IND vs PAK : ભારતે પાકિસ્તાનને 2 રનથી હરાવ્યું, ભારતીય બેટ્સમેનોએ પાકિસ્તાની બોલરોની કરી જબરદસ્ત ધુલાઈ
હોંગકોંગ સિક્સેસ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 2 રનથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા ભારતે 86 રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાને 3 ઓવરમાં 41 રન બનાવ્યા, પરંતુ વરસાદને કારણે મેચ રોકી દેવામાં આવી, અને ભારત ડકવર્થ-લુઈસ નિયમ અનુસાર મેચ જીત્યું.

ભારતે હોંગકોંગ સિક્સીસની સૌથી રોમાંચક મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. પાકિસ્તાન મેચ જીતી શક્યું હોત, પરંતુ મોંગ કોકમાં વરસાદને કારણે ભારત ડકવર્થ-લુઈસ નિયમના આધારે 2 રનથી જીત્યું હતું. 87 રનના લક્ષ્યનો પીછો કરતા, પાકિસ્તાન સારી બેટિંગ કરી રહ્યું હતું. પાકિસ્તાને 3 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 41 રન બનાવ્યા હતા, પરંતુ ભારે વરસાદને કારણે રમત બંધ થઈ ગઈ. મેચ ફરી શરૂ થઈ શકી નહીં, અને ડકવર્થ-લુઈસ નિયમનો ઉપયોગ કરીને પરિણામ નક્કી કરવામાં આવ્યું. આ નિયમ મુજબ પાકિસ્તાન ભારતથી 2 રન પાછળ હતું અને તેથી પાકિસ્તાન હારી ગયું.
રોબિન ઉથપ્પાએ સારું પ્રદર્શન કર્યું
ભારતીય કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ હારી ગયો અને પાકિસ્તાને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું. ભારત નિર્ધારિત છ ઓવરમાં 86 રન બનાવી શક્યું. ભારત તરફથી રોબિન ઉથપ્પાએ સૌથી વધુ 28 રન બનાવ્યા. તેણે 11 બોલમાં ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. ભરત ચિપલીએ 13 બોલમાં બે છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 24 રન બનાવ્યા. દિનેશ કાર્તિકે પણ છ બોલમાં એક છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા, અને 17 રન બનાવી અણનમ રહ્યો.
What. A. Game. India edge past Pakistan in a thriller worthy of the India–Pakistan name!
Electric atmosphere, incredible moments — that’s Sixes cricket!#HK6s #MatchResult #HongKongSixes #India #Pakistan #CricketCarnival #M品牌 #大型體育活動事務委員會 #政府資助計劃… pic.twitter.com/yJzcDPW41I
— Hong Kong Sixes (@HongKongSixes) November 7, 2025
બિન્નીના ઓવરથી બદલાયું મેચનું પરિણામ
સ્ટુઅર્ટ બિન્ની બેટિંગમાં નિષ્ફળ ગયો પણ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. સ્ટુઅર્ટ બિન્નીએ બીજી ઓવર ફેંકી હતી, જેમાં તેણે માત્ર 7 રન આપ્યા અને એક વિકેટ પણ લીધી. આ ઓવરમાં તેણે માઝ સદકતને આઉટ કર્યો હતો. આ ઓવરના કારણે વરસાદ બાદ પાકિસ્તાન ભારતથી 2 રન પાછળ રહ્યું, જેના કારણે ભારતનો વિજય નિશ્ચિત થયો.
પાકિસ્તાની બોલરોનું પ્રદર્શન
પાકિસ્તાનનો સૌથી સફળ બોલર મોહમ્મદ શહઝાદ હતો, જેણે એક ઓવરમાં 15 રન આપીને બે વિકેટ લીધી. અબ્દુલ સમદે 16 રન આપીને એક વિકેટ લીધી. શાહિદ અઝીઝે એક ઓવરમાં 13 રન આપ્યા. ડાબોડી સ્પિનર માઝ સદકતે બે ઓવરમાં માત્ર 19 રન આપ્યા.
Fun start to Hong Kong Sixes Winning against pak pic.twitter.com/3GepZfhkfw
— DK (@DineshKarthik) November 7, 2025
પાકિસ્તાનની ટીમઃ ખ્વાજા નાફે, અબ્દુલ સમદ, મુઆઝ સદાકત, શાહિદ અઝીઝ, અબ્બાસ આફ્રિદી, મુહમ્મદ શહઝાદ.
ભારતની ટીમઃ દિનેશ કાર્તિક, રોબિન ઉથપ્પા, સ્ટુઅર્ટ બિન્ની, અભિમન્યુ મિથુન, ભરત ચિપલી, શાહબાઝ નદીમ.
આ પણ વાંચો: IND vs AUS: શિવમ દુબેએ 25 હજારનો બોલ ગાયબ કર્યો, 106 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો, જુઓ વીડિયો
