AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : ICC T20 World Cup 2026માં વેસ્ટ ઇન્ડીઝનું રાષ્ટ્રગીત કેમ વગાડવામાં આવતું નથી? જાણો કારણ

ICC T20 World Cup 2026 : ક્રિકેટની દુનિયામાં એક સમયે વેસ્ટઈન્ડિઝની ટીમ રાજ કરતી હતી. પરંતુ ધીમે ધીમે તેનો દબદબો પૂર્ણ થતો જોવા મળ્યો. આઈસીસી ટી20 વર્લ્ડકપમાં આ ટીમ શાનદાર પ્રદર્શન કરી કમબેક કરી રહી છે. આ દરમિયાન સ્ટેડિયમમાં આ ટીમનું રાષ્ટ્રીય ગીત વાગતું નથી. જેનું કારણ ચોંકાવનારું છે.

T20 WC Breaking : ICC T20 World Cup 2026માં વેસ્ટ ઇન્ડીઝનું રાષ્ટ્રગીત કેમ વગાડવામાં આવતું નથી? જાણો કારણ
| Updated on: Feb 24, 2026 | 9:56 AM
Share

આઈસીસી ટી20-વર્લ્ડકપ 2026માં વેસ્ટઈન્ડિઝની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ ટીમનો દબદબો ફરી એક વખત જોવા મળી રહ્યો છે. લીગ સ્ટેજમાં વેસ્ટઈન્ડિઝની ટીમે પોતાની તમામ મેચ જીતી છે. હવે સુપર-8ની પહેલી મેચમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમી હતી. ટૂર્નામેન્ટની તમામ 5 મેચમાં વેસ્ટઈન્ડિઝની ટીમનું રાષ્ટ્રીગીત વાગ્યું ન હતુ. મેચ પહેલાઅન્ય ટીમનું રાષ્ટ્રીગીત વાગી રહ્યું છે. આની પાછળનું કારણ ચાહકો જાણવા માંગે છે.

કેમ નથી વાગતું વેસ્ટઈન્ડિઝનું રાષ્ટ્રગીત?

કોઈ પણ ટૂર્નામેન્ટમાં વેસ્ટઈન્ડિઝનું રાષ્ટ્રગીત વાગતું નથી. કારણ કે, વેસ્ટઈન્ડિઝ કોઈ દેશ નથી. પરંતુ 15 દેશનો એક સમુહ છે. જે સાથે મળી ક્રિકેટ રમે છે. જેમાં એન્ટીગુઆ અને બારબુડા,એગુઈલા, બારબાડો, બ્રિટિશ વર્ઝઇન આઈલેન્ડસ,ડોમિનિકા ,મોન્ટેસેરાટ,ગ્રેનાડા, નેવિસ ,ગુયાન , સેન્ટ માર્ટેન, જૈમકા,યુએસ વર્ઝિન આઈલેન્ડ, સેન્ટ કિટ્સ ,સેન્ટ લુસિયા, સેન્ટ વિસેન્ટ અને ગ્રેનેડાઈસ અને ત્રિનિદાદ અને ટોબૈગોનું નામ સામેલ છે. ત્યારે વેસ્ટઈન્ડિઝની મેચ દરમિયાન તેનું ક્રિકેટ એન્થમ વાગે છે. આ પરંપરા 1999થી શરુ થઈ છે. જ્યારે ડેવિડ રુડરનું ફેમ કૈલિપ્સો ગીત રૈલી રાઉન્ડ ધ વેસ્ટઈન્ડિઝને વેસ્ટઈન્ડિઝે પોતાનું ક્રિકેટ એન્થમ બનાવ્યું હતુ. આ ગીતને 1980માં લખવામાં આવ્યું હતુ.

નેશનલ એન્થમ 20 મિનિટ વાગે છે

વેસ્ટઈન્ડિઝની ટીમમાં અનેક દેશના ખેલાડીઓ સામેલ છે. જો કોઈ આઈસીસી મેચ પહેલા નેશનલ એથમ વાગે તો 20 મિનિટ લાગે છે. 1999 પહેલા વેસ્ટઈન્ડિઝની મેચમાં કેપ્ટનના દેશનું નેશનલ એન્થમ વાગતું હતુ પરંતુ અન્ય દેશના ખેલાડીઓ વધારે ખુશ ન હતા. હાલના સમયમાં વેસ્ટઈન્ડિઝની ટીમે ઘરેલું સીરિઝ દરમિયાન મિકલ તેજાનું ગીત ફુલ આહ એનર્જીને વગાડ્યું હતુ. જેનાથી યુવા ક્રિકેટ ચાહકોખુશ થયા હતા.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વેને કચડી નાખ્યું. તેમણે ઝિમ્બાબ્વેને હરાવ્યું એટલું જ નહીં, પરંતુ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં તેમની બીજી સૌથી મોટી જીત પણ નોંધાય છે. તેમણે ઝિમ્બાબ્વેને 107 રનથી હરાવ્યું. T20 વર્લ્ડ કપમાં રનની દ્રષ્ટિએ આ તેની બીજી સૌથી મોટી જીત છે.સુપર-8 માં ઝિમ્બાબ્વેને હરાવ્યા બાદ, વેસ્ટ ઇન્ડીઝની ટીમ ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં પણ ટોચ પર પહોંચી ગઈ છે.

ICC મેન્સ T20 વર્લ્ડ કપ, જે અગાઉ ICC વર્લ્ડ T20 તરીકે ઓળખાતો હતો, ક્રિકેટના T20 ઇન્ટરનેશનલ ફોર્મેટની સૌથી મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ છે. અહી ક્લિક કરો

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">