યુઝવેન્દ્ર ચહલે Live મેચમાં સાઉથ આફ્રિકાના ખેલાડીને મારી લાત, ઘટના કેમેરામાં થઈ કેદ, જુઓ વીડિયો

TV9 GUJARATI

|

Updated on: Oct 03, 2022 | 2:46 PM

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગુવાહાટીમાં રમાયેલી બીજી T20 મેચમાં યુઝવેન્દ્ર ચહલે, પ્રવાસી દક્ષિણ આફ્રિકાની ટીમના ખેલાડીને મેદાનમાં લાત મારી હતી.

યુઝવેન્દ્ર ચહલે Live  મેચમાં સાઉથ આફ્રિકાના ખેલાડીને મારી લાત, ઘટના કેમેરામાં થઈ કેદ, જુઓ વીડિયો
મસ્તીના મુડમાં જોવા મળ્યો ચહલ
Image Credit source: Twitter

India Vs South Africa : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગુવાહાટીમાં રમાયેલી બીજી T20 મેચમાં યુઝવેન્દ્ર ચહલે પ્રવાસી ટીમના ખેલાડી તબરેઝ શમ્સીને લાત મારી હતી, જે કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ લક્ષ્યનો પીછો કરી રહી હતી ત્યારે તેણે શમ્સીને લાત મારી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત ઓવરમાં 3 વિકેટે 237 રન બનાવ્યા હતા. ભારતના 238 રનના મોટા ટાર્ગેટના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 3 વિકેટે 221 રન જ બનાવી શકી હતી.

ભારતે 16 રનથી આ મેચ જીતી એક સિરીઝ પહેલા જ સિરીઝ પોતાને નામ કરી લીધી હતી. સાઉથ આફ્રિકાના ક્વિટન ડિ કૉક અને એડન માર્કરમની સાથે ઈનિગ્સ સંભાળવાની કોશિષ કરી રહ્યો હતો તે દરમિયાન બ્રેક ટાઈમમાં ચહલ શમ્સીની સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો.

મસ્તીના મુડમાં જોવા મળ્યો ચહલ

ચહલ અને શમ્સી પોત-પોતાની ટીમની પ્લેઈગ ઈલેવનનો ભાગ હતા નહિ પરંતુ બ્રેક ટાઈમમાં પાની લઈ બંન્ને મેદાન પર પહોંચ્યા હતા. આ દરમિયાન ચહલ મસ્તીના મુડમાં જોવા મળ્યો હતો. તેને સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચમાં તક મળી નથી પરંતુ તે મેદાન પર વર્ચસ્વ જમાવવાની કોઈ તક છોડતો નથી

સારા મિત્રો છે શમ્સી અને ચહલ

ભારતીય ફાસ્ટ બોલર ચહલે શમ્સીને પાછળથી લાત મારી હતી બંન્ને સારા મિત્રો છે. ચહલ અને શમ્સી બંન્ને આઈપીએલમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમી ચૂક્યા છે. શમ્સી 2016 થી 2018 સુધી આરસીબીની ટીમનો ભાગ હતા. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટી20 મેચની વાત કરીએ તો ભારતીય ફાસ્ટ બોલરોએ સાઉથ આફ્રિકાને 1 રન પર 2 ઝટકા આપ્યા હતા.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટી20 શ્રેણી ભારતીય ટીમે પોતાના નામે કરી લીધી છે. ભારતે ઐતિહાસિક જીત મેળવી છે, તો દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વાર ભારતમાં શ્રેણી ગુમાવી છે. ભારતે ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા 3 વિકેટ ગુમાવી 237 રનનુ ટાર્ગેટ પ્રવાસી દક્ષિણ આફ્રિકાની ટીમને આપ્યુ હતુ. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી. ભારતીય ઓપનીંગ જોડી રોહિત શર્મા અને કેએલ રાહુલે જબરદસ્ત શરુઆત 96 રનની ભાગીદારી રમત વડે આપી હતી. સૂર્યાકુમાર યાદવે તોફાની અડધી સદી નોંધાવી હતી. આમ ભારતે વિશાળ સ્કોર ખડક્યો હતો. જવાબમાં ડેવિડ મિલરે તોફાની સદી ફટકારી હતી. ક્વિન્ટન ડિકોકે પણ અડધી સદી નોંધાવી હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati