IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, શુભમન ગિલ બેંગલુરુ ટેસ્ટમાંથી થઈ શકે છે બહાર
શુભમન ગિલ બેંગલુરુમાં યોજાનારી પ્રથમ ટેસ્ટ મેચમાં રમશે કે કેમ તે નિશ્ચિત નથી. અહેવાલો અનુસાર સરફરાઝ ખાનને પ્રથમ મેચમાં તક મળી શકે છે. સરફરાઝ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં બેન્ચ પર બેઠો હતો.
ન્યુઝીલેન્ડ સામે બેંગલુરુમાં રમાનાર પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુભમન ગિલ માટે બેંગ્લોર ટેસ્ટમાં રમવું ઘણું મુશ્કેલ છે. વાસ્તવમાં, શુભમન ગિલની ગરદનમાં અચાનક સમસ્યા આવી ગઈ છે જેના કારણે તે બહાર બેસી શકે છે. ગિલના સ્થાને સરફરાઝ ખાનને તક મળી શકે છે, જેને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નથી. જો કે, અહીં સવાલ એ છે કે શુભમન ગિલ નંબર 3 પર બેટિંગ કરે છે તો તેની જગ્યાએ કોણ બેટિંગ કરશે?
શુભમન ગિલની ગરદન પર ઈજા થઈ છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુભમન ગિલની ગરદનમાં અકડાઈ છે અને તેના માટે બેંગલુરુ ટેસ્ટ પહેલા ફિટ થવું થોડું મુશ્કેલ છે. સારી વાત એ છે કે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન બેકઅપમાં છે. તેના સ્થાને સરફરાઝ ખાન રમી શકે છે જેણે ઈરાની કપમાં શાનદાર બેવડી સદી ફટકારી હતી. જો કે સરફરાઝ ખાન નંબર 3 પર રમશે કે કેમ તે જોવું રહ્યું. સરફરાઝ ખાન નંબર 4 અથવા નંબર 5 પર બેટિંગ કરે છે. પરંતુ શું રોહિત અને ગંભીર તેને નંબર 3 પર ઉતારશે? જો કે સરફરાઝ પહેલા કેએલ રાહુલને પણ નંબર 3 પર અજમાવી શકાય છે.
Shubman Gill’s availability for the first Test against New Zealand will be made tomorrow due to a stiff neck. (RevSportz). pic.twitter.com/0irh0Su9K5
— Tanuj Singh (@ImTanujSingh) October 15, 2024
પ્લેઈંગ 11 માં કોણ હશે?
બેંગલુરુ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા કઈ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરશે તે એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. કહેવામાં આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયા એ જ કોમ્બિનેશનને મેદાનમાં ઉતારી શકે છે જે તેમણે બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતાર્યું હતું. મતલબ કે રોહિત-જયસ્વાલ ઓપનિંગમાં રમી શકે છે. શક્ય છે કે કેએલ રાહુલ નંબર 3 પર રમી શકે. વિરાટ કોહલી ચોથા સ્થાને, રિષભ પંત પાંચમા સ્થાને જોવા મળી શકે છે. સરફરાઝ છઠ્ઠા નંબરે અને જાડેજા સાતમા નંબરે ઉતરી શકે છે. અશ્વિન આઠમાં ક્રમે રમી શકે છે. આ પછી ફાસ્ટ બોલરોમાં બુમરાહ, સિરાજ અને આકાશ દીપને તક મળી શકે છે.
આ પણ વાંચો: T20 World Cup : ન્યુઝીલેન્ડ સામે પાકિસ્તાનની હાર સાથે ભારતીય ટીમ સેમીફાઈનલની રેસમાંથી થઈ બહાર