IND vs SA: જોહાનિસબર્ગ ટેસ્ટ બીજા દિવસે રોમાંચક રહી, શાર્દુલ ઠાકુરે ઝડપી 7 વિકેટ, પૂજારા-રહાણેની બેટિંગે રંગ જમાવ્યો!

ભારતે પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાને 229 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારતે બીજા દાવમાં 2 વિકેટ ગુમાવી દીધી, લીડ 50ને પાર કરી ગઈ.

IND vs SA: જોહાનિસબર્ગ ટેસ્ટ બીજા દિવસે રોમાંચક રહી, શાર્દુલ ઠાકુરે ઝડપી 7 વિકેટ, પૂજારા-રહાણેની બેટિંગે રંગ જમાવ્યો!
Shardul Thakur
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 9:39 PM

જોહાનિસબર્ગ ટેસ્ટ (Johannesburg Test) ના બીજા દિવસે આ મેચ ખૂબ જ રોમાંચક બને તેવી શક્યતાઓ ઉભી થઈ છે. બીજા દિવસે દક્ષિણ આફ્રિકા (South Africa) નો પ્રથમ દાવ 229 રનમાં સમેટાઈ ગયો હતો. દક્ષિણ આફ્રિકાને ચોક્કસપણે 27 રનની લીડ મળી હતી પરંતુ બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા (Team India) એ ઝડપી બેટિંગ કરી હતી.

ભારતે બીજા દાવમાં શરૂઆતમાં કેએલ રાહુલ (KL Rahul) અને મયંક અગ્રવાલની વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ આ પછી ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) અને અજિંક્ય રહાણે (Ajinkya Rahane) એ ઝડપી બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને 2 વિકેટે 85 રન સુધી પહોંચાડી દીધી હતી. રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયા પાસે 58 રનની મહત્વની લીડ છે. પૂજારા 35 અને રહાણે 11 રને અણનમ છે.

બીજા દિવસે, શાર્દુલ ઠાકુરે તેના તરખાટના જોરે વર્ચસ્વ જમાવ્યું હતું. જમણા હાથના ફાસ્ટ બોલરે માત્ર 61 રનમાં 7 વિકેટ ઝડપી હતી, જે તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.તે દક્ષિણ આફ્રિકા સામે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ભારતીય બોલર પણ બન્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

દક્ષિણ આફ્રિકા તરફથી કીગન પીટરસન અને ટેમ્બા બાવુમાએ બેટિંગ કરીને પોતાની તાકાત બતાવી હતી. કીગને તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી અને 62 રન બનાવ્યા. ટેમ્બા બાવુમાએ 60 બોલમાં 51 રન બનાવ્યા હતા. માર્કો યેન્સન, વેરીન અને મહારાજે પણ 21-21 રનની ઇનિંગ રમી હતી.

રાહુલ-મયંક નિષ્ફળ રહ્યા, રહાણે-પુજારાએ પોતાની ક્ષમતા બતાવી

બીજા દાવમાં ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેપ્ટન કેએલ રાહુલ 7મી ઓવરમાં માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલે માર્કો યેન્સનની બોલ પર ખરાબ શોટ રમ્યો હતો અને સ્લિપમાં ઉભેલા માર્કરમે તેનો કેચ પકડ્યો હતો. બીજા ઓપનર મયંક અગ્રવાલે સારા શોટ રમ્યા અને 5 ચોગ્ગા ફટકાર્યા. પરંતુ એક ખરાબ નિર્ણયથી તેની ઇનિંગ્સનો અંત આવ્યો.

મયંક અગ્રવાલે 12મી ઓવરમાં ડુઆન ઓલિવિયરની સીધી ડિલિવરી છોડી અને અમ્પાયરે તેને એલ્બડબલ્યુ આપ્યો હતો. મયંક 23 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી અત્યંત ખરાબ ફોર્મમાં રહેલા ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે ક્રિઝ પર ઉતર્યા હતા. ચેતેશ્વર પૂજારાએ બધાને ચોંકાવી દીધા અને ઝડપી રન બનાવ્યા. આ જમણા હાથના બેટ્સમેને બહુ ઓછા સમયમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે ઘણા આક્રમક શોટ રમ્યા.

બીજી તરફ અજિંક્ય રહાણે પણ સારી લયમાં જોવા મળ્યો હતો. બંને બેટ્સમેનોએ ત્રીજી વિકેટ માટે માત્ર 52 બોલમાં 41 રનની ભાગીદારી કરી હતી.

શાર્દુલ જોહાનિસબર્ગનો ‘લોર્ડ’ બન્યો

દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસે પ્રથમ કલાક સુધી કોઈ વિકેટ ગુમાવી ન હતી, પરંતુ બોલ શાર્દુલ ઠાકુરના હાથમાં આવતાની સાથે જ રમત સંપૂર્ણપણે પલટાઈ ગઈ હતી. શાર્દુલે તેની 5 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. તેણે ડીન એલ્ગર, પીટરસન અને દુસાનની વિકેટ લીધી હતી. તેમ્બા બાવુમાએ લંચ બાદ દક્ષિણ આફ્રિકાની કમાન સંભાળી હતી.

આ જમણા હાથના બેટ્સમેને અડધી સદી ફટકારી હતી. પરંતુ શાર્દુલ ઠાકુરે દક્ષિણ આફ્રિકાની કોઈપણ જોડીને મોટા રન બનાવવા દીધા ન હતા. શાર્દુલ ઠાકુરે ટેમ્બા બાવુમાની વિકેટ લીધી, તેની કારકિર્દીમાં પ્રથમ વખત પાંચ વિકેટ લીધી અને છેલ્લી બે વિકેટ લઈને તેણે દક્ષિણ આફ્રિકાના કોઈપણ એશિયન બોલર કરતાં શ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવ્યું.

Latest News Updates

ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
g clip-path="url(#clip0_868_265)">