IND vs AFG: આઉટ થયા બાદ DRS ન લીધો તો પોતાની જ ટીમ પર ભડક્યો આ ખેલાડી
IND vs AFG: ભારત સામેની ટેસ્ટમાં અફઘાનિસ્તાનની કરારી હાર થઈ છે. અફઘાનિસ્તાનના મોહમ્મદ સલીમ સફીને અમ્પાયરે ખોટી રીતે LBW આઉટ આપ્યો. એ સમયે ટીમ તરફ યોગ્ય સમયે DRS ન માગતા મોહમ્મદ સલીમને પેવેલિયન ફરવુ પડ્યુ હતુ.

અફઘાનિસ્તાને ભારત સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં કરારી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમના કંગાળ પ્રદર્શનની સાથે જ યોગ્ય સમયે DRS ન લેવો અફઘાનિસ્તાન માટે હારનું કારણ બન્યો. પહેલા દિવસે કે.એલ. રાહુલ ના બેટને હિટ કર્યા બાદ બોલ વિકેટકિપરના હાથમાં આવી ગયો હતો. તેમ છતા અફઘાનિસ્તાને DRS ન લીધો અને તેણે સેન્ચ્યુરી ઝડી દીધી. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અફઘાનિસ્તાને ફરી એકવાર DRS ન લેવાની ભૂલ ભારે પડી.
DRS બચ્યા હોવા છતા પણ ન લીધા
અફઘાનિસ્તાનની પહેલી ઈનિંગના 58માં ઓવરમાં માનવ સુથાર બોલિંગ કરી રહ્યો હતો. 10મા નંબરના બેટ્સમેન મોહમ્મદ સલીમ સફી સામે LBW અપીલ થઈ. અમ્પાયરે તેને આઉટ ગણાવ્યો. પહેલા લાગ્યુ કે મોહમ્મદ સલીમ DRS લેવા ઈચ્છે છે, ટીમ પાસે બે DRS બચ્યા પણ હતા પરંતુ મોહમ્મદ સલીમે નોન સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલા બેટ્સમેન સાથે વાત કર્યા બાદ પેવેલિયન પરત ફર્યો હતો.
પોતાની જ ટીમ પર નારજ જોવા મળ્યો મોહમ્મદ સલીમ
જે બાદ રિપ્લેમાં દેખાયુ કે બોલ લેગ સ્ટમ્પની બહાર પડ્યો હચો અને સફી આઉટ ન હતો. ડગ આઉટની નજીક પહોંચ્યા બાદ સલીમ સલીમ ઘણો ગુસ્સામાં જોવા મળ્યો. જેના કારમએ અફઘાનિસ્તાનના ડગઆઉટ પાસે માહોલ ઘણો ગરમાઈ ગયો. સફી તેના સાથી ક્રિકેટર અને સપોર્ટ સ્ટાફ સાથે નારાજગીથી વાત કરતો જોવા મળ્યો હતો.
ત્રીજા જ દિવસે ભારતનો વિજય
મુલ્લાનપુર ગ્રાઉન્ડ પર 6 જૂને શરૂ થયેલી ટેસ્ટ મેચમાં, ભારતીય ટીમે શરૂઆતથી જ મજબૂત પકડ જાળવી રાખી હતી. ભારતે 568 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યા બાદ પોતાનો પહેલો દાવ ડિક્લેર કર્યો હતો. જવાબમાં, અફઘાનિસ્તાનની ટીમ માનવ સુથારની સ્પિન બોલિંગ સામે લાચાર દેખાઈ અને પ્રથમ દાવમાં માત્ર 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
પ્રથમ દાવના આધારે 412 રનની જંગી લીડ મેળવ્યા બાદ, કેપ્ટન શુભમન ગિલે અફઘઆનિસ્તાનને ફોલો-ઓન આપ્યો. બીજી ઈનિંગમાં પણ અફઘાન ટીમની ખરાબ શરૂઆત થઈ. જોકે તેમણે સાચવીને રમવાની કોશિશ કરી, પરંતુ વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવની જોડીએ અફઘાનિસ્તાનની બેટિંગ લાઇનઅપને તોડી નાખી. પરિણામે, અફઘાનિસ્તાનનો દેખાવ બીજા દાવમાં વધુ ખરાબ રહ્યો અને ફક્ત 112 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. ટીમ ઈન્ડિયાએ 300 રનથી મેચ જીતી લીધી.
Chenab Project: સિંધુ જળ સંધિ સ્થગિત થયા બાદ દાઝેલા પાકિસ્તાનનુ ગળુ વધુ સૂકાશે, ભારતના ચિનાબ પ્રોજેક્ટથી તરસે મરશે
