IND vs WI: રવિન્દ્ર જાડેજાની વિકેટ પર અમ્પાયરની ભયંકર ભૂલ, ખોટો રિપ્લે બતાવી આપ્યો આઉટ
પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટના બીજા દિવસે રવિન્દ્ર જાડેજાએ મજબૂત અડધી સદી ફટકારી અને વિરાટ કોહલી સાથે દમદાર ભાગીદારી કરી હતી. જો કે તે પોતાની ઇનિંગ્સને મોટા સ્કોરમાં બદલી શક્યો નહોતો.
ભારત (Team India) અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં અત્યાર સુધી માત્ર બેટ અને બોલની જ એક્શન જોવા મળી છે. આ શ્રેણીમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો વિવાદ થયો નથી અને બંને ટીમો અને ચાહકો આશા રાખશે કે તે આવું જ રહે. જો કે, મોટો હંગામો થતો રહી ગયો હતો, જેનું કારણ ખેલાડીઓ વચ્ચેની અથડામણ નહીં, પરંતુ એક ભૂલ હતી જે ભાગ્યે જ જોવા મળે છે. તે એક ભૂલ હતી – ખોટો DRS રિપ્લે અને તેનો શિકાર બન્યો રવિન્દ્ર જાડેજા.
રવિન્દ્ર જાડેજાની ફિફ્ટી
પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયા તેની પ્રથમ ઈનિંગમાં સ્કોરને મજબૂત રીતે આગળ ધપાવી રહી હતી. વિરાટ કોહલીની સદી પહેલા સેશનમાં પૂરી થઈ હતી અને રવિન્દ્ર જાડેજાએ પણ અડધી સદી ફટકારી હતી. પછી કંઈક એવું બન્યું, જેણે મૂંઝવણની સ્થિતિ ઊભી કરી હતી.
થર્ડ અમ્પાયરે આઉટ આપ્યો
પહેલા સેશનની રમતમાં ભારતીય ઇનિંગ્સની 104મી ઓવર ચાલી રહી હતી. જાડેજાએ વિન્ડીઝના ફાસ્ટ બોલર કેમાર રોચના ઓફ સ્ટમ્પની બહાર બોલ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થયો ન હતો. બોલ વિકેટકીપર પાસે ગયો અને કેચ માટે જોરદાર અપીલ થઈ. જ્યારે અમ્પાયરે નોટ આઉટ આપ્યો ત્યારે વિન્ડીઝના કેપ્ટને રિવ્યુ લીધો અને અહીં જ આખી ગડબડ થઈ ગઈ.
DRS scam 2023. Jadeja’s wicket was robbed. @ICC @BCCI @imjadeja @imVkohli pic.twitter.com/FAbXKihW0S
— Human_Insaan🇮🇳 (@Alishan_53) July 21, 2023
સ્નીકોમીટર પર હિલચાલ બાદ થયું કન્ફ્યુઝન
જલદી રિપ્લે રિવ્યુ માટે ચલાવવામાં આવ્યો, તે દર્શાવે છે કે જ્યારે બોલ બેટની નજીકથી પસાર થતો હતો ત્યારે સ્નીકોમીટર પર હિલચાલ હતી. આવી સ્થિતિમાં, ત્રીજા અમ્પાયરે મેદાન પરના અમ્પાયરને નિર્ણય બદલવા માટે કહ્યું અને તેને આઉટ આપવામાં આવ્યો.
એક મોટી ભૂલ, છતાં કોઈ હંગામો ન થયો
પહેલી નજરે તો આમાં કોઈ વાંધો નહોતો, પરંતુ કોમેન્ટ્રી દરમિયાન થોડા સમય બાદ એક કોમેન્ટેટર આમાં મોટો ખુલાસો કર્યો. વાસ્તવમાં, મેચના પ્રસારણકર્તાએ DRSમાં જાડેજાના જૂના શોટનો રિપ્લે જોયો હતો. આમાં, સ્નિકોમીટર પર દેખાતી હિલચાલ બેટના બોલને અથડાવાને કારણે નહીં, પરંતુ બેટ પેડ સાથે અથડાવાને કારણે હતી.
Ravindra Jadeja with his bat in Test innings since 2022:
175*, 4, 22, 104, 23, 70, 26, 4, 7, 28, 48, 0, 37*, 61.
•Innings – 14 •Runs – 609 •Average – 50.75 •Hundreds – 2 •Fifties – 2
Take a bow, Sir Jadeja.!! pic.twitter.com/yAhEiydwUr
— CricketMAN2 (@ImTanujSingh) July 21, 2023
જાડેજા આઉટ હતો
હવે આ એક એવી ભૂલ હતી જેના પર મોટો હોબાળો થવાની ખાતરી હતી અને સવાલો ઉભા થવાના હતા. તો પછી આ હંગામો કેમ ન થયો? સરળ જવાબ છે – જાડેજા આઉટ હતો. કોમેન્ટેટરે આ તરફ ધ્યાન દોરતાની સાથે જ સાચો રિપ્લે ચલાવવામાં આવ્યો અને તે દર્શાવે છે કે બોલ જાડેજાના બેટની ધારને સ્પર્શી ગયો હતો અને તે આઉટ હતો.
આ પણ વાંચો : દિલ્હી હાઈકોર્ટમાંથી વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને મોટી રાહત, એશિયન ગેમ્સમાં જવાનો રસ્તો થયો સાફ
જાડેજાનું દુર્ભાગ્ય
હવે તેને જાડેજાનું દુર્ભાગ્ય કહો કે બ્રોડકાસ્ટરનું નસીબ કહો, મોટી ભૂલ હોવા છતાં કોઈ મોટો હોબાળો થયો ન હતો અને ખોટા રિપ્લે છતાં નિર્ણય સાચો રહ્યો હતો.