AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: માત્ર 6 વિકેટ… ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશી ટીમનો પરાજય નિશ્ચિત

ચેન્નાઈ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત બાદ ટીમ ઈન્ડિયા હવે જીતથી માત્ર 6 વિકેટ દૂર છે. આ સાથે જ બાંગ્લાદેશને હારથી બચવા માટે વધુ 357 રન બનાવવા પડશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાનું ધ્યાન ચોથા દિવસે બને તેટલી વહેલી તકે મેચ ખતમ કરવા પર રહેશે.

IND vs BAN: માત્ર 6 વિકેટ… ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશી ટીમનો પરાજય નિશ્ચિત
Team IndiaImage Credit source: PTI
| Updated on: Sep 21, 2024 | 6:00 PM
Share

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈ ટેસ્ટ મેચમાં ત્રણ દિવસની રમત પૂર્ણ થઈ ગઈ છે. ભારતીય ટીમ માટે ત્રીજા દિવસની રમત પણ સફળ રહી અને હવે તે જીતની ખૂબ નજીક આવી ગઈ છે. આવી સ્થિતિમાં આ મેચ માટે રમતનો ચોથો દિવસ ઘણો મહત્વનો બની રહ્યો છે. રમતના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા તરફથી શાનદાર બેટિંગ જોવા મળી હતી, જેમાં રિષભ પંત અને શુભમન ગિલની સદી સામેલ હતી. આ પછી બોલરોએ બાંગ્લાદેશી બેટ્સમેનોને પણ પરેશાન કર્યા હતા અને દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી ચાર વિકેટ ઝડપી હતી.

બાંગ્લાદેશને 515 રનનો ટાર્ગેટ

મેચના ત્રીજા દિવસે ત્રણ વિકેટે 81 રનથી આગળ રમતી ટીમ ઈન્ડિયાએ ચાર વિકેટે 287 રન પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. રિષભ પંત અને શુભમન ગિલ તરફથી મોટી ઈનિંગ્સ જોવા મળી હતી. પંતે 109 રન બનાવ્યા જેમાં 13 ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે ગિલે અણનમ 119 રન બનાવ્યા હતા. ગિલે 176 બોલની ઈનિંગમાં દસ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. બંનેએ ચોથી વિકેટ માટે 167 રનની ભાગીદારી પણ કરી હતી, જેના કારણે ભારતે બીજી ઈનિંગમાં ચાર વિકેટે 287 રન બનાવ્યા હતા અને 514 રનની લીડ મળતાં જ ઈનિંગ ડિકલેર કરી હતી.

ટીમ ઈન્ડિયા જીતથી 6 વિકેટ દૂર

515 રનના લક્ષ્‍યાંકનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશે બીજી ઈનિંગમાં ચાર વિકેટે 158 રન બનાવ્યા હતા ત્યારે ખરાબ પ્રકાશને કારણે સાંજે 4.25 કલાકે રમત રોકવી પડી હતી. બાંગ્લાદેશને હારથી બચવા માટે હજુ 357 રન બનાવવાના છે અને રમતના બે દિવસ બાકી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા હવે જીતથી માત્ર 6 વિકેટ દૂર છે. હાલમાં બાંગ્લાદેશ તરફથી કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો અને શાકિબ અલ હસન ક્રિઝ પર છે. નઝમુલ હુસૈન શાંતોએ 51 અને શાકિબ 5 રન બનાવીને રમતમાં છે.

અશ્વિનની બોલિંગનો જાદુ

પ્રથમ દાવમાં સદી ફટકારનાર અશ્વિને બીજી ઈનિંગમાં બોલ સાથે કમાલ કરી બતાવી. અશ્વિનને પ્રથમ દાવમાં એક પણ સફળતા મળી ન હતી. પરંતુ અત્યાર સુધી તેણે બીજી ઈનિંગમાં 3 વિકેટ ઝડપી છે. અશ્વિને શાદમાન, મોમિનુલ અને મુશફિકુરને પોતાનો શિકાર બનાવ્યો અને બાંગ્લાદેશનું ટેન્શન વધાર્યું. હવે રમતના ચોથા દિવસે અશ્વિનની નજર બાંગ્લાદેશને વહેલી તકે ઓલઆઉટ કરવા પર રહેશે.

આ પણ વાંચો: ચેન્નાઈમાં સદી બાદ રિષભ પંત પર મોટા સમાચાર, દિલ્હી કેપિટલ્સે IPL ઓક્શન પહેલા લીધો મોટા નિર્ણય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">