IND vs AUS : રાજકોટમાં જોવા મળ્યું ચેન્નાઈનું ટ્રેલર, 8 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયા કેમ મુશ્કેલીમાં આવી શકે છે?

રાજકોટ વનડેમાં ભારતને 66 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારની સિરીઝના પરિણામ પર કોઈ અસર થઈ નથી. ભારતે આ સીરિઝ 2-1થી જીતી હતી પરંતુ આ મેચમાં જે રીતે ટીમ ઈન્ડિયાની વિકેટો પડી તે ચેન્નાઈમાં આવનારા મોટા ખતરાની ચેતવણી આપે છે. જો માત્ર ગ્લેન મેક્સવેલે રાજકોટમાં મુશ્કેલી ઊભી કરી શકે તો બાકીના સ્પિનરો ચેન્નાઈમાં વધુ મુશ્કેલ પડકાર રજૂ કરશે.

IND vs AUS : રાજકોટમાં જોવા મળ્યું ચેન્નાઈનું ટ્રેલર, 8 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયા કેમ મુશ્કેલીમાં આવી શકે છે?
Rohit Sharma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2023 | 9:53 PM

ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રવિવારે 8મી ઓક્ટોબરે ભારત અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે મુકાબલો થશે. આ સાથે ટીમ ઈન્ડિયા 2023ના ODI વર્લ્ડ કપ (World Cup 2023) માં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટૂર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયા ને ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણી રમીને તૈયારી કરવાની તક મળી. જો કે આ સિરીઝનું બહુ મહત્વ ન હતું, પરંતુ ટીમ ઈન્ડિયા (Team India) એ તેની તૈયારીની ઝલક ચોક્કસ દેખાડી અને 2-1થી જીત મેળવી. ટીમ ઈન્ડિયા છેલ્લી ODIમાં હારી ગઈ હતી અને આના કારણે ચોક્કસપણે થોડી મુશ્કેલીજનક સ્થિતિ સર્જાઈ છે.

સ્પિનરો ચેન્નાઈમાં વધુ મુશ્કેલ પડકાર રજૂ કરશે

રાજકોટમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાના હાથે 66 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમની પીચ ખૂબ જ સપાટ હતી, જેમાં બેટ્સમેન માટે રન બનાવવા ખૂબ જ સરળ હતા. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 352 રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ ટોસ સમયે કહ્યું હતું કે બીજી ઇનિંગમાં બેટિંગ માટે પિચ સારી રહેશે. જ્યાં સુધી રોહિત પોતે રમી રહ્યો હતો ત્યાં સુધી એવું લાગતું હતું, પરંતુ થોડા સમય પછી ટીમ ઈન્ડિયા માટે એક મોટી સમસ્યા સામે આવી, જે વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા માટે પડકાર બની રહેશે.

રાજકોટમાં શું થયું?

આ સમસ્યા સ્પિન સામે બેટિંગની છે. ત્રીજી વનડેમાં જ્યાં સુધી ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરો આક્રમણ પર હતા ત્યાં સુધી ભારતીય બેટ્સમેનો ખાસ કરીને કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી આરામથી રન બનાવી રહ્યા હતા. રોહિતે જોરદાર આકર્મક બેટિંગ કરી, જ્યારે કોહલી પણ આરામથી રન બનાવી રહ્યો હતો. ત્યારબાદ તનવીર સાંગા અને ગ્લેન મેક્સવેલ આક્રમણ પર આવતાની સાથે જ રનની ગતિ ધીમી પડી ગઈ હતી.

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

મેક્સવેલે કરી કમાલ બોલિંગ

સાંગાએ બિનઅનુભવી હોવાને કારણે કેટલાક ખરાબ બોલ પણ ફેંક્યા પરંતુ પાર્ટ-ટાઇમ સ્પિનર ​​હોવા છતાં, મેક્સવેલે બંને દિગ્ગજ બેટ્સમેનોને તેના ઓફ-બ્રેક સાથે બાંધી રાખ્યા. આ મેચમાં મેક્સવેલે રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને વોશિંગ્ટન સુંદરની વિકેટ લીધી હતી અને માત્ર 40 રન જ આપ્યા હતા. સાંગાએ 10 ઓવરમાં 61 રન આપ્યા અને 1 વિકેટ લીધી.

આ પણ વાંચો : World Cup 2023 : તમીમ ઈકબાલને પડતો મૂક્યા બાદ બાંગ્લાદેશના કેપ્ટને રોહિત શર્માનું નામ કેમ લીધું?

ટીમ ઈન્ડિયાનું ટેન્શન કેમ વધવું જોઈએ?

આ સમસ્યાનું કારણ એ છે કે ટીમ ઈન્ડિયાને ચેન્નાઈમાં આ ઓસ્ટ્રેલિયન ટીમ સામે રમવાનું છે અને ચિદમ્બરમ સ્ટેડિયમની પીચ હંમેશા સ્પિનરો અને ધીમા બોલરો માટે મદદરૂપ રહે છે. ટીમ ઈન્ડિયાએ પણ આ વર્ષે તેનો સ્વાદ ચાખ્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાએ માર્ચમાં ચેન્નાઈ વનડેમાં ભારતને 21 રને હરાવ્યું હતું. તે મેચમાં લેગ સ્પિનર ​​એડમ ઝમ્પાએ 4 વિકેટ લીધી હતી, જ્યારે લેફ્ટ આર્મ સ્પિનર ​​એશ્ટન અગરે પણ 2 વિકેટ લીધી હતી.

વર્લ્ડ કપની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે

આ બંને સ્પિનરો રાજકોટ વનડેમાં રમ્યા નહોતા, પરંતુ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયન ટીમની પ્લેઈંગ ઈલેવનમાં બંને બોલર હશે. તેની સાથે મેક્સવેલ અને પછી માર્કસ સ્ટોઈનિસ જેવા મધ્યમ ઝડપી બોલર પણ હશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની આ નબળાઈ તેમને વર્લ્ડ કપની પહેલી જ મેચમાં ખરેખર મુશ્કેલીમાં મૂકી શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">