AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન નીચેથી ટોચ પર પહોંચ્યું, વર્લ્ડ કપમાં હારની હેટ્રિક, ઓસ્ટ્રેલિયા સામે કારમો પરાજય

ICC મહિલા વર્લ્ડ કપ 2025માં પાકિસ્તાનને બીજી હારનો સામનો કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયાએ એકતરફી મેચ જીતી લીધી. આ સાથે ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં પણ ટોચ પર પહોંચી ગયું છે જ્યારે પાકિસ્તાન છેલ્લા ક્રમે ફેંકાયું છે.

પાકિસ્તાન નીચેથી ટોચ પર પહોંચ્યું, વર્લ્ડ કપમાં હારની હેટ્રિક, ઓસ્ટ્રેલિયા સામે કારમો પરાજય
PakistanImage Credit source: PTI
| Updated on: Oct 08, 2025 | 11:03 PM
Share

ICC મહિલા વર્લ્ડ કપ 2025ની નવમી મેચ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ એક શાનદાર જીત મેળવી હતી. પાકિસ્તાને મેચની શરૂઆત સારી રીતે કરી હતી, અને એક સમયે એવું લાગતું હતું કે તેઓ મોટો અપસેટ સર્જી શકે છે. જોકે, ઓસ્ટ્રેલિયાએ શાનદાર વાપસી કરીને ટુર્નામેન્ટમાં પોતાનો બીજો વિજય મેળવ્યો હતો. તેઓએ મેચ 107 રનથી જીતી લીધી હતી.

બેથ મૂનીએ યાદગાર સદી ફટકારી

ઓસ્ટ્રેલિયાએ ટોસ હારી પહેલા બેટિંગ કરી, પરંતુ તેમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ફોબી લિચફિલ્ડ માત્ર 10 રન બનાવીને અને એલિસા હીલી 20 રન બનાવીને આઉટ થઈ ગઈ. એલિસ પેરી પણ 5 રનથી વધુ રન બનાવી શકી નહીં. ત્યારબાદ એનાબેલ સધરલેન્ડ અને એશ્લે ગાર્ડનર આઉટ થઈ ગઈ, જેના કારણે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 વિકેટે 76 રન થઈ ગયો. જોકે, બેથ મૂનીએ એક છેડો પકડી રાખ્યો. બેથ મૂનીએ અલાના કિંગ સાથે મળીને નવમી વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાવી અને મેચનું પાસુ ફેરવી નાખ્યું.

10મા ક્રમે આવી અણનમ 51 રન બનાવ્યા

બેથ મૂનીએ 114 બોલમાં 109 રનની ઈનિંગ રમી, જેમાં 11 ચોગ્ગા ફટકાર્યા. બેથ મૂનીએ સાવધાનીપૂર્વક બેટિંગ કરી અને અલાના કિંગ સાથે નવમી વિકેટ માટે 106 રન ઉમેર્યા. ઉલ્લેખનીય છે કે, અલાના કિંગે પણ અડધી સદી ફટકારી. 10મા ક્રમે બેટિંગ કરતી વખતે, તેણે 49 બોલમાં અણનમ 51 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયા 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 221 રન બનાવી શક્યું. બીજી તરફ, પાકિસ્તાન તરફથી નશરા સંધુએ ત્રણ વિકેટ લીધી. ફાતિમા સના અને રમીન શમીમે બે-બે વિકેટ લીધી, જ્યારે ડાયના બેગ અને સાદિયા ઈકબાલે એક-એક વિકેટ લીધી.

પાકિસ્તાન 114 રનમાં ઓલઆઉટ

222 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે પાકિસ્તાનનો દાવ પત્તાના ઘરની જેમ ઢેર થઈ ગયો. પાકિસ્તાને પોતાની પહેલી વિકેટ 8 રનમાં ગુમાવી દીધી અને 31 રન સુધી પહોંચતા સુધીમાં અડધી ટીમ આઉટ થઈ ગઈ. ત્યારબાદ, ઓસ્ટ્રેલિયાએ વાપસીની કોઈ તક આપી ન હતી. સિદ્રા અમીને સૌથી વધુ 35 રન બનાવ્યા. સિદ્રા અમીન સિવાય, અન્ય કોઈ બેટ્સમેન 20 રન સુધી પહોંચી શકી નહીં, જેના કારણે પાકિસ્તાન 114 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ઓસ્ટ્રેલિયા તરફથી કિમ ગાર્થે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. મેગન સ્કટ અને એનાબેલ સધરલેન્ડે બે- બે વિકેટ લીધી. અલાના કિંગ, એશ્લે ગાર્ડનર અને જ્યોર્જિયા વેરહામે પણ એક-એક વિકેટ લીધી.

પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન છેલ્લા સ્થાને

આ મેચ પછી, ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. જ્યારે પાકિસ્તાન આઠમાં સ્થાને છે. તેમણે અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં હારનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો: Rohit Sharma Captain : રોહિત શર્મા બન્યો કેપ્ટન, આ ટીમમાં મળ્યું સ્થાન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">