AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફ્લાઇટમાં સિગારેટ પીવા પર છે સખત મનાઈ, તો પછી ટોયલેટમાં એશટ્રે રાખવા પાછળનું શું છે કારણ ?

ફ્લાઇટમાં સ્મોકિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને નિયમ તોડવા પર ભારે દંડ કે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. આમ છતાં, દરેક વિમાનના ટોયલેટમાં એક નાનકડી એશટ્રે જરૂર જોવા મળે છે. સુરક્ષા એજન્સીઓની કડક તપાસ બાદ માચિસ કે લાઇટર લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં, જો કોઈ મુસાફર છૂપી રીતે નિયમ તોડે તો પ્લેનમાં આગ લાગવાનું મોટું જોખમ ઊભું થઈ શકે છે. મુસાફરોના જીવ બચાવવા માટે વિમાનના નિયમોમાં આ એશટ્રે કેમ ફરજિયાત રાખવામાં આવી છે, તેની પાછળનું રસપ્રદ વાત અને ઇતિહાસ આ અહેવાલમાં વિગતવાર સમજો.

ફ્લાઇટમાં સિગારેટ પીવા પર છે સખત મનાઈ, તો પછી ટોયલેટમાં એશટ્રે રાખવા પાછળનું શું છે કારણ ?
Image Credit source: AI
| Updated on: Jun 08, 2026 | 6:55 PM
Share

જ્યારે ફ્લાઇટમાં ખુલ્લેઆમ પીવાતી હતી સિગારેટ…! આ સવાલનો જવાબ જાણવા માટે ઇતિહાસના પાના ઉથલાવવા પડશે. એક સમય એવો હતો જ્યારે હવાઈ મુસાફરી દરમિયાન મુસાફરોને સિગારેટ પીવાની છૂટ હતી. વિમાનોમાં ખાસ ‘સ્મોકિંગ સેક્શન’ બનાવવામાં આવતા અને સીટોના આર્મરેસ્ટ તેમજ ટોયલેટના દરવાજા પર એશટ્રે લગાવવામાં આવતી હતી. પરંતુ સમય જતાં ધૂમ્રપાનના કારણે વિમાનમાં આગ લાગવાની કેટલીક ગંભીર દુર્ઘટનાઓ સામે આવી. આ પછી ધીમે-ધીમે પ્રતિબંધો શરૂ થયા અને વર્ષ 2000 ના દાયકાની શરૂઆત સુધીમાં મોટાભાગની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં સ્મોકિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાયો.

પ્રતિબંધ હોવા છતાં કેમ ન હટાવાઈ એશટ્રે?

હવે પ્રશ્ન એ થાય કે જ્યારે પ્રતિબંધ જ છે, તો એશટ્રેનું શું કામ? આનો સીધો સંબંધ એવિએશન સેક્ટરના સુરક્ષા નિયમો સાથે છે. એવિએશન અધિકારીઓનું માનવું છે કે કડક નિયમો હોવા છતાં કેટલાક મુસાફરો તેનું ઉલ્લંઘન કરી શકે છે. જો કોઈ મુસાફર ચોરીછૂપીથી સિગારેટ સળગાવી લે, તો તેને ઓલવવા માટે એક સુરક્ષિત જગ્યા હોવી ખૂબ જરૂરી છે. જો સળગતી સિગારેટને ટોયલેટની કચરાપેટીમાં ફેંકવામાં આવે, જ્યાં ટિશ્યુ પેપર અને અન્ય સરળતાથી સળગી ઊઠે તેવી વસ્તુઓ હોય છે, તો પ્લેનમાં આગ લાગી શકે છે.

લાઇટર વગર સિગારેટ કેવી રીતે સળગે?

સુરક્ષા તપાસ હોવા છતાં એવું બની શકે કે કોઈ મુસાફર પ્રતિબંધિત સામાન જેમ કે માચિસ કે લાઇટર છુપાવીને પ્લેનની અંદર લઈ જવામાં સફળ થઈ જાય. નિષ્ણાતોના મતે, એવિએશન ઇન્ડસ્ટ્રીમાં સુરક્ષાના નિયમો હંમેશા આદર્શ પરિસ્થિતિઓ જોઈને નહીં, પરંતુ ‘સંભવિત જોખમો’ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. એટલે કે, જો કોઈ વ્યક્તિ નિયમ તોડે તો પણ પ્લેનની સુરક્ષા સાથે કોઈ સમજૂતી ન થવી જોઈએ. આ જ સંભાવનાને કારણે ટોયલેટમાં એશટ્રે રાખવામાં આવે છે જેથી સળગતી સિગારેટને સુરક્ષિત રીતે ઓલવી શકાય અને આગનું જોખમ ટાળી શકાય.

એવિએશન કાયદામાં પણ છે આ જોગવાઈ

વિશ્વના ઘણા દેશોના એવિએશન નિયમો હેઠળ વિમાનના ટોયલેટમાં એશટ્રે રાખવી કાનૂની રીતે ફરજિયાત છે. આ જ કારણ છે કે “નો સ્મોકિંગ” નું બોર્ડ મારેલું હોવા છતાં ટોયલેટના દરવાજા પર એશટ્રે લગાવેલી દેખાય છે. હજારો ફૂટની ઊંચાઈએ ઉડી રહેલા વિમાનમાં આગ લાગવી એ સૌથી ગંભીર કટોકટી માનવામાં આવે છે. એક નાની અમથી ચિંગારી પણ મોટી દુર્ઘટના સર્જી શકે છે. ભૂતકાળમાં સ્મોકિંગને કારણે થયેલા અકસ્માતોએ પ્લેનની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા, તેથી દરેક સંભવિત ખતરાને ઘટાડવા માટે આ વધારાની સાવચેતી રાખવામાં આવે છે.

માત્ર એશટ્રે જ નહીં, સુરક્ષાના અન્ય વિકલ્પ પણ છે

આધુનિક વિમાનોના ટોયલેટમાં માત્ર એશટ્રે જ હોતી નથી, પરંતુ ત્યાં અત્યાધુનિક સ્મોક ડિટેક્ટર, આગ-પ્રતિરોધી કચરાપેટી (ફાયર-રેઝિસ્ટન્ટ ડસ્ટબિન) અને આગ ઓલવવાના ઓટોમેટિક ઉપકરણો પણ લગાવેલા હોય છે. જો ટોયલેટમાં સહેજ પણ ધુમાડો થાય, તો કેબિન ક્રૂને તરત જ એલર્ટ મળી જાય છે અને તેઓ સ્થિતિની તપાસ કરે છે.

ટૂંકમાં કહીએ તો, એશટ્રે મુસાફરોને ધૂમ્રપાન કરવાની પરવાનગી નથી આપતી, પરંતુ તે માનવ સ્વભાવ અને કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી એક અભેદ સુરક્ષા કવચ સમાન વ્યવસ્થા છે, જે મુસાફરોની સફર સુરક્ષિત બનાવે છે.

Reliance અને TCS સહિત 7 મોટી કંપનીઓના રૂ. 1.25 લાખ કરોડ ડૂબ્યા, જ્યારે બેંકિંગ સેક્ટરે મચાવી ધુમ

Follow Us
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
પાણીને લઈને તંત્રની બેદરકારી કે કોન્ટ્રાક્ટરોની રમત?
પાણીને લઈને તંત્રની બેદરકારી કે કોન્ટ્રાક્ટરોની રમત?
ગોતામાં પ્રદૂષિત પાણી મામલો, હવે પીવાલાયક જાહેર
ગોતામાં પ્રદૂષિત પાણી મામલો, હવે પીવાલાયક જાહેર
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
g clip-path="url(#clip0_868_265)">