AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલી પાકિસ્તાનમાં ચૂંટણી લડે તો… પૂર્વ ક્રિકેટરે શું કહ્યું? જુઓ Video

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની દુનિયાભરમાં ફેન ફોલોઈંગ છે. આ ખેલાડી પાકિસ્તાનમાં પણ ખૂબ લોકપ્રિય છે. વિરાટ કોહલીનો ક્રેઝ એટલો બધો છે કે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ તેના માટે એક શાનદાર નિવેદન આપ્યું છે.

વિરાટ કોહલી પાકિસ્તાનમાં ચૂંટણી લડે તો… પૂર્વ ક્રિકેટરે શું કહ્યું? જુઓ Video
Virat Kohli
| Updated on: Aug 21, 2024 | 9:52 PM
Share

વિરાટ કોહલી જ્યારે પણ મેદાનમાં આવે છે ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા દરેક વ્યક્તિ ઉભા થઈને તાળીઓ પાડીને તેમનું સ્વાગત કરે છે. તેની બેટિંગ જોવા માટે દુનિયાના ખૂણે ખૂણેથી લોકો આવે છે. વિરાટ પણ પોતાના ચાહકોને નિરાશ કરતો નથી અને શાનદાર પ્રદર્શન કરીને ટીમને જીત તરફ લઈ જાય છે.

પાકિસ્તાનમાં વિરાટનો ક્રેઝ

આ જ કારણ છે કે વિશ્વભરમાં વિરાટ કોહલીની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. આશ્ચર્યની વાત એ છે કે વિરાટનો આ ક્રેઝ પડોશી દેશ પાકિસ્તાનમાં પણ છે. વિરાટના પાગલપનને લઈને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર બાસિત અલીએ એવી વાત કહી કે તેનું નિવેદન સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યું છે.

જો વિરાટ કોહલી પાકિસ્તાનમાં ચૂંટણી લડે તો

બાસિત અલીએ એક શોમાં કહ્યું કે વિરાટ કોહલીની પાકિસ્તાનમાં અદભૂત ફેન ફોલોઈંગ છે. તેણે કહ્યું કે જો વિરાટ લાહોર અથવા કરાચીથી ચૂંટણી લડશે તો તે ચોક્કસપણે જીતશે. જો કે, પાકિસ્તાનમાં લોકો બાબર આઝમને ખૂબ પસંદ કરે છે અને તેની સરખામણી વિરાટ કોહલી સાથે પણ કરવામાં આવે છે. પરંતુ પાકિસ્તાનમાં એક મોટો વર્ગ એવો છે જે વિરાટ કોહલીને શ્રેષ્ઠ માને છે. પાકિસ્તાન સુપર લીગની મેચોમાં પણ ફેન્સ ઘણીવાર વિરાટ કોહલીની જર્સીમાં જોવા મળ્યા છે.

વિરાટ પાકિસ્તાનમાં રમ્યો જ નથી!

પાકિસ્તાની ફેન્સ ઘણા સમયથી વિરાટ કોહલીની રાહ જોઈ રહ્યા છે. પાકિસ્તાનનો દરેક ચાહક ઈચ્છે છે કે વિરાટ કોહલી પાકિસ્તાનમાં આવે અને રમે. શાહિદ આફ્રિદીએ પણ ઘણી વખત કહ્યું છે કે આ ખેલાડીએ પાકિસ્તાન આવવું જોઈએ. વિરાટ કોહલીએ પાકિસ્તાનમાં અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક પણ મેચ રમી નથી. જો કે તેણે પાકિસ્તાનમાં અંડર-19 ક્રિકેટની કેટલીક મેચો ચોક્કસપણે રમી છે.

આ પણ વાંચો: ગુજરાતનો પહેલો વ્યક્તિ જે ક્રિકેટ જગતના સર્વોચ્ચ પદ પર પહોંચ્યો અને બન્યો ક્રિકેટનો ‘Most Powerful Person’

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">