‘ICC Rankings’ માં ભારત અને દક્ષિણ આફ્રિકા કયા નંબરે છે ? પહેલી ODIના પરિણામ બાદ શું-શું બદલાયું ?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હાલ 3 મેચની ODI સિરીઝ ચાલી રહી છે. ટીમ ઈન્ડિયાએ સિરીઝની પહેલી મેચ 17 રનથી જીતી લીધી છે. બીજી ODI પહેલા ICC ODI રેન્કિંગમાં ભારત અને દક્ષિણ આફ્રિકા કયા સ્થાને છે, તેને લઈને ક્રિકેટ ફેન્સમાં ઉત્સાહ છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હાલ 3 મેચની ODI સિરીઝ ચાલી રહી છે. ટીમ ઈન્ડિયાએ સિરીઝની પહેલી મેચ 17 રનથી જીતી લીધી છે. આ જીત બાદ ICC રેન્કિંગમાં ઘણા ફેરફાર થયા છે. ICC એ 30 નવેમ્બરના રોજ, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ODI ના દિવસે ODI રેન્કિંગ અપડેટ કર્યું.
ભારતીય ટીમ કયા નંબરે?
ભારતીય ટીમ ‘122’ રેટિંગ સાથે ટોપ પર પહોંચી ગયું છે. ટૂંકમાં ભારતીય ટીમ પહેલા નંબર 1 હતી અને હજુ પણ નંબર 1 પર જ યથાવત છે. ભારતનું રેટિંગ બીજી ટીમો કરતા નોંધપાત્ર રીતે વધારે છે. ન્યુઝીલેન્ડ ICC ODI રેન્કિંગમાં બીજા ક્રમે છે, જે હાલમાં 113 રેટિંગ ધરાવે છે.
ભારત અને ન્યુઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમે આવે છે. ICC ODI રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાનું રેટિંગ હાલમાં 109 છે. પાકિસ્તાન 105 રેટિંગ સાથે ચોથા ક્રમે છે. શ્રીલંકા 100 રેટિંગ સાથે ICC ODI રેન્કિંગમાં પાંચમા ક્રમે છે.
દક્ષિણ આફ્રિકા કયા નંબરે?
ICC ODI રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકાનું રેટિંગ ફક્ત 97 છે. ભારત સામે ચાલી રહેલી ODI શ્રેણીની પહેલી મેચ હાર્યા બાદ દક્ષિણ આફ્રિકાને વધુ એક ઝટકો લાગ્યો છે. હવે તેઓ શ્રેણી ગુમાવવાના ભયમાં છે. આગામી મેચ સિરીઝ માટે મહત્વપૂર્ણ રહેશે.
ટીમ ઇન્ડિયા આગામી મેચ જીતીને સિરીઝ જીતવાનો પ્રયાસ કરશે, જ્યારે દક્ષિણ આફ્રિકા રાયપુરમાં મેચ જીતીને શ્રેણી બરાબર કરવાનો પ્રયાસ કરશે. ODI શ્રેણી બાદ સાઉથ આફ્રિકાની ટીમ ભારત વિરૂદ્ધ 9 ડિસેમ્બરથી 5 T20 મેચ રમશે.
