Video: ઝિમ્બાબ્વની ખરાબ ફિલ્ડિંગ બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ પાકિસ્તાનની ટીમ, જાણો કેમ?
ઝિમ્બાબ્વેની ટીમ 5 મેચની T20 સિરીઝ રમવા માટે બાંગ્લાદેશના પ્રવાસે ગઈ છે. તેની ચોથી મેચમાં જોરદાર ડ્રામા જોવા મળ્યો હતો. ઝિમ્બાબ્વેએ 20મી ઓવરમાં બાંગ્લાદેશબ બેટ્સમેનને રન આઉટ કરવાની આસાન તક ગુમાવી હતી, જેને જોઈને ચાહકો હવે તેમની સરખામણી પાકિસ્તાન ટીમ સાથે કરવા લાગ્યા છે. આ મોમેન્ટ બાદ અચાનક પાકિસ્તાનની ટીમ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગી હતી.

ઝિમ્બાબ્વેની ટીમ T20 વર્લ્ડ કપ 2024ની તૈયારીઓ માટે બાંગ્લાદેશ પહોંચી ગઈ છે. બંને ટીમો પાંચ મેચની T20 શ્રેણીમાં ચાર મેચ રમી ચૂકી છે. ઝિમ્બાબ્વે 0-4થી પાછળ રહીને શ્રેણી પણ હારી ગયું છે. 10 મે, શુક્રવારના રોજ રમાયેલી ચોથી મેચમાં એવો ડ્રામા થયો, જેને જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં. ઝિમ્બાબ્વેએ પોતાની ફિલ્ડિંગથી પાકિસ્તાની ટીમની પ્રશંસકોને યાદ અપાવી હતી. તેમણે રન આઉટ થવાની એટલી આસાન તક ગુમાવી દીધી, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.
બોલ હાથમાં હોવા છતાં તક ગુમાવી
પાકિસ્તાનની ક્રિકેટ ટીમ તેની નબળી ફિલ્ડિંગ માટે પ્રખ્યાત છે. તેમના ખેલાડીઓ એવા કેચ છોડે છે, જેને જોઈને તેમના ચાહકો માથું પકડીને જાય છે. પરંતુ ઝિમ્બાબ્વેની ટીમ તેમનાથી એક ડગલું આગળ નીકળી ગઈ છે. તેમણે બાંગ્લાદેશ સામે આશ્ચર્યજનક રનઆઉટ છોડ્યો હતો. બાંગ્લાદેશની ઈનિંગની છેલ્લી ઓવરમાં બીજા બોલ પર તનવીર ઈસ્લામે સિંગલ લેવાનો પ્રયાસ કર્યો પરંતુ બીજા છેડે ઉભેલા મુસ્તાફિઝુર રહેમાન સાથે તેનો તાલમેલ ખોરવાઈ ગયો અને રનઆઉટ થવાની તક હતી. પરંતુ બ્લેસિંગ મુઝરાબાની સ્ટમપ પર થ્રો ન કરી શક્યો અને બોલ વિકેટકીપરથી દૂર ગયો હતો.
THE MOST COMICAL MOMENT.
– Zimbabwe fumbled a run out opportunity Vs Bangladesh with 2 attempts. pic.twitter.com/RXVUJi4Q5c
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 11, 2024
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
બોલને વિકેટકીપરના હાથથી દૂર જતો જોઈને તનવીર પણ બીજા રન માટે દોડ્યો, જ્યારે મુસ્તફિઝર તેના માટે તૈયાર ન હતો, આવી સ્થિતિમાં ફરી એકવાર રનઆઉટનો ચાન્સ હતો. મુસ્તાફિઝુર માંડ અડધી પીચ સુધી પહોંચી શક્યો હતો, તેણે બચવાની આશા પણ છોડી દીધી હતી. પરંતુ હાથમાં બોલ હોવા છતાં, ઝિમ્બાબ્વેના ખેલાડીઓ ફંગોળાતા રહ્યા અને તેમને રન આઉટ કરી શક્યા નહીં. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ચાહકોએ પાકિસ્તાન સાથે સરખામણી કરી
ઝિમ્બાબ્વેની આવી નબળી ફિલ્ડિંગ જોઈને ચાહકો હવે તેની તુલના પાકિસ્તાન સાથે કરવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાનને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. ચાહકો કહી રહ્યા છે કે તેમણે પાકિસ્તાન પાસેથી શીખવાનું શરૂ કર્યું છે.
ZIM are learning From their beloved Pakistan pic.twitter.com/BVpX3obijj
— I’m Batman (@justRo21) May 11, 2024
ઝિમ્બાબ્વેની હાર
પાંચ મેચોની શ્રેણીમાં ઝિમ્બાબ્વે પહેલા જ ત્રણ મેચ હારી ચૂક્યું છે. ચોથી મેચમાં પણ તેનો પાંચ રને પરાજય થયો હતો. આ મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 144 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ પણ વાંચો : રોહિત શર્મા ઓપનિંગ નહીં પણ આ ક્રમે બેટિંગ કરશે તો ટીમ ઈન્ડિયાને થશે ફાયદો, વર્લ્ડ ચેમ્પિયને આપી સલાહ