Sri Lanka: 7 વર્ષ અને 10 મહિના પછી સદી ફટકારનાર શ્રીલંકાના પૂર્વ કપ્તાને લીધી નિવૃત્તિ

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન લાહિરુ થિરિમાને નિવૃત્તિની જાહેરાત કરી હતી. લાહિરુ થિરિમાનેએ શ્રીલંકાને એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Sri Lanka: 7 વર્ષ અને 10 મહિના પછી સદી ફટકારનાર શ્રીલંકાના પૂર્વ કપ્તાને લીધી નિવૃત્તિ
Lahiru Thirimanne
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 9:50 PM

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન લાહિરુ થિરિમાને (Lahiru Thirimanne) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. લાહિરુએ શનિવારે પોતાની 13 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહ્યું. તેણે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે લખ્યું કે દેશ માટે રમવું તેના માટે સન્માનની વાત છે. આ રમતે તેને ઘણું આપ્યું છે.

લાહિરુ થિરિમાનેએ લીધી નિવૃત્તિ

લાહિરુએ કહ્યું કે તેના માટે નિવૃત્તિનો નિર્ણય લેવો ઘણો મુશ્કેલ હતો. એક ખેલાડી તરીકે તેણે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે વધુમાં કહ્યું કે નિવૃત્તિનો નિર્ણય લેવો તેના માટે ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ કયા કારણોથી નિવૃત્તિ લઈ રહ્યો છે તે વિશે અહીં કહી શકતો નથી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Why didnt the super over between India and Bangladesh take place despite the match being tied

Lahiru Thirimanne

લાહિરુની કારકિર્દી

લાહિરુની કારકિર્દીની વાત કરીએ તો, તેણે 2010માં ભારત સામેની ODIમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે 44 ટેસ્ટમાં 3 સદી અને 10 અડધી સદી સહિત 2088 રન બનાવ્યા છે, જ્યારે વનડેમાં 3194 રન બનાવ્યા છે જેમાં 4 વનડે અને 21 અડધી સદી ફટકારી છે, આ સિવાય 26 T20 મેચમાં 291 રન બનાવ્યા હતા.

7 વર્ષ બાદ ફરકારી હતી સદી

લાહિરુએ 2011માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને તેણે 2013માં ટેસ્ટમાં પ્રથમ સદી ફટકારી હતી. મેડન ટેસ્ટ સદી બાદ તે 7 વર્ષ 10 મહિના સુધી એકપણ સદી ફટકારી શક્યો ન હતો. 2021માં તેની બીજી ટેસ્ટ સદી તેના બેટમાંથી નીકળી હતી. લાહિરુ 2014માં T20 વર્લ્ડ કપ અને એશિયા કપ 2014 જીતનાર શ્રીલંકાની ટીમનો પણ ભાગ હતો. એશિયા કપમાં તે પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો.

આ પણ વાંચો : IND vs WI: આંખોમાં આંસુ, ગળે લગાડીને કર્યું ચુંબન, વેસ્ટ ઈન્ડિઝમાં વિરાટ કોહલીને મળ્યો માતાનો પ્રેમ, જુઓ Video

એશિયન ગેમ્સમાં શ્રીલંકાની કરી હતી કપ્તાની

લાહિરુએ 2014ની એશિયન ગેમ્સમાં શ્રીલંકાની ટીમની કેપ્ટનશિપ કરી અને ટીમને ચેમ્પિયન બનાવી હતી. વરસ 2019માં, જ્યારે શ્રીલંકાના નિયમિત ODI અને T20 કેપ્ટન સહિત 10 ખેલાડીઓએ પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઈનકાર કર્યો, ત્યારે લાહિરુને કેપ્ટન તરીકે પાકિસ્તાન મોકલવામાં આવ્યો હતો, જો કે શ્રીલંકા તે વનડે શ્રેણી 0-2થી હારી ગયું હતું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">