AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup : 19 વર્ષમાં ઈનામની રકમમાં 1260 ટકાનો થયો વધારો, જાણો દરેક T20 વિશ્વ કપ વિજેતાને કેટલી મળી રકમ

T20 વર્લ્ડ કપ 2007 માં શરૂ થયો હતો, અને વિજેતા ટીમને ઈનામી રકમમાં માત્ર રૂપિયા 2.02 કરોડ મળ્યા હતા. જોકે, સમય જતાં આ રકમમાં સતત વધારો થયો છે. 2026 સુધીમાં, વિજેતા ટીમને રૂપિયા 27.48 કરોડ મળ્યા, આનો અર્થ એ થયો કે T20 વર્લ્ડ કપની ઈનામી રકમ 19 વર્ષમાં 1260 ટકાનો તોંતીગ વધારો થયો છે.

T20 World Cup : 19 વર્ષમાં ઈનામની રકમમાં 1260 ટકાનો થયો વધારો, જાણો દરેક T20 વિશ્વ કપ વિજેતાને કેટલી મળી રકમ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2026 | 1:45 PM
Share

History of T20 Men’s World Cup Final Prize Money: ભારતે 2026 માં ICC મેન્સ T20 વર્લ્ડ કપ જીત્યો હતો, જેમાં ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 96 રને હરાવ્યું હતું. આ જીત સાથે, ભારતને રૂપિયા 27.48 કરોડની ઈનામી રકમ મળી હતી. T20 વર્લ્ડ કપ 2007 માં શરૂ થયો હતો, અને ત્યારથી 2026 સુધી, તેમાં માત્ર રોમાંચક ફાઇનલ જ જોવા મળી છે એવુ નથી, પરંતુ દરેક ટુર્નામેન્ટ સાથે ઇનામની રકમમાં પણ સતત વધારો થતો ગયો છે. ચાલો જાણીએ કે 2007 થી 2026 સુધીના દરેક T20 વર્લ્ડ કપ ફાઇનલ કઈ ટીમે જીતી અને તેમને કેટલી ઇનામી રકમ મળી.

2007 – ભારત પ્રથમ T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું

પહેલો ICC T20 વર્લ્ડ કપ 2007 માં રમાયો હતો. ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન એકબીજા સામે ટકરાયા હતા. ભારતે એક રોમાંચક મેચમાં પાકિસ્તાનને 5 રનથી હરાવ્યું, T20 ઇતિહાસનો પ્રથમ T20 વર્લ્ડ કપ જીત્યો. વિજેતા ટીમને આશરે રૂપિયા 2.02 કરોડની ઇનામી રકમ મળી હતી.

2009 – પાકિસ્તાને ટાઇટલ જીત્યું

2009 T20 વર્લ્ડ કપ ફાઇનલમાં પાકિસ્તાન અને શ્રીલંકા ટકરાયા હતા. પાકિસ્તાને શાનદાર પ્રદર્શન કર્યું, 8 બોલ બાકી રહેતા 8 વિકેટથી જીત મેળવી હતી. આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને આશરે રૂપિયા 3.63 કરોડ મળ્યા.

2010 – ઇંગ્લેન્ડનો પ્રથમ T20 વર્લ્ડ કપ વિજય

2010 ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ એકબીજા સામે ટકરાયા હતા. ઇંગ્લેન્ડે જોરદાર પ્રદર્શન કર્યું, 7 વિકેટથી જીત મેળવી અને 18 બોલ બાકી રહેતા મેચ પૂર્ણ કરી. આ જીત માટે ઇંગ્લેન્ડને આશરે રૂપિયા 4.57 કરોડની ઇનામી રકમ મળી હતી.

2012 – વેસ્ટ ઇન્ડીઝે ઇતિહાસ રચ્યો

2012 ની T20 વર્લ્ડ કપ ફાઇનલ શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ હતી. વેસ્ટ ઇન્ડીઝ, તેમની પ્રભાવશાળી બેટિંગ અને બોલિંગને કારણે, 36 રનથી જીત્યું હતું. આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને આશરે રૂપિયા 5.34 કરોડ મળ્યા હતા.

2014 – શ્રીલંકાએ ટાઇટલ જીત્યું

2014 ની ફાઇનલમાં ભારત અને શ્રીલંકા આમને-સામને થયા હતા. શ્રીલંકાએ જોરદાર પ્રદર્શન કર્યું, ભારતને 6 વિકેટથી હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ વખતે, વિજેતા ટીમને આશરે રૂપિયા 6.71 કરોડની ઇનામી રકમ મળી હતી.

2016 – વેસ્ટ ઈન્ડિઝ બીજી વખત ચેમ્પિયન

2016ની ફાઇનલમાં ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટક્કર થઈ. અંતિમ ઓવરમાં સતત ચાર છગ્ગા ફટકારવાથી વેસ્ટ ઈન્ડિઝે 4 વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો. આ જીત માટે વેસ્ટ ઈન્ડિઝને આશરે 10.75 કરોડ મળ્યા.

2021 – ઓસ્ટ્રેલિયા પહેલી વાર ચેમ્પિયન

2021 ની ટી20 વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ આમને-સામને હતા. શાનદાર બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટથી જીત મેળવીને પોતાનો પહેલો ટી20 વર્લ્ડ કપ ખિતાબ જીત્યો. વિજેતા ટીમને આશરે 12 કરોડ મળ્યા.

2022 – બીજી વાર ઇંગ્લેન્ડ ચેમ્પિયન

2022ની ફાઇનલમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ટક્કર થઈ. ઇંગ્લેન્ડે પોતાની ઉત્તમ બોલિંગ અને બેટિંગથી 5 વિકેટથી જીત મેળવીને બીજી વખત ટી2- વર્લ્ડ કપ જીત્યો. આ વખતે, વિજેતા ટીમને આશરે 13.20 કરોડ મળ્યા.

2024 – ભારતે પોતાનો બીજો ખિતાબ જીત્યો

2024 T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા સામસામે હતા. ભારતે એક રોમાંચક મેચ 7 રનથી જીતીને પોતાનો બીજો T20 વર્લ્ડ કપ ખિતાબ મેળવ્યો. વિજેતા ટીમને આશરે રૂ. 20.42 કરોડની ઇનામી રકમ મળી.

2026 – ભારતે પોતાનો ત્રીજો T20 વર્લ્ડ કપ જીત્યો

2026 ની ફાઇનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ સામસામે હતા. ભારતે શાનદાર પ્રદર્શન કર્યું, 96 રનથી જંગી જીત મેળવીને ત્રીજી વખત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું. આ જીત સાથે, ભારતને રૂ. 27.48 કરોડની રેકોર્ડ ઇનામી રકમ મળી, જે અત્યાર સુધીની સૌથી મોટી ઇનામી રકમ છે.

Breaking News: 19 મહિના બાદ સોશિયલ મીડિયા પર પરત ફર્યા MS Dhoni, ‘Coach Sahab…’ ગૌતમ ગંભીર માટે લખ્યો આ ખાસ સંદેશ

મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી રહેશે ગરમીનું મોજૂ, હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી રહેશે ગરમીનું મોજૂ, હવામાન વિભાગની આગાહી
ધનસુરા-અમદાવાદ હાઇવે પર ભડકે બળી કાર, જુઓ Video
ધનસુરા-અમદાવાદ હાઇવે પર ભડકે બળી કાર, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">