T20 World Cup 2026 : 2007 અને 2026, બંન્ને ટી20 વર્લ્ડકપ રમનાર એકમાત્ર ક્રિકેટર વિશે જાણો
ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં અનેક રેકોર્ડ બન્યા છે પરંતુ એક રેકોર્ડ એવો છે જે ખુબ અનોખો છે, દુનિયાનો એક માત્ર એવો ક્રિકેટર છે. જેમણે 2007 અને 2026 બંન્ન્ વર્લ્ડકપમાં રમ્યો છે. હાલમાં આ લિજેન્ડની ઉંમર 40 વર્ષને પાર થઈ ચૂકી છે. પરંતુ ક્રિકેટને લઈ તેનું જનુન શાનદાર છે.

દરેક ઈન્ડિયન ક્રિકેટ ચાહકોને આ વાતની જાણ છે કે, ટી20 વર્લ્ડકપની પહેલી સીઝન વર્ષ 2007માં રમાઈ હતી. ત્યારે સાઉથ આફ્રિકાની ધરતી પર ટીમ ઈન્ડિયાએ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં પહેલો ખિતાબ જીત્યો હતો. વર્ષ 2026માં ગ્લોબલ ટૂર્નામેન્ટની 10મી સીઝન છે. ત્યારથી લઈ અત્યારસુધી કુલ 19 સીઝન રમાઈ છે પરંતુ એક એવો ખેલાડી છે. જેમણે પહેલી અને 19મી સીઝન બંન્નેમાં વર્લ્ડકપ રમ્યો છે.
2007 અને 2026, બંન્ને ટી20 વર્લ્ડકપ રમનાર ખેલાડી
સૌથી વધારે ટી20 વર્લ્ડકપ રમનાર ખેલાડી વિશે પુછવામાં આવે તો સ્વાભાવિક છે તમારા મગજમાં પહેલું નામ રોહિત શર્માનું આવે. જેમણે 2007 થી લઈ 2024 સુધી ટૂર્નામેન્ટની 9 એડિશનમાં ભાગ લીધો છે. ભારત અને શ્રીલંકામાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડકપમાં તે રમી રહ્યો નથી કારણ કે, તેમણે ટી20 ફોર્મેટમાંથી સંન્યાસ લીધો છે.ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે સુપર 8 રાઉન્ડની મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે.
View this post on Instagram
ઝિમ્બાબ્વેના બ્રેડન ટેલર દુનિયાનો એકમાત્ર ખેલાડી છે. જેમણે 2007 અને 2026 બંન્ને ટી20 વર્લ્ડકપમાં પોતાની ટીમની રિપ્રેઝેન્ટ કર્યું છે. 12 સપ્ટેમ્બર 2007ના રોજ કેપટાઉનમાં તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 45 બોલમાં 60 રન બનાવ્યા હતા. જ્યારે ઝિમ્બાબ્વે કાંગારુ વિરુદ્ધ શાનદાર જીત મેળવી હતી.બ્રેડન ટેલર જ્યારે ટી20 વર્લ્ડકપ 2026માં ઓમાન વિરુદ્ધ મેચ રમવા ઉતર્યો તો 40 વર્ષનો થઈ ચૂક્યો હતો.પરંતુ 31 રન બાદ તે રિટાયર્ડ હર્ટ થયો આ કારણે તે કોલંબોમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઝિમ્બાબ્વેની જીત દરમિયાન પ્લેઈંગ 11નો ભાગ ન હતો.ટેલર માટે 2026 ટી20 વર્લ્ડકપની 5મી એડિશન છે.
શું આગામી એડિશન રમશે ટેલર?
બ્રેડન ટેલર ઝિમ્બાબ્વે માટે ઓલ ફોર્મેટનો ખેલાડી છે. તેમણે 300થી વધારે ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેમજ કુલ 10,000થી વધારે આંતરરાષ્ટ્રીય રન પોતાને નામ કર્યા છે. પોતાની નેશનલ ટીમ માટે કોઈ લિજેન્ડથી ઓછા રન નથી. 18 સદી અને 57 ફિફ્ટી આ વાતનો પુરાવો છે. હવે ક્રિકેટ ચાહકો ઈચ્છશે કે, ટેલર ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં રમાનાર ટી20 વર્લ્ડકપ 2028માં પણ રમી. ત્યારે તે 42 વર્ષનો થઈ જશે.
