AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : જો ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલ મેચ રદ થાય, તો ફાઇનલની ટિકિટ કોને મળશે? જાણો ICCનો નિયમ

IND vs ENG Semifinal, T20 World Cup 2026 : ટી20 વર્લ્ડકપ 2026માં સેમિફાઈનલની ચાર ટીમ ફાઈનલ થઈ ચૂકી છે. ટીમ ઈન્ડિયાનો સામનો ઈંગ્લેન્ડ સામે થવાનો છે. આ મેચ 5 માર્ચ રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

T20 WC Breaking : જો ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલ મેચ રદ થાય, તો ફાઇનલની ટિકિટ કોને મળશે? જાણો ICCનો નિયમ
| Updated on: Mar 02, 2026 | 4:37 PM
Share

IND vs ENG Semifinal, T20 World Cup 2026 : ટી20 વર્લ્ડકપ 2026 હવે નોકઆઉટ સ્ટેજમાં પહોંચ્યું છે. ભારત સિવાય સાઉથ,આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડે સેમિફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. પહેલી સેમિફાઈનલ મેચ સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે રમાશે. તો ટીમ ઈન્ડિયાનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે. આ મેચ 5 માર્ચ રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. હવે સવાલએ થાય છે કે, આ 5 તારીખની મેચ રદ થાય તો પરિણામ શું આવશે. તો ચાલો આ વિશે વિસ્તારથી જાણીએ.

ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઈનલ મેચ રદ થાય, તો શું થશે?

સેમિફાઈલ એક નોકઆઉટ મેચ છે. જે પણ ટીમ હારશે. તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. આ મોટી મેચ માટે આઈસીસીએ ખાસ નિયમ બનાવ્યો છે. ગ્રુપ સ્ટેજ અને સુપર-8 રાઉન્ડ નક્કી તારીખ પર ન રમાય તો બંન્ને ટીમને 1-1 પોઈન્ટ આપવામાં આવશે પરંતુ સેમિફાઈનલમાં આવું થશે નહી. આઈસીસીએ બંન્ને સેમિફાઈનલ માટે રિઝર્વ ડે રાખ્યો છે. જો મેચ ડે પર વરસાદ કે ખરાબ હવામાન કારણે મેચ પુરી નહી થાય તો રિઝર્વ ડે પર મેચ રમાશે.

પરંતુ રિઝર્વ ડે પર પણ પરિણામ ન આવ્યું તો. આઈસીસીના નિયમ મુજબ નોકઆઉટ સ્ટેજમાં સેમિફાઈનલ અને ફાઈનલ મેચનું પરિણામ આવશે નહી. તો સુપર-8 રાઉન્ડના આધાર પર એક ટીમને ફાઈનલની ટિકિટ મળી જશે. જે પણ ટીમ સુપર-8 રાઉન્ડમાં ટોપ પર રહેશે. તે ફાઈનલમાં પહોંચશે. તમને જણાવી દઈએ કે, ગ્રુપ 2માં ઈંગ્લેન્ડની ટીમ ટોપ પર રહી હતી. તો ગ્રુપ એમાં ભારતે બીજા નંબર પર રહી ક્વોલિફાય કર્યું છે. ત્યારે ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઈનલ મેચ રદ થઈ તો ઈંગ્લેન્ડ ફાઈનલમાં પહોંચી જશે અને ટીમ ઈન્ડિયા રમ્યા વગર બહાર નીકળી જશે.

પ્રથમ સેમિફાઇનલમાં કોને ફાયદો થશે?

ટૂર્નામેન્ટની પહેલી સેમિફાઈનલ મેચ સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 4 માર્ચના કોલકત્તાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. આ મેચ માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. પરંતુ આ મેચ રદ થાય છે તો સાઉથ આફ્રિકાની ટીમ ફાઈનલ માટે ક્વોલિફાય કરી લેશે. સાઉથ આફ્રિકા ગ્રુપ એમાં ટોપ પર રહી હતી. ન્યુઝીલેન્ડની ટીમ સુપર-8માં બીજા નંબર પર રહી હતી. ત્યારે સાઉથ આફ્રિકાને ફાયદો થશે.

T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને ટૂંકા સમયગાળામાં આ ફોર્મેટે વિશ્વભરમાં અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે. અહી ક્લિક કરો

Follow Us
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
g clip-path="url(#clip0_868_265)">