VIDEO : ટીમ ઈન્ડિયાને હારતી જોઈને વિરાટ કોહલી થઈ ગયો બેબાકળો, ગુસ્સામાં કર્યું આવુ

ન્યુઝીલેન્ડે પુણે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 113 રને હરાવીને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ન્યુઝીલેન્ડની ટીમે ભારતમાં પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતી છે. 12 વર્ષ અને 18 શ્રેણી પછી, ટીમ ઈન્ડિયાને ઘરેલું ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાને હારતી જોઈને વિરાટ કોહલી બેબાકળો થઈ ગયો હતો અને ગુસ્સામાં જે પ્રતિક્રિયા આપી, તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

VIDEO : ટીમ ઈન્ડિયાને હારતી જોઈને વિરાટ કોહલી થઈ ગયો બેબાકળો, ગુસ્સામાં કર્યું આવુ
Virat KohliImage Credit source: PTI
Follow Us:
| Updated on: Oct 26, 2024 | 8:18 PM

ન્યુઝીલેન્ડે બીજી ટેસ્ટ મેચમાં પણ ટીમ ઈન્ડિયાને કારમી હાર આપી હતી. મેચના ત્રીજા દિવસે ભારતને 113 રને હરાવીને સિરીઝ 2-0થી કબજે કરી હતી. ટીમ ઈન્ડિયાને હારતી જોઈને વિરાટ કોહલી પણ પોતાના પર કાબૂ રાખી શક્યો નહીં. મેચ દરમિયાન તે બેકાબૂ બની ગયો અને પોતાનો ગુસ્સો ઠાલવ્યો.

વિરાટનો વિડીયો વાયરલ

વાસ્તવમાં, મેચના ત્રીજા દિવસે, કોહલીએ તેનું સંયમ પાછું મેળવ્યું હતું અને તે એકદમ નિયંત્રણમાં દેખાતો હતો. પરંતુ તે કમનસીબે આઉટ થયો હતો. તે આઉટ થતાની સાથે જ અડધી ભારતીય ટીમ પેવેલિયનમાં પહોંચી ગઈ હતી. આનાથી તેને હારનો અહેસાસ થયો. તે અમ્પાયરના નિર્ણયથી પણ ખુશ નહોતો, જેના કારણે તેણે ડ્રેસિંગ રૂમમાં પરત ફરતી વખતે વોટર બોક્સ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

નીમ કરોલી બાબાને ધાબળા કેમ ચડાવવામાં આવે છે ? જાણો રહસ્ય
શરીરમાં ક્યારેય નહીં આવે પરસેવાની દુર્ગંધ, આ એક વસ્તુ પાણીમાં નાખીને નહાવાથી થશે કમાલ
ઓપરેશન વગર કિડનીની પથરીને બહાર કાઢી શકે છે આ અસરકારક ઉપાય
જૂની સાવરણી ક્યારે, કયા દિવશે અને ક્યાં ફેકવી જોઈએ, જાણી લો
Kiwi : સવારે ખાલી પેટે ખાઓ કીવી, મળશે 5 ચમત્કારિક ફાયદા
તાંબાના વાસણમાં પાણી પીવાથી થાય છે અનેક લાભ

કોહલીએ વોટર બોક્સ પર બેટ માર્યું

359 રનનો પીછો કરતી વખતે રોહિત શર્મા વહેલો આઉટ થયો હતો. તેના પછી યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને વિરાટ કોહલીએ સારી બેટિંગ કરી હતી. પરંતુ સારી શરૂઆત બાદ ભારતે સતત વિકેટ ગુમાવવાનું શરૂ કર્યું હતું. 147ના સ્કોર પર 4 બેટ્સમેનો પેવેલિયન ગયા હતા. આવી સ્થિતિમાં 40 બોલમાં 17 રન બનાવ્યા બાદ કોહલી પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા હતી પરંતુ તે અમ્પાયરના નિર્ણયનો કોહલી શિકાર બન્યો હતો. કોહલી તેની વિકેટ પર વિશ્વાસ કરી શક્યો નહીં. રિવ્યુ લીધો પરંતુ રિવ્યુમાં અમ્પાયર્સ કોલ આવતા કોહલી આઉટ થયો હતો. આનાથી ગુસ્સે થઈને કોહલીએ પરત ફરતી વખતે પોતાના બેટથી બાઉન્ડ્રીની બહાર રાખવામાં આવેલા વોટર બોક્સ પર બેટ માર્યું હતું.

12 વર્ષ બાદ ઘરઆંગણે હાર

વિરાટ કોહલીના આઉટ થયા બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 147 રન થઈ ગયો હતો અને કોહલીને હારનો અહેસાસ થવા લાગ્યો હતો. જેથી તેણે ગુસ્સામાં આવી પ્રતિક્રિયા આપી હતી. છેલ્લા 69 વર્ષમાં પહેલીવાર ન્યુઝીલેન્ડની ટીમ ભારતમાં ટેસ્ટ સિરીઝ જીતી છે. 12 વર્ષ અને 18 શ્રેણી પછી ટીમ ઈન્ડિયાને ઘરેલું ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. વિરાટની કપ્તાનીમાં ભારતીય ટીમે એકપણ શ્રેણીને હારી ન હતી. એવામાં સ્વાભાવિક છે કે તે આ હારથી દુઃખી હતો.

આ પણ વાંચો: IND vs NZ : ન્યુઝીલેન્ડ સામે હાર બાદ રોહિત શર્માનું મોટું નિવેદન, જાણો હાર માટે કોને જવાબદાર ઠેરવ્યા?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

વાવ પેટાચૂંટણી: અપક્ષ ઉમેદવાર માવજી પટેલને મનાવવા ભાજપના નેતાઓની કવાયત
વાવ પેટાચૂંટણી: અપક્ષ ઉમેદવાર માવજી પટેલને મનાવવા ભાજપના નેતાઓની કવાયત
રાજકોટની 10 જાણીતી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
રાજકોટની 10 જાણીતી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અંબાજી પંથકમાં ભૂંડ પકડવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજી પંથકમાં ભૂંડ પકડવાની કામગીરી હાથ ધરાઈ
દાહોદની આશ્રમ શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા અડપલાં
દાહોદની આશ્રમ શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા અડપલાં
ગીર સોમનાથ જિલ્લાને સહાયથી બાકાત રાખ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ
ગીર સોમનાથ જિલ્લાને સહાયથી બાકાત રાખ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ
સમલૈંગિક સંબંધોની આડમાં આરોપીએ યુવક સાથે માર મારી કરી લૂંટ
સમલૈંગિક સંબંધોની આડમાં આરોપીએ યુવક સાથે માર મારી કરી લૂંટ
અમદાવાદ પોલીસ એક્શનમાં ! કુખ્યાત ઈરાની ગેંગ સામે લોકોને જાગૃત કરાયા
અમદાવાદ પોલીસ એક્શનમાં ! કુખ્યાત ઈરાની ગેંગ સામે લોકોને જાગૃત કરાયા
શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી શિક્ષકને બદલીનો આપ્યો ઓર્ડર
શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી શિક્ષકને બદલીનો આપ્યો ઓર્ડર
તહેવાર ટાણે પોલીસનો એક્શન પ્લાન, CCTVથી મોનિટરિંગ કરાયુ
તહેવાર ટાણે પોલીસનો એક્શન પ્લાન, CCTVથી મોનિટરિંગ કરાયુ
જાણો આજે તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
જાણો આજે તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
g clip-path="url(#clip0_868_265)">