Virat Kohli Record : વિરાટ કોહલીએ વધુ એક મહાન રેકોર્ડ તોડ્યો, બન્યો ભારતનો નંબર 1 ફિલ્ડર
ઓસ્ટ્રેલિયા સામે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ એક મોટી સિદ્ધિ મેળવીને ઈતિહાસ રચ્યો હતો. તાજેતરમાં જ વનડેમાં ભારત માટે સૌથી વધુ કેચ લેનાર ખેલાડી સાબિત થનાર વિરાટ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ ફિલ્ડર બની ગયો છે.

ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ બેટને સ્પર્શ કર્યા વિના મોટો રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્ડિંગ દરમિયાન વિરાટે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીના નામે હવે ભારત તરફથી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય કેચ લેવાનો રેકોર્ડ છે. ઓસ્ટ્રેલિયા સામેની મહત્વપૂર્ણ મેચમાં આ મોટી સિદ્ધિ હાંસલ કરીને વિરાટે ઈતિહાસ રચ્યો છે.
કોહલી ભારતનો નંબર 1 ફિલ્ડર બન્યો
સેમીફાઈનલ જેવી મોટી મેચમાં વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટ્સમેન જોશ ઈંગ્લિસનો કેચ પકડીને ઈતિહાસ રચ્યો હતો. રવીન્દ્ર જાડેજાના બોલ પર આસાન કેચ પકડીને વિરાટે ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં હલચલ મચાવી દીધી હતી. વિરાટના નામે હવે તમામ ફોર્મેટમાં 335 કેચ થઈ ગયા છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ કેચ લેનાર ફિલ્ડર બની ગયો છે. આ બાબતમાં વિરાટ રાહુલ દ્રવિડથી આગળ નીકળી ગયો છે. વિરાટે પોતાની 549મી મેચમાં આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.
Virat Kohli joined elite list… pic.twitter.com/wBgeBzuGFd
— RVCJ Media (@RVCJ_FB) March 4, 2025
રાહુલ દ્રવિડે 334 કેચ લીધા
તાજેતરમાં, વિરાટે ભારત માટે વનડેમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ બનાવયો હતો, હવે તે તમામ ફોર્મેટમાં આ સિદ્ધિ મેળવનાર ભારતીય ખેલાડી બન્યો છે. રાહુલ દ્રવિડની વાત કરીએ તો, તેણે પોતાની કારકિર્દીમાં કુલ 504 આંતરરાષ્ટ્રીય મેચ રમી અને કુલ 334 કેચ પકડ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાહુલ દ્રવિડ સ્કોટલેન્ડ માટે પણ ક્રિકેટ રમ્યો હતો. રાહુલ દ્રવિડ 2003ના ODI વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડ તરફથી રમ્યો હતો.
કોહલીના તમામ ફોર્મેટમાં કેચના આંકડા
વિરાટ કોહલી પોતાની 301મી વનડે રમી રહ્યો છે અને આ બાબતમાં તેણે યુવરાજ સિંહની બરાબરી કરી લીધી છે. યુવરાજે પણ એટલી જ વનડે રમી હતી. વિરાટે આ ફોર્મેટમાં 159 કેચ લીધા છે. તાજેતરમાં, કોહલીએ મોહમ્મદ અઝહરુદ્દીનનો ભારત માટે વનડેમાં સૌથી વધુ કેચ (156) લેવાનો રેકોર્ડ તોડ્યો હતો. ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો, વિરાટ કોહલીએ આ ફોર્મેટમાં 123 મેચ રમી છે અને 210 ઈનિંગ્સમાં 121 કેચ લીધા છે. આ ઉપરાંત, કોહલીએ 125 T20 આંતરરાષ્ટ્રીય મેચોની 117 ઈનિંગ્સમાં 54 કેચ પકડ્યા હતા.