IND vs PAK: ભારત-પાકિસ્તાનની ફરી ટક્કર, ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, આ સ્ટાર ગુજરાતી ખેલાડીઓનો સમાવેશ
હોંગકોંગ સિક્સીસ 2025, છ ઓવરની ક્રિકેટ ટુર્નામેન્ટ, 7 નવેમ્બરથી શરૂ થવાની છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પણ ભાગ લેશે, અને ટુર્નામેન્ટ માટેની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે ભારત પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે રમશે.

હોંગકોંગ સિક્સીસ 2025 7 નવેમ્બરથી શરૂ થવાની છે અને 9 નવેમ્બર સુધી ટીન ક્વોંગ રોડ રિક્રિએશન ગ્રાઉન્ડ ખાતે રમાશે. આ રોમાંચક છ ઓવરની ટુર્નામેન્ટ માટે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમ માટે કુલ સાત ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, અને ટીમનું નેતૃત્વ અનુભવી વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક કરશે. ટીમમાં આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ તેમજ સ્થાનિક ક્રિકેટના દિગ્ગજોનો સમાવેશ થાય છે.
હોંગકોંગ સિક્સીસ માટે ભારતની ટીમની જાહેરાત
સૌથી મોટા સમાચાર ગયા વર્ષના કેપ્ટન રોબિન ઉથપ્પાની ટીમમાં વાપસી છે. 2007ના T20 વર્લ્ડ કપ વિજેતા ઉથપ્પાએ 2024માં આ ટુર્નામેન્ટમાં ઓમાન સામે માત્ર 13 બોલમાં 52 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. ટોચના ક્રમમાં તેની વિસ્ફોટક બેટિંગ ભારતને ઝડપી શરૂઆત આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
7th November, 2025 ko Pura Asia ruk jayega! Hong Kong Sixes 2025 mein woh takkar jiska sabko intezaar hai: INDIA vs PAKISTAN Time: 12:35 PM (PST) Yeh sirf match nahi, yeh jazbaat hain! Kaun jeetega? Apni team ko support karo! #INDvsPAK #HongKongSixes pic.twitter.com/oqFG9VGEJ7
— King Babar Fans (@AkashAhmadani) November 5, 2025
કાર્તિક-ઉથપ્પા-બિન્ની ભારતીય ટીમમાં સામેલ
ગયા વર્ષની ટુર્નામેન્ટમાં સૌથી સફળ ભારતીય બેટ્સમેન રહેલા ભરત ચિપલીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેણે કુલ 156 રન બનાવ્યા હતા, જેમાં પાકિસ્તાન સામે 16 બોલમાં અણનમ 53 રનનો સમાવેશ થાય છે. ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્ની આ વખતે હોંગકોંગ સિક્સેસ ટુર્નામેન્ટમાં પણ જોવા મળશે. જમણા હાથનો મધ્યમ-ફાસ્ટ બોલર અભિમન્યુ મિથુન બોલિંગ વિભાગનું નેતૃત્વ કરશે. ટેસ્ટ અને વનડેમાં ભારત માટે રમી ચૂકેલા મિથુન પાસે ઘરેલુ ક્રિકેટમાં 330 થી વધુ ફર્સ્ટ ક્લાસ વિકેટ છે. ડાબોડી સ્પિનર શાહબાઝ નદીમ અને બેટ્સમેન પ્રિયંક પંચાલ પણ ભારતીય ટીમનો ભાગ છે.
India’s squad for Hong Kong Sixes 2025
Led by the ever-reliable Dinesh Karthik ©️
Experience. Skill. Entertainment guaranteed! ⚡ pic.twitter.com/rNkCjVgRxT
— CricketGully (@thecricketgully) November 5, 2025
ગજરાતનો પ્રિયંક પંચાલ પાકિસ્તાન સામે બતાવશે દમ
ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટના સ્ટાર ખેલાડી ગુજરાતના પ્રિયંક પંચાલનો પણ હોંગકોંગ સિક્સીસ માટે ભારતની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રિયાંક પંચાલની ટેકનિક, ધીરજ અને નિયમિતતાએ તેને ભારતીય ઘરેલુ ક્રિકેટમાં એક વિશ્વસનીય નામ બનાવ્યું. પ્રિયાંકે ઈન્ડિયા-A માટે પણ ઘણા પ્રભાવશાળી પ્રદર્શન કર્યા, જેના કારણે તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું. જોકે, તે ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી શક્યો નહીં.
7 નવેમ્બરે પાકિસ્તાન સાથે થશે ટક્કર
ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. બંને ટીમો 7 નવેમ્બરે એકબીજા સામે ટકરાશે. ત્યારબાદ 8 નવેમ્બરે કુવૈતનો સામનો કરશે. ત્યારબાદ ભારતીય ટીમ અફઘાનિસ્તાનનો સામનો કરશે. ત્યારબાદ સેમિફાઈનલ અને ફાઈનલ મેચ રમાશે.
ભારતીય ટીમ
દિનેશ કાર્તિક (કેપ્ટન), રોબિન ઉથપ્પા, ભરત ચિપલી, સ્ટુઅર્ટ બિન્ની, અભિમન્યુ મિથુન, શાહબાઝ નદીમ, પ્રિયંક પંચાલ.
આ પણ વાંચો: Virat Kohli Birthday : આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યા પછી આ 22 મામલે વિરાટ કોહલી છે નંબર 1
