હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે હનુમાનની પૂજા કરી , જુઓ વીડિયો
Hardik Pandya Puja :સાઉથ આફ્રિકા વિરુદ્ધ સીરિઝમાં વાપસી કર્યા પહેલા હાર્દિક પંડ્યા પુજા કરતા જોવા મળ્યો હતો. તેમણે હનુમાનજીની પુજા કરી હતી. જેમાં તેની સાથે ગર્લફ્રેન્ડ પણ જોવા મળી હતી. જુઓ વીડિયો.

Hardik Pandya- Mahika Sharma : સાઉથ આફ્રિકા વિરુદ્ધ વ્હાઈટ બોલ સીરિઝથી હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયામાં વાપસી કરતા જોવા મળી શકે છે.જોકે, ઈજામાંથી સ્વસ્થ થઈને ટીમમાં પાછા ફરતા પહેલા, તેણે ભગવાન હનુમાનની પૂજા કરી હતી. હાર્દિક પંડ્યાએ તેના સોશિયલ મીડિયા પર ધાર્મિક હનુમાન પુજાનો એક વીડિયો શેર કર્યો છે. ખાસ વાત એ હતી કે, આ પુજામાં હાર્દિક એકલો ન હતો તેની સાથે તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા પણ જોવા મળી હતી.
હાર્દિક પંડ્યાએ હનુમાનજીની પુજા કરી
હનુમાનજીની પુજા કરતા હાર્દિક પંડ્યાએ જે વીડિયો શેર કર્યો છે. જેમાં સ્પષ્ટ જોવા મળી શકે છે કે, તે ભક્તિમાં ડુબેલો જોવા મળ્યો છે. આ પુજા મંગળવારના રોજ કરવામાં આવી હતી. પુજા દરમિયાન તેમણે હવન પણ કર્યો હતો. હાર્દિક પંડ્યા અને તેની ગર્લફ્રેન્ડ બંન્ને પુજા દરમિયાન કુર્તા અને પાયજામાં જોવા મળ્યો હતો.
View this post on Instagram
માહિકાએ હાર્દિક પંડ્યા સાથે હનુમાન ચાલીસા કરી
હવન બાદ હાર્દિક પંડ્યા અને ગર્લફ્રેન્ડ ખુરશી પર બેસી હનુમાન ચાલીસાના પાઠ કરતા જોવા મળ્યા હતા. મહ્તવની વાત એ છે કે, બંન્ને વેસ્ટર્ન કપડાંમાં જોવા મળ્યા હતા. આ જોડી ચાહકોને પણ ખુબ પસંદ આવી રહી છે.
View this post on Instagram
આધ્યાત્મિક તૈયારી
હાર્દિક પંડ્યાએ જ્યારથી માહિકા શર્મા સાથે જોવા મળે છે. ત્યારે ચાહકો બંન્ને જોડી ખુબ પસંદ કરી રહ્યા છે.સ્પષ્ટ છે કે, હાર્દિક પંડ્યા અને માહિકા શર્મા એકબીજા સાથે સમય પસાર કરી રહ્યા છે. એક બીજાને જાણવાની ખુબ તક આપી રહ્યા છે. હવે જોવાનું રહે છે કે, આ રિલેશનશિપ કેવી રહે છે.હાર્દિક પંડ્યા હાલમાં ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે અને એવું માનવામાં આવે છે કે ટીમ ઈન્ડિયામાં તેનું વાપસી કરી શકે છે. આ આધ્યાત્મિક તૈયારી મેદાન પર તેના પ્રદર્શન પર કેવી અસર કરશે તે જોવું રસપ્રદ રહેશે.
