AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલીને આઉટ કરનાર ગુજરાતના બોલરને મળી ખાસ ભેટ, જે ક્યારેય ભૂલી નહીં શકશે, જુઓ Video

સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ વિજય હજારે ટ્રોફી 2025-26માં શાનદાર પ્રદર્શન કર્યું. બીજી મેચમાં, 27 વર્ષીય ઓલરાઉન્ડરે વિરાટ કોહલીની વિકેટ લઈને બધાનું ધ્યાન આકર્ષ્યું. બોલરનો આનંદ સ્પષ્ટ રીતે દેખાયો અને આ ક્ષણ એ દિવસ બની ગયો જે તે ક્યારેય ભૂલી શકશે નહીં.

વિરાટ કોહલીને આઉટ કરનાર ગુજરાતના બોલરને મળી ખાસ ભેટ, જે ક્યારેય ભૂલી નહીં શકશે, જુઓ Video
| Updated on: Dec 27, 2025 | 2:27 PM
Share

દિલ્હી અને ગુજરાત વચ્ચેના વિજય હજારે ટ્રોફી 2025-26ની મેચમાં, ગુજરાતના યુવાન લેફ્ટ સ્પિનર વિશાલ જયસ્વાલે દરેક ક્રિકેટપ્રેમીનું સ્વપ્ન સાકાર કર્યું. વિશાલે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને આઉટ કરીને ટીમ માટે મહત્વપૂર્ણ ક્ષણ સર્જી. 27 વર્ષીય ઓલરાઉન્ડરની જાદુઈ બોલિંગે કોહલીને સતત બીજી સદી ફટકારવાનું રોકી દીધો. મેચ પછી વિશાલે વિરાટ કોહલી સાથે મળીને ફોટો લીધા અને મેમોરેબલ પળને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું.

વિશાલ તરફથી ખાસ ભેટ

મેચમાં દિલ્હીની બીજી ઇનિંગ રમતા વિરાટ કોહલી ઉત્તમ ફોર્મમાં હતા. તેમણે 61 બોલમાં 77 રન બનાવ્યા અને લાગ્યું કે તે સતત બીજી સદી ફટકારવા જઈ રહ્યા છે. પરંતુ પછી વિશાલ જયસ્વાલના શાનદાર બોલે ખેલનો પલટો લીધો. કોહલી ક્રીઝ પરથી બોલ પર હુમલો કરવા ગયા, પરંતુ બોલની ઊડાન અને વળાંકને પહોંચી શક્યા નહીં. તેમનું બેટ હવામાં ઉડ્યું અને વિકેટકીપરે સરળતાથી સ્ટમ્પિંગ કર્યું.

વિશાલના ઉત્સાહ માત્ર વિકેટ લઈને જ મર્યાદિત ન રહ્યો. મેચ પછી, તેણે કોહલી પાસેથી ઓટોગ્રાફ મેળવ્યો અને ફોટો માટે પોઝ આપ્યો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં, વિશાલે લખ્યું, “વિરાટ કોહલીની વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ જોવા અને પછી મેદાન પર રમતા અને તેની વિકેટ લેવાની ક્ષણ, એ એવી ક્ષણ છે જે મેં ક્યારેય કલ્પના પણ ન કરી હતી. વિરાટ ભાઈની વિકેટ લેવી એ અનુભવ છે જે હું હંમેશા યાદ રાખીશ. હું આ સફર અને રમતે મને જે શીખ અને આનંદ આપ્યો, તે માટે ખૂબ આભારી છું.”

વિશાલ જયસ્વાલે કુલ 4 વિકેટ લીધી

વિશાલ માટે આ મેચ ખાસ રહી. તેણે દસ ઓવરમાં 42 રન આપીને કુલ ચાર વિકેટ લીધી. કોહલી ઉપરાંત, તેણે ઋષભ પંતને ક્લીન બોલ્ડ કર્યો અને અર્પિત રાણા અને નીતિશ રાણાને પેવેલિયન મોકલ્યા. તેની શાનદાર બોલિંગના કારણે દિલ્હી 50 ઓવરમાં 254/9 સુધી પહોંચી. જોકે, ગુજરાતની ટીમ અંતિમ રોમાંચક મેચ જીતી શકી નહીં અને 247 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જેના કારણે તે 7 રનથી હારી ગઈ.

શું IPL 2026 પહેલા RCBના બોલરની થશે ધરપકડ? 5 કરોડની કિંમતના પ્લેયરને મોટો ઝટકો

નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
નર્મદામાં 75 લાખના તોડકાંડમાં સૌથી મોટો ખુલાસો
નર્મદામાં 75 લાખના તોડકાંડમાં સૌથી મોટો ખુલાસો
ધીમી કામગીરીથી કંટાળ્યા સ્થાનિકો, ચક્કાજામ કરવાની ઉચ્ચારી ચીમકી
ધીમી કામગીરીથી કંટાળ્યા સ્થાનિકો, ચક્કાજામ કરવાની ઉચ્ચારી ચીમકી
તોતિંગ ટ્રકે ટક્કર મારી છતાં મોપેડ ચાલક પળમાં ઉભો થઈ ગયો!
તોતિંગ ટ્રકે ટક્કર મારી છતાં મોપેડ ચાલક પળમાં ઉભો થઈ ગયો!
Breaking News: અમદાવાદના ક્ષતિગ્રસ્ત સુભાષબ્રિજ અંગે સૌથી મોટા સમાચાર
Breaking News: અમદાવાદના ક્ષતિગ્રસ્ત સુભાષબ્રિજ અંગે સૌથી મોટા સમાચાર
g clip-path="url(#clip0_868_265)">