BAN Vs PAK: પાકિસ્તાનના બોલર શાહિન આફ્રિદીને ચઢેલા ઘમંડને ICC એ ઉતાર્યો, મેદાન પર તેના આ કૃત્યને લઇ સજા ફટકારાઇ

ઢાકાના મેદાન પર લાઈવ મેચમાં શાહીન આફ્રિદી (Saheen Afridi) ના વર્તન બદલ ક્રિકેટના હાઈકમાન્ડ ICC એ તેને બક્ષ્યો નથી. અને કડક કાર્યવાહી કરી સજા ફટકારી હતી.

BAN Vs PAK: પાકિસ્તાનના બોલર શાહિન આફ્રિદીને ચઢેલા ઘમંડને ICC એ ઉતાર્યો, મેદાન પર તેના આ કૃત્યને લઇ સજા ફટકારાઇ
Shaheen Afridi hits ball to Afif Hossain
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 6:35 PM

પાકિસ્તાન (Pakistan) ના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી (Saheen Afridi) ને પણ તેના કૃત્યની સજા મળી છે. ઢાકાના મેદાન પર લાઈવ મેચમાં તેના વર્તન માટે ક્રિકેટના હાઈકમાન્ડ ICC એ તેને છોડ્યો નથી. અને કડક કાર્યવાહી કરી સજા ફટકારી હતી. ICCએ સજા તરીકે શાહીન આફ્રિદીની મેચ ફીના 15 ટકા દંડ ફટકાર્યો છે. આ સાથે તેના ખાતામાં એક ડીમેરિટ પોઈન્ટ પણ જોડવામાં આવ્યો છે.

શાહીનને ઢાકાના મેદાન પર બીજી T20 દરમિયાન તેણે જે કર્યું તેના માટે તેને ICC કોડ ઓફ કન્ડક્ટ હેઠળ લેવલ વન માટે દોષિત ઠેરવ્યો. જેને ICC આચાર સંહિતાની કલમ 2.9નું ઉલ્લંઘન માનવામાં આવે છે. જે અંતર્ગત તેને સજા ફટકારવામાં આવી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

વાસ્તવમાં, બાંગ્લાદેશ સામેની બીજી T20 મેચમાં શાહીન આફ્રિદીએ બાંગ્લાદેશી બેટ્સમેનને ફટકાર્યો હતો. શાહીન આફ્રિદીએ ક્રિઝની અંદર ઉભેલા આફિફ હુસૈન (Afif Hossain) તરફ થ્રો ફેંક્યો અને તે તેના પગમાં વાગ્યો. જે બાદ તે નીચે પડી ગયો અને દર્દથી પિડાવા લાગ્યો હતો. લાઈવ મેચમાં શાહીનના આ કૃત્ય પર ચાહકો પણ ગુસ્સે થયા અને તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવા લાગ્યા.

LIVE મેચમાં શાહિને બેટ્સમેનને બોલથી કેમ ફટકાર્યો?

શાહિને ગુસ્સામાં આ કૃત્ય કર્યું, પણ હવે તે પણ જાણી લો. વાત એમ હતી કે, ત્રીજી ઓવર ફેંકી રહેલા આફ્રિદીના બીજા બોલ પર આફિફ હુસૈને જબરદસ્ત સિક્સર ફટકારી હતી. આ પછી શાહીન આફ્રિદી ગુસ્સે થઈ ગયો હતો. પછીના બોલ પર આફિફ હુસૈન આરામથી બોલ રમ્યો અને બોલ સીધો શાહીનના હાથમાં ગયો. શાહિને બોલ પકડતાની સાથે જ તેણે વિચાર્યા વગર સીધો થ્રો ફેંક્યો જે આફિફ હુસૈનના પગમાં ગયો.

મેચ બાદ શાહિને માફી માંગી હતી

આ કૃત્ય બાદ શાહીન આફ્રિદીનો ગુસ્સો અચાનક ઠંડો પડી ગયો હતો. તે બાંગ્લાદેશી બેટ્સમેન પાસે ગયો અને તેને ઉપાડ્યો હતો. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે પણ અફીફની તબિયત પૂછી હતી. અફીફ લંગડાવા સાથે ચાલી રહ્યો હતો પરંતુ સારી વાત એ હતી કે તેને વધારે ઈજા થઈ ન હતી. મેચ બાદ શાહીન આફ્રિદીએ મેદાન પર તેના એક્શન માટે જાહેરમાં આફીફ હુસૈનની માફી માંગી હતી.

આ પણ વાંચોઃ IPL 2022: જય શાહે કહ્યુ 10 ટીમો સાથે IPL ની આગામી સિઝન ભારતમાં જ રમાશે, ટૂંક સમયમાં મેગા ઓકશન

આ પણ વાંચોઃ Cricket: પાકિસ્તાની મૂળનો ઇંગ્લેન્ડનો ક્રિકેટર 17 વર્ષી કિશોરીને ગંદા મેસેજ મોકલતો હતો, ટિમ પેન બાદ વધુ એક ક્રિકેટરનુ કરતૂત ખૂલ્યુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">