AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : ઈંગ્લેન્ડના આ બોલરને 3000 દિવસ પછી મળી વિકેટ, માન્ચેસ્ટર ટેસ્ટમાં થયો ચમત્કાર

ભારત સામે માન્ચેસ્ટર ટેસ્ટમાં ઈંગ્લેન્ડના સ્પિનર લિયામ ડોસને યશસ્વી જયસ્વાલને આઉટ કર્યો હતો. આ વિકેટ લિયામ ડોસન માટે ખૂબ જ ખાસ હતી, કારણ કે તેણે 8 વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ લીધી છે.

IND vs ENG : ઈંગ્લેન્ડના આ બોલરને 3000 દિવસ પછી મળી વિકેટ, માન્ચેસ્ટર ટેસ્ટમાં થયો ચમત્કાર
Liam DawsonImage Credit source: ESPN
| Updated on: Jul 23, 2025 | 8:33 PM
Share

માન્ચેસ્ટર ટેસ્ટનો પહેલો દિવસ ઈંગ્લેન્ડના ડાબોડી સ્પિનર લિયામ ડોસન માટે ખાસ બની ગયો જ્યારે તેને 3000 દિવસ એટલે કે 8 વર્ષ પછી ટેસ્ટ વિકેટ મળી. રસપ્રદ વાત એ છે કે લિયામ ડોસનને તેના કામબેકના સાતમા બોલ પર જ સફળતા મળી હતી અને આ વિકેટ ઈન્ફોર્મ સ્ટાર ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલની હતી. યશસ્વી જયસ્વાલ સેટ થઈ ગયો હતો અને 58 રન પર રમી રહ્યો હતો, ત્યારે ડોસને જયસ્વાલને ઝટકો આપ્યો હતો.

ડોસને યશસ્વી જયસ્વાલને કર્યો આઉટ

લિયામ ડોસને તેની સ્પિન બોલિંગમાં યશસ્વી જયસ્વાલને ફસાવ્યો હતો. ડોસને જયસ્વાલને ફ્રન્ટફૂટ પર બોલ રમવા માટે મજબૂર કર્યો. ડોસનનો બોલ ઝડપથી અને સીધો બહાર આવ્યો અને તે જયસ્વાલના બેટની ધારને અડીને સ્લિપમાં ઉભેલા હેરી બ્રુકના હાથમાં ગયો.

લિયામ ડોસનનું 8 વર્ષ પછી ટીમમાં કમબેક

લિયામ ડોસન 8 વર્ષ પછી ઈંગ્લેન્ડની ટીમમાં પાછો ફર્યો છે. તેણે 2017માં ટીમ ઈન્ડિયા સામે એક ટેસ્ટ મેચ રમી હતી અને તે પછી ઈંગ્લેન્ડે તેને ટીમમાંથી બહાર કરી દીધો હતો અને હવે તે ભારત સામે ટેસ્ટ શ્રેણીમાં ટીમમાં પાછો ફર્યો છે. શોએબ બશીરના સ્થાને ઈંગ્લેન્ડે લિયામ ડોસનને ટીમમાં સામેલ કર્યો હતો. લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન બશીરને હાથમાં ઈજા થઈ હતી.

ડોસન પાસે ઘણો અનુભવ

લિયામ ડોસન ઈંગ્લેન્ડના ઘરેલુ ક્રિકેટમાં ખૂબ જ લોકપ્રિય ક્રિકેટર છે. આ ખેલાડી 35 વર્ષનો છે અને તેણે 212 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. ડોસને 371 વિકેટ લીધી છે. આ ઉપરાંત, તેના નામે 10731 રન પણ છે. ડોસને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 18 સદી ફટકારી છે. હવે ઈંગ્લેન્ડની ટીમ આશા રાખશે કે આ ખેલાડીઓ ટીમ ઈન્ડિયા સામે પણ આવું જ પ્રદર્શન કરશે.

આ પણ વાંચો: IND vs ENG : કેટલું ખરાબ નસીબ ! શુભમન ગિલ પણ ફસાયો, ભારતીય કેપ્ટન સાથે સતત 14 વાર આવું બન્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
g clip-path="url(#clip0_868_265)">