IND vs AUS : વર્લ્ડકપ પહેલા ભારતીય બોલરોની ખરાબ રીતે પીટાઈ, સ્પિનરોએ આપ્યા 150 રન
ઓસ્ટ્રેલિયાએ છેલ્લી મેચમાં રનનો વરસાદ કર્યો હતો અને 352 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના બોલરો આ મેચમાં ખાસ કંઈ કરી શક્યા નહોતા, જો કે રાજકોટની પીચ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતા અને તેને સંપૂર્ણ ફ્લેટ પીચ ગણાવી હતી. ભારતની તાકાત સ્પિન બોલિંગ છે અને આજની મેચમાં ભારતના ત્રણેય બોલરો પણ મોંઘા સાબિત થયા હતા.
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રાજકોટ (Rajkot) માં રમાઈ રહેલી વનડે સીરિઝની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરો ફ્લોપ સાબિત થયા હતા. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને ત્યારબાદ શરૂઆતથી જ તેમણે આક્રમક બેટિંગ શરૂ કરી. ODI વર્લ્ડ કપ (World Cup 2023) પહેલા આ છેલ્લી મેચ છે, જેમાં ભારતીય બોલરો સામે કાંગારૂ બેટ્સમેનોએ રનનો વરસાદ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા (Australia) એ આ મેચમાં પ્રથમ બેટિંગ કરીને 352 રન બનાવ્યા હતા.
સ્પિનરોએ 157 રન આપ્યા
આ મેચમાં ટીમ ઈન્ડિયાએ રવિચંદ્રન અશ્વિનને રમાડ્યો ન હતો, તેના બદલે માત્ર રવિન્દ્ર જાડેજા સાથે કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદર મેદાનમાં આવ્યા હતા. જાડેજાએ 61 રન આપ્યા, વોશિંગ્ટને 48 રન આપ્યા જ્યારે બંનેને એક પણ વિકેટ મળી ન હતી, કુલદીપ યાદવે 2 વિકેટ મેળવી હતી જોકે તેણે પણ 48 રન આપ્યા હતા.
બુમરાહ સૌથી મોંઘો બોલર સાબિત થયો
ત્રણેય સ્પિનરોએ 26 ઓવરમાં કુલ 157 રન આપ્યા હતા અને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોનો સમય કપરો હતો. આ ત્રણ સ્પિનરોમાંથી માત્ર રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ જ ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ ટીમમાં છે. જો કે સૌથી મોંઘા બોલરની વાત કરીએ તો તે જસપ્રીત બુમરાહ હતો, જેણે 10 ઓવરમાં 81 રન આપ્યા અને 3 વિકેટ પણ લીધી.
Innings break!
Australia post 352/7 in the first innings!
Over to our batters
Scorecard ▶️ https://t.co/H0AW9UXI5Y#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/FBH2ZdnEF6
— BCCI (@BCCI) September 27, 2023
જસપ્રીત બુમરાહ- 10 ઓવર, 81 રન, 3 વિકેટ મોહમ્મદ સિરાજ- 9 ઓવર, 68 રન, 1 વિકેટ પ્રસિદ્ધ કૃષ્ણ- 5 ઓવર, 45 રન, 1 વિકેટ રવિન્દ્ર જાડેજા- 10 ઓવર, 61 રન વોશિંગ્ટન સુંદર- 10 ઓવર, 48 રન કુલદીપ યાદવ- 6 ઓવર, 48 રન
આ પણ વાંચો : Breaking News : IND vs AUS : રાજકોટ ODIમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને જીતવા 353 રનનો વિશાળ ટાર્ગેટ
ઓસ્ટ્રેલિયાની ઝડપી શરૂઆત
ઓસ્ટ્રેલિયાએ ખૂબ જ ઝડપી શરૂઆત કરી હતી અને પહેલી જ ઓવરથી જ ધમાલ મચાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ 10 ઓવરમાં 90 રન બનાવ્યા હતા જ્યારે 27મી ઓવરમાં તેનો સ્કોર 200ને પાર કરી ગયો હતો. જો કે છેલ્લી 20 ઓવરમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ તેમની ગતિ રોકી દીધી અને આ જ કારણ હતું કે એક સમયે સ્કોર જે 370ની નજીક દેખાતો હતો તે 350 પર જ અટકી ગયો હતો. ટીમ ઈન્ડિયાએ છેલ્લી 10 ઓવરમાં માત્ર 70 રન આપ્યા હતા.
રાજકોટના મેદાન પર વનડેમાં સૌથી મોટો સ્કોર
ભારતીય બોલરોએ કેટલા રન આપ્યા છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાજકોટના આ મેદાન પર વનડેમાં આ સૌથી મોટો સ્કોર છે. આ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયા સામે 340નો સ્કોર બનાવ્યો હતો એટલે કે જો ભારત આ મેચ જીતશે તો ઈતિહાસ બનશે.