્યસ્ત છે. આ માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ડોમિનિકા પહોંચી ગયા છે, જ્યાં 12 જુલાઈથી પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થશે. આ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પ્રેક્ટિસમાં વ્યસ્ત છે. ખેલાડીઓ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. BCCIએ સોમવારે ખેલાડીઓની પ્રેક્ટિસનો એક Video પોસ્ટ કર્યો છે, જેમાં વિરાટ કોહલી, અજિંક્ય રહાણે સહિત ઘણા ખેલાડીઓ અલગ અને નવીન પ્રકારની પ્રેક્ટિસ કરી રહ્યા છે.

ફિલ્ડિંગ સુધારવા માટે ખાસ પ્રેક્ટિસ

પ્રેક્ટિસ સેશનમાં બેટિંગ, બોલિંગ ઉપરાંત ફિલ્ડિંગની પ્રેક્ટિસ પણ કરવામાં આવે છે અને ટીમ ઈન્ડિયાએ પોતાની ફિલ્ડિંગ સુધારવા માટે એક ખાસ પ્રેક્ટિસ શરૂ કરી હતી, જેનાથી ટીમના ખેલાડીઓને કેચિંગમાં ફાયદો થશે. આ માટે ટીમ ઈન્ડિયાએ રંગબેરંગી એક ત્રિકોણાકાર વસ્તુથી કેચ કરવાની પ્રેક્ટિસ કરી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ટીમ ઈન્ડિયાની કલરફૂલ ડ્રિલ

BCCI દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં કેટલાક ખેલાડીઓ ગ્રુપ બનાવીને અલગ-અલગ પ્રેક્ટિસ કરી રહ્યા છે. કેએસ ભરત, ઈશાન કિશન, વિરાટ કોહલી, શુભમન ગિલ, અજિંક્ય રહાણે, રવિચંદ્રન અશ્વિન આ ગ્રુપમાં છે. રાહુલ દ્રવિડ આ ખેલાડીઓ પર ચાંપતી નજર રાખી રહ્યો છે. આ તમામ ખેલાડીઓ એક રંગીન વસ્તુને ત્રણ ખૂણાથી હવામાં ઉછાળે છે અને પછી તેને એક હાથથી પકડે છે. તમામ ખેલાડીઓ આ પ્રેક્ટિસ મસ્તીથી કરી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન રહાણેએ એવું કઇંક કર્યું કે બધા હસી પડ્યા.

પ્રેક્ટિસ સેશનમાં મસ્તી

કોહલીએ રહાણેને કેચ કરવા માટે આ વસ્તુ તેના તરફ ફેંકી હતી, જેને રહાણેએ પકડવાની કોશિશ કરી પરંતુ તે કેચ કરી શક્યો નહીં અને ત્યારબાદ તમામ ખેલાડીઓ તેના પર હસવા લાગ્યા. જ્યારે રહાણેને કેચ કરવાનો મોકો મળ્યો ત્યારે તેણે એક પગ પાછળ લીધો અને આગળનો પગ ઊંચો કરીને કેચ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પકડી શક્યો નહીં. કોહલી સહિત બાકીના ખેલાડીઓ રહાણેની આ હરકત પર હસવા લાગ્યા હતા. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ તેમની આંખો અને મૂવમેન્ટને તેજ કરવા માટે આ કવાયત કરી હતી. ટીમ ઈન્ડિયાની સ્લિપ ફિલ્ડિંગ બહુ સારી નથી અને આ કવાયતથી ખેલાડીઓને સ્લિપમાં કેચ પકડવામાં ફાયદો થશે.

આ પણ વાંચો : Sachin Tendulkar Family Tree : પિતા કવિ, માતા ઇંશ્યોરન્સ એજન્ટ અને પુત્ર ક્રિકેટર, બહેને આપ્યું હતું પ્રથમ બેટ, જાણો સચિન તેંડુલકરના પરિવાર વિશે

રોહિત શર્માએ પ્રેક્ટિસ ન કરી

ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ પ્રેક્ટિસમાં દેખાયા હતા પરંતુ ટીમનો કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ કરવા આવ્યો ન હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટીમનું વૈકલ્પિક તાલીમ સત્ર હતું અને તેથી રોહિતે આરામ કરવાનો નિર્ણય કર્યો હતો. તેના સિવાય મોટા ભાગના ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી હતી. કોહલી, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રહાણેએ નેટ્સમાં બેટિંગ કરી હતી જ્યારે મોહમ્મદ સિરાજ, જયદેવ ઉનડકટે બોલિંગ કરી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">