Breaking News : નવા સત્રની શરૂઆત સાથે વાલીઓને વધુ એક ઝટકો! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં વધારાની તૈયારી, જુઓ Video
નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં જ વાલીઓ પર સ્કૂલ વર્ધીના ભાવ વધારાનો બોજ આવશે. CNGના ભાવમાં થયેલા ઉછાળાને કારણે સ્કૂલ રિક્ષા અને વાનના ભાડામાં વધારો કરવા માટે આજે સાંજે 4 વાગ્યે બેઠક યોજાશે. છેલ્લે ₹76 CNG ભાવે ભાવવધારો થયો હતો, જે હાલ ₹88 પર પહોંચ્યો છે.
નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ ગુજરાતમાં વાલીઓ પર વધુ એક આર્થિક બોજ વધવાનો છે. સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાનના ભાડામાં વધારો નિશ્ચિત બન્યો છે. આ ભાવ વધારા અંગે નિર્ણય લેવા માટે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા આજે સાંજે 4 વાગ્યે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લે જ્યારે સ્કૂલ વર્ધીના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે CNGનો ભાવ ₹76 પ્રતિ કિલો હતો. વર્તમાન સમયમાં CNGનો ભાવ ₹88 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે, જેના કારણે પરિવહન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. અન્ય તમામ વસ્તુઓમાં ભાવ વધારો જોવા મળતો હોવાથી સ્કૂલ વર્ધીના સંચાલકો દ્વારા પણ ભાડા વધારાની માગણી કરવામાં આવી રહી છે.
આ બેઠકમાં ભાવ વધારા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. અગાઉ, ઓટો રિક્ષાનું જૂનું ભાડું ₹750 હતું જ્યારે સ્કૂલ વાનનું જૂનું ભાડું ₹1200 હતું. આજે સાંજે 4 વાગ્યાની બેઠક બાદ નવા ભાડાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેનો પ્રભાવ હજારો વાલીઓ પર પડશે. આ નિર્ણય વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.
DMartમાં ખરીદી કરતા પહેલા ચેતી જજો! પૂર્વ કર્મચારીએ કર્યો ચોંકાવનારો દાવો, જુઓ Viral Video આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા

