AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : કેટલું ખરાબ નસીબ ! શુભમન ગિલ પણ ફસાયો, ભારતીય કેપ્ટન સાથે સતત 14 વાર આવું બન્યું

ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમ ખાતે ચોથી ટેસ્ટ મેચનો ટોસ હારી ગયો. આ શ્રેણીમાં અત્યાર સુધીમાં ચાર ટેસ્ટ મેચ રમાઈ છે અને શુભમન ગિલ ચારેયમાં ટોસ હર્યો છે. આ સાથે, ટીમ ઈન્ડિયા મેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સતત 14 ટોસ હાર્યું છે.

IND vs ENG : કેટલું ખરાબ નસીબ ! શુભમન ગિલ પણ ફસાયો, ભારતીય કેપ્ટન સાથે સતત 14 વાર આવું બન્યું
Shubman GillImage Credit source: X/BCCI
| Updated on: Jul 23, 2025 | 8:02 PM
Share

માન્ચેસ્ટરમાં ભારત સામે ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ટોસ જીતવો બંને ટીમો માટે મહત્વપૂર્ણ હતો કારણ કે રમતના તમામ 5 દિવસ વરસાદની સંભાવના છે. આ મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલ ફરી ટોસ જીતી શક્યો નહીં. ટીમ ઈન્ડિયા આ ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધી એક પણ ટોસ જીતી શકી નથી. શુભમન ગિલનો ટોસનો કોલ ચારેય ટેસ્ટમાં ખોટો સાબિત થયો છે. એટલું જ નહીં, ભારતે છેલ્લે જાન્યુઆરી 2025માં ઈંગ્લેન્ડ સામે T20 મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટોસ જીત્યો હતો.

ભારત સતત 14 ટોસ હારી હાર્યું

ટીમ ઈન્ડિયા પુરુષોની આંતરરાષ્ટ્રીય મેચોમાં સતત 14 વખત ટોસ હારી ગઈ છે. તેઓએ છેલ્લે જાન્યુઆરી 2025માં ઈંગ્લેન્ડ સામેની T20 મેચમાં ટોસ જીત્યો હતો. ઈંગ્લેન્ડે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ત્રણ મેચની વનડે અને પાંચ મેચની T20 શ્રેણી માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ T20 શ્રેણીની ત્રીજી મેચમાં ટોસ જીત્યો હતો. આ પછી, ઈંગ્લેન્ડે બાકીની બે T20 અને ત્રણ વનડે મેચમાં ટોસ જીત્યો હતો.

ગિલ ચાર ટેસ્ટમાં ટોસ હાર્યો

આ પછી, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બધી મેચોમાં ટોસ હાર્યું હતું. એટલું જ નહીં, ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ઈંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ મેચમાં એકમાં પણ ટોસ જીત્યો નથી. ટોસ અંગે ટીમ ઈન્ડિયાનું નસીબ ખૂબ જ ખરાબ છે. ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં ટોસ ન જીતવું ટીમ ઈન્ડિયા માટે મોંઘુ સાબિત થયું છે.

ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ

હકીકતમાં, આ બંને ટીમો વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડે જીતી હતી જ્યારે બીજી ટેસ્ટ મેચ ભારતે જીતી હતી. લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં પણ ઈંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું. આ ટેસ્ટ શ્રેણીમાં ટકી રહેવા માટે ટીમ ઈન્ડિયાને માન્ચેસ્ટર ટેસ્ટ જીતવી જ પડશે. હાલમાં, ઈંગ્લેન્ડ 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ છે.

આ પણ વાંચો: ICC rule book EP 3 : ICC રૂલબુક અનુસાર ક્રિકેટનો ત્રીજો નિયમ શું છે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">