ઓસ્ટ્રેલિયામાં વિરાટ-બુમરાહનું અડધો કલાકનું ‘ટોર્ચર’, પ્રેક્ટિસ જોવા માટે ચાહકો ઝાડ પર ચઢ્યા, જુઓ VIDEO
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી ટેસ્ટ સિરીઝ શરૂ થશે. તેની પ્રથમ મેચ પર્થમાં રમાશે. આ પહેલા ભારતીય ટીમ નેટમાં ઘણો પરસેવો પાડી રહી છે, ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન જોવા ચાહકો ઝાડ પર ચડી ગયા હતા. ઘણા ચાહકોએ ભારતીય ખેલાડીઓની પ્રેક્ટિસ જોવા માટે સીડીનો ઉપયોગ કર્યો હતો. નેટમાં વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહે જોરદાર પ્રેક્ટિસ કરી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે. ભારતીય ટીમ આ માટે ત્યાં પહોંચી ગઈ છે અને સખત મહેનત કરી રહી છે. પર્થની ગતિ અને બાઉન્સને સમજવા માટે ખેલાડીઓ WACA સ્ટેડિયમમાં દરરોજ કલાકો સુધી નેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે. ગુરુવારે 14 નવેમ્બરે ફરી એકવાર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ સ્ટેડિયમ પહોંચ્યા. આ દરમિયાન ટીમના સિનિયર ખેલાડી વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ ખૂબ જ સઘન પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા.
વિરાટ અને બુમરાહની દમદાર પ્રેક્ટિસ
ટીમ ઈન્ડિયાનું ઓફિશિયલ ટ્રેનિંગ સેશન મંગળવાર, 12 નવેમ્બરથી શરૂ થઈ ગયું છે, જેની ઝલક ગુરુવારે પણ જોવા મળી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રન માટે સંઘર્ષ કરી રહેલા વિરાટે પર્થ ટેસ્ટ પહેલા જોરદાર બેટિંગ કરી હતી. તેણે ફાસ્ટ બોલરોની સામે લગભગ અડધો કલાક પરસેવો પાડ્યો હતો. તે પર્થના બાઉન્સનો સરળતાથી સામનો કરતો જોવા મળ્યો હતો. તેને ઝડપી બોલરો સામે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો. જો કે, લેગ સાઈડ પરના કેટલાક બોલ તેના ગ્લોવ્ઝની કિનારી સાથે અથડાતા જોવા મળ્યા હતા. પેસ આક્રમણનો સામનો કર્યા બાદ કોહલીએ સ્પિન બોલિંગનો સામનો કર્યો. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના બાઉન્સી ટ્રેક પર બુમરાહે અડધો કલાક ભારતીય બેટ્સમેનોને બોલિંગ કરીને પરેશાન કર્યા હતા.
Some snippets from Team India’s net session at the WACA today. #AUSvIND pic.twitter.com/XgzhsHzeHX
— Chloe-Amanda Bailey (@ChloeAmandaB) November 14, 2024
વિરાટને જોવા લોકો ઝાડ પર ચઢી ગયા
ફેન્સને વિરાટ કોહલીની પ્રેક્ટિસની જાણ થતાં જ ફેન્સ વિરાટને જોવા માટે બેચેન બની ગયા હતા. આવી સ્થિતિમાં, ઘણા ચાહકો વિરાટને જોવા માટે એક સીડી લઈને આવ્યા હતા અને પર્થમાં જ્યાં ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ કરી રહી છે તે એકેડમીની બહાર સીડી પર ચઢી ગયા હતા અને વિરાટને પ્રેક્ટિસ કરતા જોયો હતો. ઓસ્ટ્રેલિયન મીડિયાએ દાવો કર્યો છે કે પ્રેક્ટિસ એરિયાને કાળા કપડાથી ઢાંકી દેવામાં આવ્યો છે. આ ભારતીય ટીમના કહેવા પર કરવામાં આવ્યું છે. ટીમ મેનેજમેન્ટ નથી ઈચ્છતું કે પ્રશંસકો કે મીડિયા તેમને પ્રેક્ટિસ કરતા જુએ. જોકે, BCCIના સૂત્રોએ આ દાવાને નકારી કાઢ્યો છે.
First look at Virat Kohli at the Perth nets ahead of the Test series opener
Some fans went the extra mile to catch a glimpse of the King #AUSvIND pic.twitter.com/pXDEtDhPeY
— Fox Cricket (@FoxCricket) November 14, 2024
બેટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો સરફરાઝ
જસપ્રીત બુમરાહ અને વિરાટ કોહલી ઉપરાંત યશસ્વી જયસ્વાલ, રિષભ પંત, શુભમન ગિલ, સરફરાઝ ખાન, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ સહિતના અન્ય ભારતીય ખેલાડીઓ પણ પ્રેક્ટિસ સેશનમાં જોવા મળ્યા હતા. પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય સરફરાઝ ખાન હતો, કારણ કે તે બેટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે કોણી પકડીને જતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છીનવાઈ જવાના ભય વચ્ચે બોખલાયું પાકિસ્તાન, દિગ્ગજ ખેલાડીનો મોટો બફાટ