Champions Trophy : પાકિસ્તાનને લપડાક, ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં હાઈબ્રિડ મોડલની કરી જાહેરાત

ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ICCનો અંતિમ નિર્ણય આવી ગયો છે. ICCએ નિર્ણય લીધો છે કે આ ટુર્નામેન્ટ હાઈબ્રિડ મોડલમાં રમાશે. મતલબ કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય. આ સિવાય ભારતમાં યોજાનારી ટૂર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાન પણ તેની મેચ ન્યૂટ્રલ વેન્યુ પર રમશે. ICCના આ નિર્ણયે PCBને જોરદાર લપડાક મારી છે.

Champions Trophy : પાકિસ્તાનને લપડાક, ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં હાઈબ્રિડ મોડલની કરી જાહેરાત
Champions Trophy 2025Image Credit source: ACB Official/X
Follow Us:
| Updated on: Dec 19, 2024 | 4:42 PM

ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને લાંબા સમયથી રાહ જોવાતો નિર્ણય આજે આવ્યો છે. ઘણી મુલાકાતો અને વાટાઘાટો પછી, આખરે ICCએ ટૂર્નામેન્ટને હાઈબ્રિડ મોડલમાં આયોજિત કરવાની ઔપચારિક મંજૂરી આપી દીધી છે. ICCએ 19 ડિસેમ્બરે ગુરુવારે જાહેરાત કરી હતી કે આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમની મેચો પાકિસ્તાનને બદલે તટસ્થ સ્થળે રમાશે, જેની BCCI શરૂઆતથી જ માંગ કરી રહી હતી. તેના બદલામાં, ICCએ પાકિસ્તાનને એક નવી ટૂર્નામેન્ટ સાથે ઈનામ પણ આપ્યું છે, જે 2028 માં રમાશે. આગામી થોડા દિવસોમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યુલ પણ જાહેર કરવામાં આવશે.

તટસ્થ સ્થળ પર યોજાશે ભારતની મેચ

ICC સાથે તમામ ક્રિકેટ બોર્ડની બેઠક બાદ સ્પષ્ટ થયું કે આ ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલમાં રમાશે. જો કે તેનું હોસ્ટિંગ સંપૂર્ણપણે પાકિસ્તાન પાસે રહેશે. ICCએ તેની જાહેરાતમાં કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચો પાકિસ્તાનમાં અને તટસ્થ સ્થળોએ રમાશે. જો કે ICCએ તટસ્થ સ્થળ કયું છે તે અંગે કોઈ જાહેરાત કરી નથી, પરંતુ ભારતીય બોર્ડની માંગ દુબઈમાં રમવાની છે, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની મેચ ત્યાં જ યોજાય તેવી અપેક્ષા છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ભારતે પાકિસ્તાનમાં રમવાનો કર્યો ઈનકાર

BCCIએ સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને ભારત સરકાર પાસેથી મંજૂરી ન મળવાની વાત કહી હતી. ICCએ તેનો સ્વીકાર કર્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શરૂઆતમાં મક્કમ વલણ દાખવ્યું હતું અને ધમકી આપી હતી કે તે કોઈપણ કિંમતે હાઈબ્રિડ મોડલને સ્વીકારશે નહીં અને જો આવું થશે તો તે તેનું નામ પણ પાછું ખેંચી શકે છે. પરંતુ લાંબી ચર્ચા બાદ ઉકેલ મળી ગયો છે.

અન્ય ટુર્નામેન્ટમાં પણ તટસ્થ સ્થળોએ યોજાશે મેચ

આ ઉકેલમાં બીજી એક મહત્વની બાબત છે. ICCએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ જ સિસ્ટમ માત્ર ચેમ્પિયન્સ ટ્રોફીમાં જ નહીં, પરંતુ 2027 સુધી યોજાનારી દરેક ટૂર્નામેન્ટમાં લાગુ થશે. આ અંતર્ગત, પાકિસ્તાની ટીમ ભારતમાં યોજાનારી ICC ટૂર્નામેન્ટ માટે તટસ્થ સ્થળોએ તેની મેચ રમશે. મહિલા ODI વર્લ્ડ કપ 2025માં ભારતમાં જ રમાશે, જ્યારે પુરુષોનો T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને શ્રીલંકામાં યોજવામાં આવનાર છે. આવી સ્થિતિમાં પાકિસ્તાની ટીમ આ બંને ટૂર્નામેન્ટમાં પોતાની મેચ ભારતની બહાર રમશે. એ જ રીતે, પાકિસ્તાનને 2028 માટે મહિલા T20 વર્લ્ડ કપના યજમાન અધિકાર પણ મળ્યા છે અને તેમાં પણ તટસ્થ સ્થળની ભવિષ્યમાં જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો: શું ગૌતમ ગંભીર અને આર અશ્વિન વચ્ચે થઈ હતી લડાઈ? આ તસવીર નિવૃત્તિ પાછળનું સત્ય કહી રહી છે !

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો