IND vs WI: અક્ષર પટેલે ચલાવ્યુ કમાલનુ બેટ, ધોનીનો 17 વર્ષ જુનો રેકોર્ડ તોડી દીધો

ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે (Axar Patel) વ્હાઈટ બોલની ક્રિકેટમાં પ્રથમ વખત આટલું શાનદાર પ્રદર્શન કર્યું. બોલની સાથે તેનું બેટ પણ જોરદાર બોલ્યુ હતું, ભારતની શાનદાર જીતમાં તેણે જબરદસ્ત ઈનીંગ રમી હતી.

IND vs WI: અક્ષર પટેલે ચલાવ્યુ કમાલનુ બેટ, ધોનીનો 17 વર્ષ જુનો રેકોર્ડ તોડી દીધો
Axar Patel મેચનો હિરો રહ્યો હતો (Photo AFP)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 9:48 AM

અક્ષર પટેલે (Axar Patel) વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડે માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પોર્ટ ઓફ સ્પેનમાં તેણે પહેલા બોલથી જાદુ દેખાડ્યો, પછી તેનું બેટ ગર્જ્યું હતુ. જ્યારે ભારતીય ઓલરાઉન્ડરનું બેટ ગર્જના કરતું હતું, ત્યારે ભારતને એક વખત મુશ્કેલ વિજય મળ્યો હતો. ભારતીય ઓલરાઉન્ડરે સફેદ બોલની ક્રિકેટમાં તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. તેણે 9 ઓવરમાં 4.44 ની એવરેજથી 40 રન આપીને એક વિકેટ લીધી હતી. આ પછી તેણે 35 બોલમાં અણનમ 64 રન ફટકારીને ભારત (Indian Cricket Team) ને 2 વિકેટે જીત અપાવી હતી. તે મેચનો હિરો રહ્યો હતો, તેને મેન ઓફ ધ મેચનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

ધોનીની સ્ટાઈલમાં અપાવી જીત

આ સાથે અક્ષરે ટીમને શ્રેણીમાં 2-0 થી લીડ અપાવી હતી. તેણે 27 બોલમાં તેની પ્રથમ વનડે અડધી સદી પૂરી કરી. તે વેસ્ટ ઈન્ડિઝમાં ODI ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે એમએસ ધોનીની સ્ટાઈલમાં છેલ્લા બોલે સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી હતી. આટલું જ નહીં તેણે ધોનીનો 17 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના 312 રનના ટાર્ગેટના જવાબમાં ભારત એક વખત મેચ હારી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. એક સમયે ભારતને જીતવા માટે છેલ્લી 10 ઓવરમાં 100 રનની જરૂર હતી, જે અશક્ય લાગતું હતું, પરંતુ અક્ષરે આ અશક્ય લક્ષ્યને શક્ય બનાવ્યું. તેણે પોતાની આ ઇનિંગમાં 3 ફોર અને 5 સિક્સર ફટકારી હતી.

ધોનીનો જૂનો રેકોર્ડ પણ તૂટી ગયો

ODI ક્રિકેટમાં સફળતાપૂર્વક લક્ષ્ય હાંસલ કરીને તે નંબર 7 અથવા નીચલા ક્રમમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ધોનીના નામે હતો. તેણે 2005માં ઝિમ્બાબ્વે સામે 3 સિક્સર ફટકારી હતી. યુસુફ પઠાણે 2011માં સાઉથ આફ્રિકા અને આયર્લેન્ડ સામે બે વખત ધોનીના રેકોર્ડની બરાબરી કરી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

વિજય બાદ અક્ષરે કહ્યું કે મને લાગે છે કે તે ખાસ છે. મુશ્કેલ સમયમાં ઇનિંગ્સ રમી અને શ્રેણી જીતવામાં યોગદાન આપ્યું. અમે આઈપીએલમાં પણ આવું કર્યું છે. તેણે વધુમાં કહ્યું કે હું લગભગ 5 વર્ષ પછી વનડે રમી રહ્યો છું અને મારી ટીમ માટે આવું પ્રદર્શન કરવા માંગતો હતો. અક્ષર છેલ્લી મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. 2017 પછી, તે ભારતીય ODI ટીમમાં પાછો ફર્યો.

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">