IND vs AUS: શિવમ દુબેએ 25 હજારનો બોલ ગાયબ કર્યો, 106 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો, જુઓ વીડિયો
ઓસ્ટ્રેલિયા સામેની ચોથી T20Iમાં શિવમ દુબેએ 18 બોલમાં 22 રન બનાવ્યા. પોતાની ઈનિંગ દરમિયાન, દુબેએ 106 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો. સાથે જ તે બોલની પણ ખૂબ ચર્ચા થઈ જેને દુબેએ ખોઈ નાખ્યો હતો. જાણો કેમ.

ઓસ્ટ્રેલિયા સામેની ચોથી T20માં શિવમ દુબેએ એક સિક્સર ફટકારી જેના કારણે રમત થોડી મિનિટો માટે રોકવી પડી અને તેના કારણે ₹25,000 નું નુકસાન થયું. દુબેએ એડમ ઝામ્પાના બોલ પર એક જોરદાર સિક્સર ફટકારી. તે સિક્સર એટલી લાંબી હતી કે બોલ સ્ટેડિયમની બહાર ગયો, જેના કારણે અમ્પાયરોને નવો બોલ લેવાની ફરજ પડી. દુબેએ 106 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો.
શિવમ દુબેએ બોલ ખોઈ નાખ્યો
જોકે, શિવમ દુબે મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ ગયો. તેને ત્રીજા નંબરે મોકલવામાં આવ્યો હતો પરંતુ તે 18 બોલમાં ફક્ત 22 રન બનાવી શક્યો. તેનો સ્ટ્રાઈક રેટ 122.22 હતો. દુબેને નાથન એલિસે બોલ્ડ કર્યો હતો. જોકે, દુબેનો સિક્સર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો. શિવમે જે બોલ ગરુંદ બહાર ફટકાર્યો તેણીન કિંમત જાણીને ફેન્સ ચોંકી ગયા. T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં વપરાતા બોલની કિંમત આશરે 25,000 રૂપિયા છે.
New ball please! Shivam Dube sent that one way out of the stadium #AUSvIND pic.twitter.com/H5px77NuIa
— cricket.com.au (@cricketcomau) November 6, 2025
અભિષેક અને સૂર્યા પણ સસ્તામાં આઉટ
શિવમ દુબે ઉપરાંત અભિષેક શર્મા પણ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો. તે 21 બોલમાં ફક્ત 28 રન બનાવી શક્યો. બીજી તરફ, સૂર્યકુમાર યાદવે સારી શરૂઆત કરી પરંતુ 10 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો. વાઈસ કેપ્ટન શુભમન ગિલે સારી ઈનિંગ્સ રમી પરંતુ 46 રન બનાવીને આઉટ થયો, તે 4 રન માટે અડધી સદી ચુકી ગયો. જો કે તેનો સ્ટ્રાઈક રેટ ફક્ત 117.95 રહ્યો હતો.
તિલક-જિતેશ પણ ફ્લોપ
તિલક વર્માનું બેટ પણ નિષ્ફળ ગયું, ફક્ત 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. જીતેશ શર્મા પણ ફક્ત 3 રન બનાવીને ઝમ્પાના બોલ પર LBW આઉટ થયો. ભારતે ફક્ત 14 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી. વોશિંગ્ટન સુંદર પણ ફક્ત 12 રન જ બનાવી શક્યો.
ઝામ્પા-એલિસે શાનદાર બોલિંગ કરી
ઓસ્ટ્રેલિયા તરફથી નાથન એલિસ અને એડમ ઝામ્પાએ શાનદાર બોલિંગ કરી. ઝામ્પાએ 45 રન આપ્યા પણ ત્રણ વિકેટ લીધી. નાથન એલિસે ચાર ઓવરમાં માત્ર 21 રન આપીને ગિલ, દુબે અને સુંદરને આઉટ કરીને ત્રણ વિકેટ લીધી. ભારત 20 ઓવરમાં માત્ર 167 રન જ બનાવી શક્યું.
આ પણ વાંચો: અમદાવાદમાં રમાશે T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ ? આ 5 શહેરો કરી શકે છે મેચોનું આયોજન
