IND vs BAN, Women’s World Cup 2022: ભારતે 7 વિકેટ ગુમાવી બાંગ્લાદેશ સામે 229 રન કર્યા, યાસ્તિકાની અડધી સદી

ભારત અને બાંગ્લાદેશ (India vs Bangladesh) વચ્ચે આજે હેમિલ્ટનમાં આઈસીસી મહિલા વિશ્વકપ 2022 (Icc Women World Cup 2022) ની લીગ મેચ રમાઇ રહી છે. ભારતીય કેપ્ટન મિતાલી રાજે (Mithali Raj) ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ભારતીય ઓપનર જોડી શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ સારી શરુઆત અપાવી હતી. પરંતુ ભારતીય ટીમનુ સ્કોર બોર્ડ અપેક્ષા […]

IND vs BAN, Women’s World Cup 2022: ભારતે 7 વિકેટ ગુમાવી બાંગ્લાદેશ સામે 229 રન કર્યા, યાસ્તિકાની અડધી સદી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે લીગ મેચ રમાઇ રહી છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 11:39 AM

ભારત અને બાંગ્લાદેશ (India vs Bangladesh) વચ્ચે આજે હેમિલ્ટનમાં આઈસીસી મહિલા વિશ્વકપ 2022 (Icc Women World Cup 2022) ની લીગ મેચ રમાઇ રહી છે. ભારતીય કેપ્ટન મિતાલી રાજે (Mithali Raj) ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ભારતીય ઓપનર જોડી શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ સારી શરુઆત અપાવી હતી. પરંતુ ભારતીય ટીમનુ સ્કોર બોર્ડ અપેક્ષા મુજબ મોટુ થઇ શક્યુ નહોતુ. ભારતે યાસ્તિકા ભાટીયાની અડધી સદીની રમતની મદદ વડે 7 વિકેટે 229 રનનો સ્કોર ખડક્યો હતો.

શેફાલી વર્મા (42) અને સ્મૃતિ મંધાના (30) એ ભારતીય ઇનીંગની શરુઆત કરી હતી. બંનેએ 74 રનની ભાગીદારી રમત પ્રથમ વિકેટ માટે રમી હતી. બંને વચ્ચે સારો તાલ મેળ જોવા મળી રહ્યો હતો. પરંતુ બંનેએ અપાવેલી શરુઆતને જોતા ભારતીય મોટો સ્કોર ખડકે એવી સ્થિતીમાં લાગી રહ્યુ હતુ. પરંતુ 15 ઓવરના અંતિમ બોલે ભારતીય અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધુ હતુ. નાહિદા અખ્તરે મંધાનાની વિકેટ ઝડપતા જ ભારતની સ્થિતી પલટાઇ ગઇ હતી. ભારતે 74 ના સ્કોર પર જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં કેપ્ટન મિતાલી રાજની શૂન્ય રને ગુમાવેલ વિકેટ પણ સામેલ હતી.

16 મી ઓવર રિતુ મોની લઇને આવી હતી અને તેણે તે ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર બે ભારતીય મહત્વના બેટ્સમેનોનો શિકાર કરતા ભારતની આશાઓને મોટો ઝટકો લાગ્યો હતો. આક્રમક અંદાજથી રમી રહેલ શેફાલી વર્માએ અર્ધશતક પુર્ણ કર્યા વિના પરત ફરવુ પડ્યુ હતુ. જ્યારે કેપ્ટન મિતાલી ગોલ્ડન ડક વિકેટ ગુમાવી બેઠી હતી. હરમનપ્રીત કૌરે ધીમી રમત રમી ટીમને મુશ્કેલ સ્થિતીથી બહાર લઇ જવા પ્રયાસ કર્યો હતો, જોકે તે પણ 14 રન 33 બોલમાં કરીને પેવેલિયન પરત ફરી હતી.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

યાસ્તિકાની અડધી સદી

જોકે ત્યાર બાદ યાસ્તિકા ભાટીયા અને રિચા ઘોષે (26) રમતને સંભાળવા માટે પ્રયાસ કર્યો હતો. ભાટીયાએ 80 બોલમાં 50 રનની ઇનીંગ મુશ્કેલ સમયમાં રમી હતી. તેણે ભારતને દબાણમાંથી બહાર નિકાળવાની મહત્વની ભૂમિકા ભજવી હતી. રિચા બાદ પૂજા વસ્ત્રાકરે (30) પણ સ્કોર બોર્ડને આગળ લઇ જવા માટે પ્રયાસ કર્યો હતો. સ્નેહ રાણાએ એ 23 બોલમાં 27 રનની ઇનીંગ રમી હતી.

બાંગ્લાદેશ તરફથી રિતુ મોનીએ સારુ પ્રદર્શન કર્યુ હતુ. તેણે મહત્વની વિકેટો ઝડપી હતી. રિતુએ ભારતના 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જ્યારે નાદિર અખ્તરે 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત જહાંઆરા આલમે 1 વિકેટ ઝડપી હતી. ફાતિમા ખાતુને 7.30ની સરેરાશની ભારતને રન આપ્યા હતા, જે બાંગ્લાદેશની સૌથી વધુ ખર્ચાળ બોલર રહી હતી.

આ પણ વાંચોઃ IPL Most Wickets: Lasith Malinga સૌથી વધારે વિકેટ લેનારો ખેલાડી, ધોનીની ટીમનો આ ખેલાડી તોડી શકે છે રેકોર્ડ

આ પણ વાંચોઃ Royal Challengers Bangalore, IPL 2022: આ સિઝનમાં RCB સપનુ કરી શકશે સાકાર? જાણો કેવી હશે Playing 11?

g clip-path="url(#clip0_868_265)">