ટીમ ઈન્ડિયાની હાર બાદ હાર્દિક પંડ્યા-ગૌતમ ગંભીર ઝઘડ્યા ? વીડિયો વાયરલ થતા સર્જાયો વિવાદ !
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી T20 શ્રેણી દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, મુલ્લાનપુર T20 મેચમાં હાર બાદ ગૌતમ ગંભીર અને હાર્દિક પંડ્યા વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રમાઈ રહ્યા છે. પંજાબના મુલ્લાનપુરમાં T20 શ્રેણીની બીજી મેચમાં ભારતને 51 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ હતી. આ મેચમાં, ભારતીય બોલરોએ નબળી બોલિગ કરીને ઘણા રન આપ્યા હતા અને ટીમના બેટ્સમેને પણ પ્રમાણમાં ખૂબ નબળી બેટિંગ કરી હતી, જેના કારણે ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ઉપર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. દરમિયાન, ગૌતમ ગંભીર અને હાર્દિક પંડ્યાનો મેચ બાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેણે દરેકનું ધ્યાન ખેંચ્યું છે.
શું ગંભીર લડ્યા હતા?
હકીકતમાં, મુલ્લાનપુર મેદાન પર ભારતીય ક્રિકેટ ટીમની હાર બાદ ભારતીય ડ્રેસિંગ રૂમમાં તણાવ વધ્યો હોવાનું સ્પષ્ટ જણાતુ. મેચ પછીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વચ્ચે ગંભીર વાતચીત જોવા મળી રહી છે. વીડિયો શેર કરતા કેટલાક ચાહકોએ દાવો કર્યો છે કે, હાર બાદ ગૌતમ ગંભીર અને હાર્દિક પંડ્યા વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. જોકે, વીડિયોમાં ઓડિયોના અભાવે, બંને ખેલાડીઓ વચ્ચે શું ચર્ચા થઈ રહી છે તે નક્કી કરવું મુશ્કેલ છે. વીડિયો જોતા પણ એવુ લાગતુ નથી કે બન્ને ઝઘડ્યા હોય પરંતુ સોશિયલ મીડિયામાં એવુ કહેવાઈ રહ્યું છે.
બેટિંગ ક્રમમાં ફેરફાર મોંઘા સાબિત થયા
આ મેચમાં, દક્ષિણ આફ્રિકાએ આપેલા 214 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતી ટીમ ઈન્ડિયાનો દાવ માત્ર 162 રનમાં જ સમેટાઈ ગયો. શુભમન ગિલ, જે સતત નિષ્ફળ રહ્યો હતો, તે પોતાનું ખાતું પણ ખોલવામાં નિષ્ફળ ગયો. પ્રથમ બોલમાં જ કેચ આઉટ થઈ ગયો હતો. દરમિયાન, ત્રીજા નંબર પર બેટિંગ કરી રહેલા અક્ષર પટેલે 21 બોલમાં માત્ર 21 જ રન બનાવ્યા. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ માત્ર 5 રન બનાવીને પેવેલિયનમાં પાછો ફર્યો હતો. હાર્દિક પંડ્યાએ 23 બોલમાં ફક્ત 20 રનનો ફાળો આપ્યો હતો. જોકે તિલક વર્માએ 62 રનની લડાયક ઇનિંગ રમી હતી, પરંતુ તે સમયે ખૂબ મોડું થઈ ગયું હતું. આશ્ચર્યજનક રીતે, આ ઇનિંગ દરમિયાન ફક્ત થોડા બેટ્સમેન તેમના નિયમિત સ્થાન પર રમ્યા. વધુમાં, બાકીના ખેલાડીઓને નવી ભૂમિકાઓ આપવામાં આવી હતી, જે ટીમ માટે મોંઘી સાબિત થઈ.
Heated conversation between Hardik and Gambhir pic.twitter.com/VtISwnS2FN
— Amar (@KUNGFU_PANDYA_0) December 12, 2025
ધર્મશાલામાં ત્રીજી મેચ
બંને ટીમો વચ્ચે શ્રેણીની ત્રીજી મેચ આજે 14 ડિસેમ્બરે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ રહેશે. બંને ટીમો પાસે શ્રેણીમાં લીડ મેળવવાની શાનદાર તક હશે. આ દરમિયાન, ટીમ ઈન્ડિયા મજબૂત વાપસી કરવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચોઃ શું ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાની હાલત બગાડી? T20 વર્લ્ડ કપ પહેલા જ ખતરાની ઘંટડી વાગી ગઈ