AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાની હાલત બગાડી? T20 વર્લ્ડ કપ પહેલા જ ખતરાની ઘંટડી વાગી ગઈ

દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાના બેટિંગ ક્રમમાં ભારે ઉથલપાથલ જોવા મળી. ઘણા ખેલાડીઓ તેમના રેગ્યુલર રોલમાં જોવા ન મળ્યા અને પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયા, જેના પરિણામે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો.

શું ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાની હાલત બગાડી? T20 વર્લ્ડ કપ પહેલા જ ખતરાની ઘંટડી વાગી ગઈ
Image Credit source: PTI
| Updated on: Dec 12, 2025 | 9:16 PM
Share

ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ 51 રનથી હારી ગઈ. 214 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 162 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. હારનું સૌથી મોટું કારણ બેટિંગ ઓર્ડર સાથે સતત પ્રયોગો હતા, જેનું કનેક્શન ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર સાથે જોડાયેલું છે.

વાત એમ છે કે, ગૌતમ ગંભીર બેટિંગ પોઝિશનને “ઓવરરેટેડ” માને છે. હકીકતમાં, ગૌતમ ગંભીરે તાજેતરમાં વ્હાઈટ-બોલ ક્રિકેટ અંગે મોટું નિવેદન આપ્યું હતું અને તેણે વ્હાઈટ-બોલ ક્રિકેટમાં બેટિંગ ઓર્ડરને ‘ઓવરરેટેડ’ ગણાવ્યું હતું. ગૌતમ ગંભીર ઘણીવાર કહી ચૂક્યો છે કે, ઓપનર્સને છોડીને બાકીના બેટ્સમેનોએ ક્યાંય પણ રમવા માટે તૈયાર રહેવું જોઈએ. આ મેચમાં પણ કંઈક એવું જ જોવા મળ્યું, જે ટીમ ઈન્ડિયા પર ભારે પડી ગયું.

શું ગંભીરે ટીમ ઈન્ડિયાની હાલત બગાડી?

ગૌતમ ગંભીરની આ વિચારસરણીની સીધી અસર મેચમાં જોવા મળી અને તે સંપૂર્ણપણે નેગેટિવ સાબિત થઈ. આ મેચમાં સતત ફ્લોપ ચાલી રહેલા શુભમન ગિલને ફરીથી ઓપનર તરીકે તક આપવામાં આવી અને પરિણામે તે પહેલી જ બોલ પર શૂન્ય પર આઉટ થયા.

ત્યારબાદ ટીમને એક ઇન-ફોર્મ બેટ્સમેનની જરૂર હતી પરંતુ અક્ષર પટેલને નંબર-3 પર મોકલવામાં આવ્યો, જ્યારે તે સામાન્ય રીતે લોઅર ઓર્ડરમાં રમે છે. દબાણમાં તેણે 21 બોલમાં ફક્ત 21 રન બનાવ્યા અને રન-ચેઝ દરમિયાન ટીમ પર દબાણ જોવા મળ્યું.

સૂર્યકુમાર યાદવ, જે નિયમિતપણે ત્રીજા નંબર પર બેટિંગ કરે છે, તેને ચોથા નંબર પર ખસેડવામાં આવ્યો. સૂર્યકુમાર યાદવે આ મેચમાં ફક્ત 5 રન બનાવ્યા હતા. આ દરમિયાન ગયા મેચમાં નંબર-3 પર રમેલા તિલક વર્માને આ વખતે પાંચમા નંબર પર ધકેલવામાં આવ્યો. તેણે 62 રનની લડાયક ઇનિંગ્સ તો રમી પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું. બીજી તરફ, વિસ્ફોટક બેટ્સમેન શિવમ દુબેને આઠમા નંબરે મોકલવામાં આવ્યો, જ્યાં તે ફક્ત 1 રન બનાવી આઉટ થઈ ગયો.

ભારતીય ટીમ વારંવાર ડગી ગઈ

આનો અર્થ એ થયો કે, દરેક બેટ્સમેનને નવી બેટિંગ પોઝિશન પર મોકલવામાં આવતા કોઈપણ ખેલાડી પોતાની સ્વાભાવિક રમત રમી શક્યો નહીં. પાવરપ્લેમાં જલ્દી વિકેટ પડ્યા પછી પણ કોઈ સેટ બેટ્સમેનને ઉપર મોકલાયો નહીં, જેના કારણે રન રેટ આસમાને પહોંચી અને એક પછી એક વિકેટો પડતી ગઈ.

છેલ્લી કેટલીક મેચોથી ગિલને સતત ઓપનિંગ, તિલકને ક્યારેક 3-4-5, હાર્દિકને 5-6-7 અને દુબેને 7-8 નંબર પર મોકલવામાં આવી રહ્યા છે. પરિણામ સ્પષ્ટ છે કે, મોટા લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ વારંવાર ડગી ગઈ છે.

T20 વર્લ્ડ કપને લઈને ઘણા સવાલો ઊભા થયા

વર્ષ 2026 નો T20 વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે. જો દરેક ખેલાડીને તેની મજબૂત પોઝિશન નહીં મળે અને તેમના રોલ ક્લિયર નહીં થાય તો, આ અનિશ્ચિતતા ટીમ માટે ખૂબ જ મોંઘી સાબિત થઈ શકે છે.

ગંભીરની “ફ્લેક્સિબિલિટી”ની વિચારધારા સિદ્ધાંત પ્રમાણે સારી લાગે છે પરંતુ સતત નિષ્ફળતા મળતી હોવાથી હવે સમય આવી ગયો છે કે, ટીમ ‘ફિક્સ્ડ રોલ’ને પ્રાથમિકતા આપે. હવે નજર રહેશે કે, ટીમ ઈન્ડિયા આગામી મેચમાં કયો ગેમ પ્લાન અપનાવે છે? શું ગંભીર પોતાની રણનીતિ પર ટકશે કે પછી પ્લેઈંગ ઇલેવનમાં મહત્વના બદલાવ જોવા મળશે?

દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">