Team India: હાર્દિક પંડ્યાને લઇને રાહુલ દ્રવિડે કહી આ વાત, દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટીમ ઇન્ડીયામાં જોડાવવા માટે રાખી આ શરત

રાહુલ દ્રવિડને હજુ પણ હાર્દિક પંડ્યા (Hardik Pandya) પર વિશ્વાસ છે, આ ઓલરાઉન્ડરની સાઉથ આફ્રિકા ટુર (India Tour of South Africa) માટે પસંદગી થઈ શકે છે.

Team India: હાર્દિક પંડ્યાને લઇને રાહુલ દ્રવિડે કહી આ વાત, દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટીમ ઇન્ડીયામાં જોડાવવા માટે રાખી આ શરત
Hardik Pandya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 7:00 PM

T20 વર્લ્ડ કપ 2021માં અત્યંત ખરાબ પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયા (Team India) માંથી બહાર થઈ ગયેલો હાર્દિક પંડ્યા (Hardik Pandya) હજુ પણ ટીમમાં વાપસી કરી શકે છે. અહેવાલો અનુસાર, BCCIના કેટલાક અધિકારીઓ અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (Rahul dravid) હજુ પણ હાર્દિક પંડ્યા પર વિશ્વાસ કરે છે. હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે માત્ર એક શરત પૂરી કરવી પડશે. આ શરત ફિટનેસની છે જે તેણે બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં સાબિત કરવી પડશે. હાર્દિક પંડ્યા ખરાબ ફિટનેસના કારણે બોલિંગ કરી શકતો નથી અને બેટ્સમેન તરીકે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવું મુશ્કેલ છે.

મીડિયા અહેવાલ મુજબ, BCCI અધિકારીએ કહ્યું કે જો હાર્દિક પંડ્યા ટીમમાં પરત ફરવા માંગે છે તો તેના માટે તેણે NCAનો ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે. તેમણે કહ્યુ, હાર્દિક પંડ્યાની ઈજામાંથી રિકવરી આરામ પર નિર્ભર છે. તેણે શક્ય તેટલી વહેલી તકે NCA પહોંચવું જોઈએ ત્યારબાદ અમે તેના સાઉથ આફ્રિકા પ્રવાસ અંગે નિર્ણય લઈશું.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ટેસ્ટ માટે ફિટ નથી હાર્દિક પંડ્યા!

બીસીસીઆઈના અધિકારીએ એમ પણ કહ્યું કે હાર્દિક પંડ્યા આ પ્રસંગે ટેસ્ટ મેચ રમવા માટે ફિટ નથી કારણ કે તે ફોર્મેટમાં વધુ ફિટનેસની જરૂર હોય છે. તેણે કહ્યું, ‘હાર્દિક પંડ્યાને ટેસ્ટ ફોર્મેટ રમવા માટે સમય લાગશે. અમે ઉતાવળ કરવા માંગતા નથી કારણ કે આગામી વર્લ્ડ કપ આવવાનો છે. જો તે ફિટનેસ ટેસ્ટ પાસ કરશે તો તેને સાઉથ આફ્રિકા સામેની ODI અને T20 સિરીઝમાં તક આપવામાં આવશે.

દ્રવિડને હજુ પણ પંડ્યા પર ભરોસો

રિપોર્ટ અનુસાર, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ હજુ પણ હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાનો ટોપ ઓલરાઉન્ડર માને છે, તેથી તેના માટે ટીમના દરવાજા ખુલ્લા છે. દ્રવિડ ઈચ્છે છે કે પંડ્યા એનસીએમાં રિકવરી પ્રોગ્રામ પૂર્ણ કરે. તે પછી તેઓ પસંદગીની બેઠક પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કરે છે. તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાને આવતા મહિને શરૂ થઈ રહેલી વિજય હજારે ટ્રોફીમાં ન રમવાની સલાહ આપવામાં આવી છે.

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમ્યા બાદ દક્ષિણ આફ્રિકામાં વનડે, ટી-20 અને ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ પ્રવાસની શરૂઆત 17 ડિસેમ્બરથી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીથી થશે. ODI-T20 શ્રેણી 11 જાન્યુઆરીથી શરૂ થશે.

આ પણ વાંચોઃ BAN Vs PAK: પાકિસ્તાનના બોલર શાહિન આફ્રિદીને ચઢેલા ઘમંડને ICC એ ઉતાર્યો, મેદાન પર તેના આ કૃત્યને લઇ સજા ફટકારાઇ

આ પણ વાંચોઃ Cricket: પાકિસ્તાની મૂળનો ઇંગ્લેન્ડનો ક્રિકેટર 17 વર્ષી કિશોરીને ગંદા મેસેજ મોકલતો હતો, ટિમ પેન બાદ વધુ એક ક્રિકેટરનુ કરતૂત ખૂલ્યુ

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">