‘હું મારી સૂટકેસમાં બંદૂક રાખું છું’…ઈશાંત શર્માએ ચાલુ ઈન્ટરવ્યુમાં ખુલ્લેઆમ આપી ‘ધમકી’, જુઓ Video
IPL 2024માં પ્લેઓફમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહેલા દિલ્હી કેપિટલ્સ માટે ઈશાંત શર્માએ આ સિઝનમાં વધુ સારું પ્રદર્શન કર્યું છે અને હવે તેનો આ વીડિયો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચના એક દિવસ પહેલા સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ઈન્ટરવ્યુઅર સાથે વાતચીત કરી રહ્યો હતો અને અચાનક તેણે પોતની પાસે બંદૂક હોવાની વાત કહી ઈન્ટરવ્યુઅરને ડરાવી દીધો હતો.
અનુભવી ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્મા આ દિવસોમાં IPL 2024માં પોતાની તાકાત બતાવી રહ્યો છે. ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલો ઈશાંત તેના જ રાજ્યની ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સનો ભાગ છે અને તે શક્તિશાળી બોલિંગ કરતો જોવા મળ્યો છે. તેની ટીમ દિલ્હી પણ ખરાબ શરૂઆત બાદ જીતના માર્ગે પરત ફરી છે અને ટીમ પ્લેઓફની રેસમાં યથાવત છે. ટીમ પોતાની આગામી મેચની તૈયારીમાં વ્યસ્ત છે અને આ બધાની વચ્ચે ઈશાંત શર્માનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે એક વ્યક્તિને ધમકાવી રહ્યો છે અને કહી રહ્યો છે કે તેની પાસે બંદૂક છે.
ચાલુ ઈન્ટરવ્યુમાં ઈશાંત શર્માએ કહી મોટી વાત
હા, ઈશાંત શર્માએ ખુલ્લેઆમ આ ‘ધમકી’ તે વ્યક્તિને આપી હતી જે તેનો ઈન્ટરવ્યુ લઈ રહ્યો હતો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો હિટ થઈ ગયો છે. ઈશાંતે આવું એટલા માટે કર્યું કારણ કે તેને ઈન્ટરવ્યુઅરના સવાલો અને તેના શબ્દો પસંદ ન આવ્યા. હવે તમે પણ વિચારતા હશો કે એવી કઈ સ્થિતિ સર્જાઈ છે કે ઈશાંતને આવી ધમકી આપવાની જરૂર લાગી.
શું છે સમગ્ર મામલો?
ચાલો તમને આખો મામલો જણાવીએ અને સમજાવીએ કે સત્ય શું છે. વાત એ છે કે દિલ્હી કેપિટલ્સનો સ્ટાર બોલર ઈશાંત એક્ટર-કોમેડિયન સતીશ રે સાથેની મુલાકાતનો ભાગ હતો, જે ફ્રેન્ચાઈઝી સાથે સંકળાયેલો છે. આમાં સતીશ ઈન્ટરવ્યુ લઈ રહ્યો હતો અને તેણે પોતાના સવાલોમાં ઈશાંતની મજાક ઉડાવી હતી. ઈશાંત ટીમમાં હોવા છતાં સતીશે કહ્યું કે તે દિલ્હીની ટીમમાં ‘લેજેન્ડ’ બોલર નથી. એ જ રીતે, જ્યારે આગામી પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કે શું તે આગામી બુમરાહ છે, તો ઈશાંતે કહ્યું કે બુમરાહની સરખામણી કોઈ કરી શકે નહીં.
Itna bhi Honest aur Humble nahi hona tha Ishi Bhai pic.twitter.com/6SjGI6d944
— Delhi Capitals (@DelhiCapitals) May 11, 2024
સૂટકેસમાં બંદૂક રાખે છે ઈશાંત!
આ સવાલ બાદ ઈશાંતે ઈન્ટરવ્યુઅરને કહ્યું કે તે તેના સૂટકેસમાં એક વાસ્તવિક બંદૂક રાખે છે અને જો તે ઈચ્છે, તો તે રૂમમાં જઈને તેને બતાવી શકે છે. બસ અહીં સતીશ રે મૌન થઈ ગયો. હવે તમે આને ગંભીર ખતરો ગણો તે પહેલાં, જણાવી દઈએ કે આ ફક્ત નાટક છે. વાસ્તવમાં, આ વીડિયો દિલ્હી કેપિટલ્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે, જેને ‘ઓનેસ્ટ ઈન્ટરવ્યૂ’ નામ આપવામાં આવ્યું છે.
મનોરંજનનો નવો પ્રયાસ
વાસ્તવમાં, IPL દરમિયાન ચાહકોનું મનોરંજન કરવા માટે, દરેક ફ્રેન્ચાઈઝી કોમેડિયન અને કન્ટેન્ટ ક્રિએટર્સની મદદથી આવા ફની વીડિયો બનાવીને ચાહકોનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરે છે. આ પ્રયાસમાં દિલ્હીએ સતીશ રે સહિત કેટલાક કોમેડિયનને પણ રાખ્યા છે, જેઓ ટીમના ખેલાડીઓ સાથે આવા ફની વીડિયો બનાવી રહ્યા છે અને મેદાનની બહાર પણ પોતાના ચાહકોને ખુશ રાખવામાં વ્યસ્ત છે.
આ પણ વાંચો : Video: ઝિમ્બાબ્વની ખરાબ ફિલ્ડિંગ બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ પાકિસ્તાનની ટીમ, જાણો કેમ?