AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ગૌતમ ગંભીર અને આર અશ્વિન વચ્ચે થઈ હતી લડાઈ? આ તસવીર નિવૃત્તિ પાછળનું સત્ય કહી રહી છે !

આર અશ્વિન નિવૃત્તિ બાદથી જ ચર્ચાનો વિષય બન્યો છે. તેમની નિવૃત્તિને લઈને અનેક પ્રકારના વિવાદો સામે આવી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બ્રિસબેન ટેસ્ટ દરમિયાન અશ્વિન અને ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

શું ગૌતમ ગંભીર અને આર અશ્વિન વચ્ચે થઈ હતી લડાઈ? આ તસવીર નિવૃત્તિ પાછળનું સત્ય કહી રહી છે !
Gautam Gambhir & Ravichandran AshwinImage Credit source: PTI
| Updated on: Dec 19, 2024 | 3:45 PM
Share

રવિચંદ્રન અશ્વિનની અચાનક નિવૃત્તિના નિર્ણયે બધાને ચોંકાવી દીધા. જે બાદ અશ્વિનની નિવૃત્તિ પાછળ કોઈ મોટું કારણ હશે એ વાતની પણ ચર્ચા શરૂ થઈ હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નિવૃત્તિની જાહેરાત પહેલા તેની અને ગંભીર વચ્ચે બ્રિસબેનમાં ઝઘડો થયો હતો.

અશ્વિન અને ગંભીર વચ્ચે બોલાચાલી થઈ ?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરમાં ગૌતમ ગંભીર અને આર અશ્વિન જોવા મળી રહ્યા છે. જેમાં અશ્વિન ભારતીય મુખ્ય કોચ તરફ આંગળી ચીંધીને કંઈક કહેતો જોવા મળે છે. કોચ પણ એકદમ ગંભીર દેખાઈ રહ્યો છે. આ ફૂટેજ જોઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બ્રિસબેન ટેસ્ટ દરમિયાન કોઈ મુદ્દાને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તસવીર જોઈને બંને વચ્ચેની લડાઈનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, પરંતુ TV9 આ વાતની પુષ્ટિ કરતું નથી. જોકે, આ પછી જ અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે ગંભીરના આવ્યા બાદ ભારતે 8 ટેસ્ટ રમી છે જેમાંથી ત્રણમાં અશ્વિન ટીમની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો. આ પહેલા તેને ઈજા વિના કોઈ મેચમાંથી ડ્રોપ કરવામાં આવ્યો ન હતો.

વચન તોડતા અશ્વિનને ગુસ્સો આવ્યો

PTIના અહેવાલ મુજબ અશ્વિન પસંદગીકારો અને ગૌતમ ગંભીરથી નારાજ હતો. તેની પાછળનું કારણ તેને આપેલું વચન હતું. વાસ્તવમાં, BCCI સૂત્રોના જણાવ્યા અનુસાર, અશ્વિન ન્યુઝીલેન્ડ સિરીઝમાં પોતાના પ્રદર્શનથી ખુશ નહોતો. જોકે બોર્ડ અશ્વિનને તેના રેકોર્ડના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી બાકાત રાખવા માગતું ન હતું. બોર્ડ ઈચ્છતું હતું કે અશ્વિન પોતે નિર્ણય લે. અશ્વિને પસંદગીકારોને પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે જો તેને ઓસ્ટ્રેલિયામાં બેન્ચ પર બેસાડવામાં આવશે તો તે પ્રવાસ પર નહીં જાય.

પ્લેઈંગ-11માં તક ન મળતા નિવૃત્તિનો નિર્ણય લીધો!

તેથી, અશ્વિન પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવાની ખાતરી સાથે ત્યાં ગયો હતો. આમ છતાં પર્થમાં વોશિંગ્ટન સુંદરને તેના સ્થાને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. ત્યારે અશ્વિને તેનું મન બનાવી લીધું હતું, પરંતુ તેણે રોહિત સાથે વાત કરી હતી અને ભારતીય કેપ્ટને તેને નિવૃત્તિ લેતા અટકાવ્યો હતો. બાદમાં જ્યારે રોહિત ઓસ્ટ્રેલિયા પહોંચ્યો ત્યારે તેણે અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં ફરી તક આપી. પરંતુ અશ્વિનને બ્રિસ્બેનમાં યોજાનારી આગામી ટેસ્ટમાં ફરીથી પડતો મૂકવામાં આવ્યો હતો. તેનું સ્થાન રવીન્દ્ર જાડેજાએ લીધું હતું. આ બધી બાબતોથી અશ્વિન ગુસ્સે હતો. આ કારણે અશ્વિનને પણ પોતાના ભવિષ્યનો ખ્યાલ આવી ગયો અને તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો.

આ પણ વાંચો: Video: વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયન મહિલા પત્રકાર સાથે ઉગ્ર બોલાચાલી, મેલબોર્ન એરપોર્ટ પર મચ્યો હંગામો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">